Press "Enter" to skip to content

ગુજરાત બોર્ડ ટોપર્સ પેપર-16 : ધોરણ-10 : અંગ્રેજી

Yogesh Patel 0

GSEB બોર્ડ ટોપર્સ પેપર માટે  http://www.zigya.com/gseb અને https://goo.gl/46A3EQ આ બન્ને website હવે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે રોજીંદા online સર્ચ માટે ખાસ અગત્યની છે. પ્રથમ link અમારી website ની અને બીજી ગુજરાત માધ્યમિક બોર્ડની website ની છે. હાલના સ્પર્ધાના જમાનામાં વિદ્યાર્થીને કેટલું આવડે છે તેના કરતા કેવું પરિક્ષામા લખે છે તે વધારે મહત્વનું બની ગયું છે. GSEB બોર્ડ ટોપર્સ પેપર એ એવા વિદ્યાર્થીઓના બોર્ડની પરિક્ષામા લખાયેલા પેપરોની PDF છે જેમણે બોર્ડમાં સારા માર્ક્સ સાથે પરિક્ષા પાસ તો કરી જ હોય પણ તેમની લખાણ પધ્ધતિ બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બને. આ પેપરોનો તમો ઉપયોગ કરશો અને સાથે સાથે બીજા મિત્રોને પણ share કરશો જેથી આપણને જે આવડે છે તે વધુ માર્ક્સ મળે તે રીતે રજુ કરવાનું કૌશલ્ય સુધારવામાં ઉપયોગી થાય. GSEB બોર્ડ ટોપર્સ પેપર એ અમારા બ્લોગ http://www.zigya.com/blog/ માં ખાસ ચેનલ બનાવીને તમામ વિષયના પેપર આપવા પ્રયત્ન કરેલો છે. જેનો મહત્તમ ઉપયોગ થાય તો અમોને કરેલી મહેનત સાર્થક થયેલી લાગશે.

દીવાળી વેકેશનના અંત સાથે સૌ વિદ્યાર્થી મિત્રો અભ્યાસકાર્યમાં જોડાઈ ગયા. ધોરણ-10 અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓ કે જેઓએ બોર્ડની પરીક્ષા આપવાની છે તેઓ દીવાળી પછી તરત અભ્યાસકાર્યમાં જોડાઈ જાય છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોત્તમ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે. પરંતુ ઘણીવાર યોગ્ય માર્ગદર્શનના અભાવે હોશિયાર વિદ્યાર્થીઓ પણ ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી, ઘણીવાર પરિક્ષામાં સમય ઓછો પડે છે અને લખવાનું રહી જાય છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે તો વળી બોર્ડની પરીક્ષાનો અનુભવ પ્રથમ વખત થનાર હોઈ તેઓ માટે વધુ માર્ગદર્શનની જરૂર પડે છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુધી સાચું માર્ગદર્શન પહોંચાડવાના ઉદ્દેશથી વર્ષ 2015માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરિક્ષામાં જે વિદ્યાર્થીઓ ટોપ પર રહ્યા હોય તેમની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ Online મૂકાયેલી. જેને કારણે વર્તમાન વિદ્યાર્થીઓ એ ઉત્તરવહીનો અભ્યાસ કરી સચોટ માર્ગદર્શન મેળવી શકે અને એ પ્રમાણે પેપર લખી શકે. પરંતુ ખૂબ જ ઓછા લોકો સુધી પહોંચેલી એ માહિતીને Zigya ફરી એકવાર આપની સમક્ષ મૂકવા જઈ રહ્યું છે. અમે વિષય પ્રમાણે દરેક પેપરની અલગ PDF ફાઈલ તૈયાર કરી છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે.

તો મિત્રો, આજે ધોરણ-10 ના અંગ્રેજી વિષયની જવાબવહી-3ની PDF ફાઈલ મૂકી રહ્યા છીએ. આશા છે કે આપ સૌ એને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો.

બોર્ડમાં ટોપ કરેલ વિદ્યાર્થીની ઉત્તરવહીની પ્રશ્નપત્ર સાથેની PDF ફાઈલ :

Click Here : English-2015-3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *