Press "Enter" to skip to content

GUJCET-2017 ગુજરાતની પ્રવેશ પરિક્ષા

Pankaj Patel 0

વર્ષ 2016 અને વર્ષ 2017 બન્ને વચ્ચે અંતર માત્ર એક પરિક્ષાનુ છે, પરંતુ સાચા અર્થમાં જોવા જઈએ તો ઘણા બધા ફેરફારો અનુભવી શકાય તેમ છે. ગત વર્ષે ધોરણ 12 સાયન્સની પરિક્ષા સમયે GUJCET પરિક્ષા ગણાશે કે NEET પરિક્ષા ગણાશે તેની અવઢવ હતી. જ્યારે આ વર્ષે જે અભ્યાસક્રમો માટે NEET પરિક્ષાના આધારે પ્રવેશ મળવાનો છે તેવા MBBS અને BDS માટે લેવાનાર NEET-2017 ના અભ્યાસક્રમથી લઈને પરિક્ષાના માધ્યમ સહીત ઘણી સ્પષ્ટતા અત્યારથી જ થઇ ગઈ છે. તેજ પ્રમાણે GUJCET-2017 માટે પણ અગાઉથી જ સ્પષ્ટતા થઇ ગઈ છે. આ વર્ષે GUJCET પરિક્ષા માત્ર પેરામેડીકલ માટે જ નહી પણ એન્જીનીયરીંગ અને ફાર્મર્સી કોલેજોમાં પ્રવેશ મેળવવા જરૂરી છે. આમ, આ વર્ષથી ગુજકેટ પરિક્ષા સાચા અર્થમાં ગુજરાતમાં પ્રવેશ માટેની રાજ્ય કક્ષાની સર્વસામાન્ય પ્રવેશ પરિક્ષા બનેલી છે. માત્ર MBBS અને BDS તેમજ જે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ છે તેમના માટે જ અન્ય પ્રવેશ પરિક્ષા લેવાશે.

આમ, શરૂઆતમાં જણાતું હતું કે, મેડીકલ અને ડેન્ટલ માટે ગુજકેટ પરિક્ષા અર્થહીન બની જવાથી ગુજકેટ પરિક્ષાનુ મહત્વ ઘટી જશે. પરંતુ, રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય કક્ષાએ માત્ર પેરામેડીકલ અભ્યાસક્રમો માટે જ નહી પણ ઈજનેરી અને ફાર્મર્સી કોલેજોમાં પ્રવેશ પણ ગુજકેટ આધારે કરવાનું નક્કી કરતા સરવાળે ગુજકેટની પ્રવેશ પરિક્ષાનુ મહત્વ ખરેખર તો વધી ગયું છે. હવે જેઓ NEET પરિક્ષા આપીને મેડીકલ કે ડેન્ટલ વિધ્યાશાખાઓમાં પ્રવેશ મેળવવા માગે છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ ગુજકેટ પરિક્ષા જરૂરી બની જશે. અત્યારે જે સ્પષ્ટતાઓ થયેલી છે તે મુજબ પેરામેડીકલ અભ્યાસક્રમોમાં ગુજકેટ આધારિત પ્રવેશ થનાર હોઈ NEET ના પરિક્ષાર્થિઓ જો મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ના મેળવી શકે તો પેરામેડીકલ માટે NEETના મેરીટ મુજબ પ્રવેશ મળવાનો નથી. આ સંજોગોમાં તેઓએ પણ ગુજકેટ પરિક્ષા આપવી હિતાવહ છે. આમ, B ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજકેટ જરૂરી રહેશે. વળી, A ગ્રુપના વિદ્યાર્થીઓ જે JEE mains ની પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ મેળવતા હતા તેઓ એ પણ ગુજકેટ પરિક્ષા આપવાની રહેશે. એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના લગભગ તમામ વિદ્યાર્થીઓ હવેથી ગુજકેટના પરિક્ષાર્થી થનાર છે.

A ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ભૌતિકવિજ્ઞાન અને રસયાણવિજ્ઞાનની  સાથે ગણિત સમાવવામાં આવેલ છે, તો B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગણિતના સ્થાને જીવવિજ્ઞાન રહેશે. ગત વર્ષથી જ zigya દ્વારા ગુજકેટ પરિક્ષા માટે સવાલ અને જવાબના ફોરમેટ ઉપરાંત ટેસ્ટ ફોરમેટ પણ ઉપલબ્ધ બનાવી દેવાયેલ છે અને વર્ષ 2016 માં વિદ્યાર્થીઓએ તેને ખુબ સારો આવકાર આપેલ. ગત વર્ષે ગુજકેટ પરિક્ષા અગાઉ ઓછા સમય માટે અમો આ સેવા આપી શકેલ પણ આ વર્ષે અત્યારથી જ GUJCET 2017 માટે ટેસ્ટ ફોરમેટ ચાલુ કરી દેવામાં આવેલ છે. આપ zigyaની ગુજકેટ ટેસ્ટ પ્રકરણ પ્રમાણે આપી શકો છો અને આપની તૈયારીની સ્વયં સમિક્ષા કરી શકો છો. વધુ પુનરાવર્તન પણ કરી શકો છો. કેટલાક વિષયોમાં અથવા પ્રકરણોમાં પ્રશ્નોની સંખ્યા અપૂરતી જણાય તો ચિંતા કરશો નહી કેમ કે સમય સાથે zigya હંમેશા update થાય છે. તેથી હાલમાં કદાચ કોઈ પ્રકરણમાં પ્રશ્નોની સંખ્યા ઓછી હોય તો પણ થોડાક જ સમયમાં બીજા વધારાના પ્રશ્નો ઉમેરાઈ જવાના છે. આમ, આપની તૈયારીની દ્રષ્ટીએ અમો સતત પ્રયત્નશીલ છીએ. www.zigya.com દ્વારા જે કોઈ પણ અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાય છે તે સાચા અર્થમાં વિનામૂલ્યે છે. કોઈ છુપા ચાર્જ કે કોઈ સેવા વિશિષ્ટ લોકો માટે એવું અહી નથી. zigya ખરેખર તો શિક્ષણના સાર્વત્રીકકરણ માટે પ્રયત્નશીલ છે. આપ પણ અમારા રિસોર્સ સેન્ટરનો વિનામૂલ્યે લાભ લઇ શકો છો. આપને અમારી સેવાઓમાં કોઈ સુધારો સૂચવવાની જરૂર જણાય તો અમારા what’s app No. +91 90545 10579 ઉપર message કરી શકો છો. આ નંબર રજાના દિવસો સિવાય સવારે 10:30 થી સાંજે 5:૦૦ સુધી message માટે ચાલુ રહે છે. આ ઉપરાંત અમારા ફેસબુક પેજ દ્વારા પણ આપ અમારા સંપર્કમાં રહી શકો છો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *