Press "Enter" to skip to content

હસો, ખૂબ હસો, હજી સમય છે જરા લ્યો હસી; પરંતુ હસવા સમી ન બનાવશો જિંદગી.

Yogesh Patel 0

Capture

આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ એની ચિંતા કરવાને બદલે જે સમય મળ્યો છે એને હસી મજાકથી અને આંનદથી પસાર કરવાની વાત અહીં કવિએ કરી છે. જીવનમાં મળેલા આ અનમોલ સમયમાં જેટલો સમય આપણે આનંદ અને ખૂશીથી પસાર કરીએ તેટલું જ આપણું જીવન મધુર બનશે. પરંતુ આનંદની સાથે સાથે આપણું જીવન એવું પણ ન બનાવવું જોઈએ કે લોકો એના પર હશે. આપણી જિંદગીને હાસ્યાસ્પદ ન બનાવતા અર્થપૂર્ણ બનાવવી જોઈએ.

આપણું જીવન – આપણે સુધારીએ

આપણું જીવન ટુંકુ છે કે મર્યાદિત છે માટે એને હસતા હસતા વિતાવવું જોઈએ.

આનંદની સાથે સાથે આપણે આપણા જીવનમાં એટલી હળવાશ પણ ન આવવા દેવી જોઈએ કે લોકોને આપણું જીવન નિરર્થક લાગે.

આનંદ ઉલ્લાસની સાથે સાથે મર્યાદા પણ જળવાઈ રહે એ પણ મહત્વનું છે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે કે,

‘જો તમે હસશો તો જગત તમારી સાથે હસશે, પરંતુ રડશો તો તમારે એકલાને જ રડવું પડશે’. 

કહેવાનો અર્થ એ છે કે જીવનમાં સુખ-દુઃખ તો આવતા જ રહેવાના છે.

જીવનમાં સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ જેવા છે.

જેમાં એક વાત નક્કી છે કે સુખ હોય કે દુઃખ હોય એ ટકવાનું નથી.

જિદગી એટલે સુખ-દુઃખનો સરવાળો. જો આનંદ અને ઉલ્લાસથી, ખુશીથી અને સંતોષથી જીવન જીવી શકાતું હોય તો પછી દુઃખી થઈ જીવન કેમ જીવવું ?

આપણે જો આનંદથી જીવીએ તો જ આપણે કોઈ બીજના મુખ પર સ્મિત લાવી શકીએ છીએ.

આવતીકાલમાં જીવવા કરતાં કે આવતીકાલની ચિંતા કર્યા કરતા આજે જે છે એમાં ખુશ રહેતા શિખવું જોઈએ.

કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘Life is short, enjoy it’.

એટલા માટે જ હાસ્યને આપણા જીવનમાં સમાવવું જોઈએ અને આનંદથી સર્વે કાર્યો કરવા જોઈએ.

હાસ્યની સાથે જીવન પ્રત્યે ગંભીરતા જરૂરી છે.

આનંદ અને ઉલ્લાસની સાથે સાથે આપણા જીવનની ગંભીરતાથી ન લેવાની ભૂલ કદાપિ ન કરવી જોઈએ. હાસ્યને સાથે સાથે આપણું જીવન પણ હાસ્યાસ્પદ ન બની જાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. હાસ્યની સાથે સાથે ગંભીરતા અને જવાબદારીથી જીવન વિતે તેનો જ કાઈંક અર્થ સરે છે. જીવનમાં રહેલી સમસ્યાઓ અને અનેક પ્રકારની જવાબદારીમાં ઘેરાયેલા હોવા છતા જો મોજ-મસ્તીમાં જ જીવન પસાર કરીએ તો એ શા કામનું? આપણી આપણે જવાબદારીઓ પ્રત્યે ગંભીર અને સભાન બનવું જોઈએ. જીવનની પણ એક મર્યાદા હોય છે અને એ મર્યાદામાં રહીને આપણે આનંદ અને ઉલ્લાસપૂર્વક જીવન વિતાવીએ તો જ આપણું જીવન સાર્થક ગણાય. એટલે જ કહેવાયું છે કે, ‘બધા લોકો મૃત્યુ પામે છે અથવા મરી જાય છે પરંતુ બધા લોકો જીવી શકતા નથી’.

(ધોરણ 8 થી 10માં વિચાર-વિસ્તાર અંતર્ગત આવી પક્તિઓ પૂછાઈ શકે છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *