એપ્રિલફૂલ દિવસ એટલે મિત્રો, પડોશીઓ કે અન્યોને મુર્ખ બનાવવાનો દિવસ. અનેક યુરોપીય તહેવારોની જેમ આ પરંપરા પણ યુરોપમાંથી શરુ થઇને આખી દુનિયામાં ફેલાયેલી છે, ભારતમાં પણ લાંબા અંગ્રેજી શાસનની અસરથી ઘણા લોકો નિર્દોષ આનંદ અર્થે એપ્રિલફૂલ દિવસ ઉજવે છે.

ઉદભવ:

યુરોપમાં પ્રાચીન સમયમાં પહેલી એપ્રિલથી નવું વર્ષ ઉજવાતું હતું. જયારે નવું કેલેન્ડર શરુ થયું એટલે પહેલી જાન્યુઆરીથી વર્ષની શરૂઆત થઇ. આમ છતાં, અનેક લોકો પહેલી એપ્રિલથી નવું વર્ષ ગણતા, આથી તેવા લોકો મુર્ખ છે એમ દર્શાવવા આ દિવસ મુર્ખાઓનો દિવસ તરીકે ગણાવા લાગ્યો. ઈ.સ. 1392 જેટલા જુના સમયથી આ પરંપરાના લેખિત ઉલ્લેખો જોવા મળે છે. ફ્રાન્સમાં ઈ.સ. 1508 માં પણ ‘ફિશ ઓફ એપ્રિલ’ તરીકે આ દિવસ ઉજવાતો અને તે રજાનો દિવસ રહેતો. આમ, યુરોપના જુદા જુદા દેશોમાં એપ્રિલફૂલ દિવસ જુદાજુદા નામે ઓળખાતો હતો અથવા ઓળખાય છે. હાલમાં દુનિયાભરમાં આ દિવસ ઉજવાય છે તેમ છતાં, મહદઅંશે યુરોપ અને અમેરિકામાં તેનું મહત્વ વધુ છે.

ઉજવણી:

મોટેભાગે પહેલી એપ્રિલે બપોર સુધી લોકોને મુર્ખ બનાવી નિર્દોષ આનંદ મેળવવાની પરંપરા છે. સગા, ઓળખીતા, પાડોશી કે મિત્રોને કોઈ ખોટી વાતમાં ફસાવી દઈ બપોર સુધીમાં તેમને ખબર પડે કે પોતે મુર્ખ બન્યા છે અને પછી મુર્ખ બનાવનાર અને બનનાર બધા આનંદ મેળવે તેવી રીતે તેની ઉજવણી થાય છે. છાપાં, ચેનલો અને હવે તો સોશિયલ મીડિયામાં પણ ભળતા સમાચાર પ્રસારિત કરો મોટા લોકસમુહને મુર્ખ બનાવાય છે. આવા ખોટા સમાચારોની વચ્ચે કે અંતે આ એપ્રિલફૂલ છે તેવો કંઇક ગર્ભિત ઈશારો પણ હોય છે. કેટલીકવાર બીજા દિવસે કહેવાય છે કે ફલાણા સમાચાર એપ્રિલફૂલ હતા. આમ છતાં, એપ્રિલફૂલ બનાવતા સામાવાળાને કોઈ નુકશાન ના પહોંચે તેનું ધ્યાન રખાય છે.

યુરોપ અને અમેરિકામાં કેટલીક વખત લાખો લોકો એપ્રીલફૂલના કારણે મુર્ખ બનેલા જોવામાં આવેલું છે. આવી પરંપરામાં કોઈ અફવા ના ફેલાય અને અફરાતફરી ના ફેલાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે સાથે અન્ય દેશો કે સંસ્કૃતિઓની પરંપરાઓ માટે આપણે જેટલા ઘેલા થઈએ છીએ તેનાથી વધુ આપણી પરંપરાઓ અને ઉત્સવોને ઉજવીએ એ પણ જરૂરી છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

એપ્રિલફૂલ દિવસ – 1 એપ્રિલ was last modified: April 1st, 2017 by Pankaj Patel