Press "Enter" to skip to content

‘શહીદ દિવસ’ – ગાંધી નિર્વાણ દિન

Pankaj Patel 0

તારીખ : 30મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નવી દિલ્હી ખાતે હત્યા થઇ હતી. બાપુના નિર્વાણ દિવસને આઝાદીની સમસ્ત ચળવળ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરી બપોરે 11:૦૦ વાગે સમગ્ર દેશમાં બે મીનીટનું મૌન પાળવાની પ્રથા છે.

અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મુલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્ર-પ્રમુખોએ તેમના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજીક કાર્યક્રમોની રૂપરેખા ઘડીને સફળતા મેળવી છે. દુનિયામાં હાલમાં પણ ગાંધીજીના જીવન મુલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે. તેની સામે આપણા દેશમાં ગાંધી મૂલ્યોનો હ્રાસ થઇ રહ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. રાજકીય નેતાઓ અને પક્ષો માટે ગાંધીજી માત્ર નામ બની રહ્યા છે. મત મેળવવા આ નામની જરૂર હોવાથી અનિચ્છાએ પણ તે નામનો ઉપયોગ તો કરી છે પણ નીતિઓ અને જીવનમાંથી ગાંધી-મુલ્યો ધીમે ધીમે ભુલાઈ રહ્યા હોય તેમ સામાન્ય લોકોને લાગી રહ્યું છે. આવામાં ‘શહીદ દિવસ’ એ માત્ર ઔપચારિકતા બની રહે છે. કેટલાક તો બે મીનીટનું મૌન પણ પાળતા નથી. કેટલાકને ગાંધીજીના મુલ્યો પસંદ ના હોય તે શક્ય છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત રજુ કરવાનો અધિકાર છે. પણ ‘શહીદ દિવસ’  એ સમગ્ર દેશના શહીદોને યાદ કરવાનો અવસર છે. આ દિવસનું માન સચવાય એ ઇચ્છનીય છે

આજે દુનિયાભરમાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓ માટે ભારત એ બજાર બન્યું છે ત્યારે ગાંધીની સ્વદેશીની વિચારસરણી આપણને ના ગમે. ડગલે ને પગલે જુઠ ઉપર ટકેલો આજનો વ્યવહાર ગાંધીના સત્યના આગ્રહને ના માને. રોજ-બરોજ હિંસાને મહત્વ આપતો આજનો સમાજ ગાંધીના અહિંસાના સિદ્ધાંતને ના સમજે. દેખાડો કરવાના શોખીન આપણને એક પોતડીમાં લપેટાયેલા ગાંધીનું શરીર ફેશનેબલ નહી લાગે. આ બધું સ્વાભાવિક લાગે છે પણ જે સમય, વાતાવરણ અને પરિસ્થિતિઓમાં આ સિદ્ધાંતો સાથે ગાંધીજી જીવ્યા એ પરિસ્થિતિઓ આજના કરતા વધારે પ્રતિકુળ હતી. અને એટલે જ આજે અગાઉ કરતા પણ વધુ ગાંધી મુલ્યોના ફેલાવાની જરૂર છે. સાચે જ, આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલું કે ‘લોકો વિશ્વાસ નહી કરે કે હાડ-માંસનો આવો માનવી ખરેખર જીવતો હતો’.  અર્થાત, આવા મુલ્યો સાથે જીવાય તેવું લોકો માની પણ નહી શકે. એ કથનને આજે આપણે એક સદી કરતા પણ ઓછા સમયમાં સાચુ સાબિત કરી દીધું.

માભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી-અનામી શહીદોને કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ ‘શહીદ દિવસ’ ને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *