કવિતા  અથવા કાવ્ય અને સ્વાસ્થ્ય એ બંનેની જોડી સામાન્યતઃ જોવા મળતી નથી પરંતુ, પ્રાચીન સાહિત્ય અને જોડકણામાં આ સમન્વય સુપેરે મળે છે. આવી જ એક યાદ રહી જાય તેવી અને જીવનોપયોગી કવિતા માણો.

 

ઉનાળે કેરી ને આમળા ભલા
શિયાળે સુંઠ અને  તલ ભલા,
ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે  બાજરી ના રોટલા અને  મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ,  મરચું  અને  આમલી,  સોપારી  અને  તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ,  શરદી, અને  વેદના,  ભાગે  તેના જરૂર.

ખાંડ, મીઠું  અને સોડા,  એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય  
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
  
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,  
સેવન કરો જો  મારું તો,  પિત્ત ને મારું  હું  લાતો.      

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો  થાય.

મગ કહે:  હું લીલો દાણો અને  મારે  માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ        

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,      
રસ જો પીએ  મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
  
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ  
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ  ગુણ છે પુરા વીસ      

ઉનાળો જોગીનો,  શિયાળો ભોગીનો  ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

પ્રાચીન સમયથી લોકોની બોલીમાં અને કવિતા ઓમાં તેમજ જોડકણામાં સ્વાસ્થ્ય અને આયુર્વેદ જાણે કે વણાયેલ છે. આપણે જેમ જેમ આધુનિકતા તરફ આગળ વધીએ છીએ તેમ તેમ આપણી પ્રાચીન ધરોહરને ભૂલી રહ્યા છીએ, જે ખેદજનક છે. આજના ઇન્ટરનેટના જમાનામાં નવી પદ્ધતિઓ તેના સંરક્ષણમાં મદદરૂપ થાય તેમ તેનો ઉપયોગ કરીએ તો વધુ સારું 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

કવિતા – સ્વાસ્થ્યની, જુનું નવી રીતે was last modified: January 29th, 2017 by Pankaj Patel