રિસોર્સ સેન્ટર
વિનામૂલ્યે હંમેશા

Good Morning
10:32 am
ગુજરાત બોર્ડ રિસોર્સ સેન્ટર
ધોરણ 8 - 12 માટે

ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમનાં ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે Zigya ગતેત્યાં અને હરહંમેશ આપણી સાથે છે. અહીં આપ મનપસંદ પ્રશ્નો બુકમાર્ક પણ કરી શકશો. શિક્ષકો અને ટ્યુશન ક્લાસ સંચાલકો માટે એસાઇમૅન્ટ, ટેસ્ટ કે પ્રૅક્ટીસ પેપર ત્વરિત બનાવવા માટે Zigya એ આદર્શ સ્થળ છે. જો તમે Google માં ગુજરાતીમાં પ્રશ્ન ટાઇપ કરી સર્ચ કરો તો Zigya ત્યાં પણ ઉત્તર સાથે હાજર રહેશે.

 • Class 8
  Class 8
  ગણિત | ગુજરાતી | વિજ્ઞાન્ | સંસ્કૃત | સામાજીક વિજ્ઞાન્ | હીન્દી
  Zig In
 • Class 9
  Class 9
  ગણિત | ગુજરાતી | વિજ્ઞાન્ | સંસ્કૃત | સામાજીક વિજ્ઞાન્ | હીન્દી
  Zig In
 • Class 10
  Class 10
  गणित | ગુજરાતી | विज्ञान | सामाजिक विज्ञान
  Zig In
 • Class 11
  Class 11
  અર્થશાસ્ત્ર | કમ્પ્યુટર પરિચય | ગણિત | ગુજરાતી | જીવવિજ્ઞાન | ભૌતિક વિજ્ઞાન | મનોવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | સમાજશાસ્ત્ર | સંસ્કૃત
  Zig In
 • Class 12
  Class 12
  મનોવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | સમાજશાસ્ત્ર | સંસ્કૃત | અર્થશાસ્ત્ર | કમ્પ્યુટર પરિચય | ગણિત | ગુજરાતી | જીવવિજ્ઞાન | ભૌતિક વિજ્ઞાન
  Zig In
એસાઈનમૅન્ટ બનાવવા માટે
શિક્ષકોની ખુશી માટે
Zigya Assignments એ વિદ્યાર્થીઓ માટે ત્વરિત અને સાહજિક રીતે એસાઇમૅન્ટ કે પ્રેક્ટીસ પેપર બનાવવા માટેનું આદર્શ સ્થળ છે. અહીં આપ ખાલી જગ્યા, MCQ, ખરાં-ખોટાં, લાંબા પ્રશ્નો, ટુંકા પ્રશ્નો જેવાં જુદાં જુદાં પ્રશ્નોના પ્રકાર એક સાથે સમાવવાની સગવડ મેળવી શકો છો.
GUJCET 2017
શિક્ષકોની ખુશી માટે
ચાલુ વર્ષે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા યોજાનાર NEET એટલે કે NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (UG) – 2017 સૌ પ્રથમ વખત અન્ય ભાષાઓની સાથે ગુજરાતીમાં પણ યોજાશે. આ પરિક્ષા MBBS/BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કેન્દ્રીયકૃત પરિક્ષા છે. ગુજરાતમાં આ અગાઉ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરિક્ષા યોજાતી હતી તેને સ્થાને ચાલુ વર્ષથી NEET પરિક્ષાના મેરીટ આધારે ઉપરોક્ત અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવનાર છે. ગુજરાતની તમામ સરકારી અને ખાનગી મેડીકલ/ડેન્ટલ કોલેજો તેમજ પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ હવે NEET પરિક્ષાના મેરીટ આધારે પ્રવેશ મેળવવાનો થતો હોઈ zigya દ્વારા ગુજરાતી માધ્યમમાં ગુજરાત બોર્ડે તૈયાર કરેલા પુસ્તકો આધારે આ test તૈયાર કરવામાં આવી છે જેનો લગતા વળગતા સહુ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી અપેક્ષા છે.
 • Test yourself
  Test Yourself
  GUJCET test in Gujarati language.
  Zig In
અગાઉના વર્ષોના પેપર
અંતિમ તૈયારી માટે
તમારા પૂરોગામીઓએ જે પ્રશ્નોનો પરીક્ષામાં સામનો કરેલો તે તમારા માટે અનુભવ બને છે. તેની ખાસ તૈયારી તમારા માટે આવશ્યક છે. તમે અહીં દરેક પ્રકરણ સાથે તેનો અભ્યાસ કરી શકો છો. જો એમ કરવામાં ચુકી જવાય તો વિષયવાર છેલ્લા દસ વર્ષના ઉત્તરસહિત પેપરો તમારા માટે હાજર છે. વળી, જો તમે ઇચ્છો તો તેને ડાઉનલોડ પણ કરી શકશો.
બુક સ્ટૉર
ખાસ તમારા માટે
જ્યારે તમો Zigya સાથે અભ્યાસ કરતા હોવ ત્યારે, તમારા અભ્યાસક્રમનાં પ્રકરણો કે પુસ્તકો જોવાં બીજે જવાની જરૂર નથી. વળી અહીં જુદાં જુદાં બોર્ડનાં પુસ્તકો કે પ્રકરણોની સરખામણી પણ કરી શકો છો. તેને ડાઉનલોડ પણ કરી શકો છો. અમારો બુક સ્ટૉર Zigya ના સભ્યોના રસ મુજબ સતત ઉમેરાતી માહિતીથી સમૃદ્ધ બનતો રહેશે. આજે જ મુલાકાત લો.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ

NEET રીસોર્સ સેન્ટર
સ્પર્ધામાં આગળ રહેવા માટે

સ્પર્ધાત્મક પરીક્ષાની અંતિમ તૈયારી અગાઉ પુનરાવર્તન અનિવાર્ય છે. અહીં આપ પ્રકરણ અનુસાર દરેક વિષયનો મહાવરો કરી શકો છો. સાથે અગાઉના વર્ષોનાં ઉત્તર સહિત પેપરો તમારી તૈયારીમાં મદદરૂપ થશે. પરીક્ષાનું માળખું અને પદ્ધતિની જાણકારી મળશે. ટેસ્ટ ફૉર્મેટમાં તમે તમારી તૈયારી સતત ચકાસતા રહી ગુણવત્તા સુધારી શકો છો.

 • Test yourself
  Test Yourself - English
  NEET test in English language.
  Zig In
 • Test yourself
  Test Yourself - Gujarati
  NEET test in Gujarati language.
  Zig In
JEE રિસોર્સ સેન્ટર
હરોળમાં આગળ રહેવા માટે

Zigya સાથે અભ્યાસ કરતાં આપ વર્ષ દરમિયાન કે વર્ષાન્તે જ્યારે ઇચ્છો ત્યારે અભ્યાસક્રમ મુજબનું સ્વમુલ્યાંકન કરી શકો છો. પ્રકરણ કે વિષય મુજબ ટેસ્ટ આપી તમારી તૈયારીને ધારદાર બનાવો. અહીં અગાઉના વર્ષોનાં પેપર ઉત્તર સહિત તમને વધુ અસરકારક તૈયારીમાં સાથ આપવા પ્રસ્તુત છે. સતત પ્રૅક્ટીસ કરો અને આગળ વધો.

 • Study
  Study
  Study for JEE in Gujarati language.
  Zig In
 • Test yourself
  Test Yourself
  JEE test in English and Gujarati language.
  Zig In
Zigya
Education Company

Zigya એ સંસ્કૃત શબ્દ “જીજ્ઞાસા” ઉપરથી લેવાયેલ શબ્દ છે અને તે કંપનીનો પાયો છે. જીજ્ઞાસાએ અભ્યાસનો આધાર છે. તેથી જ Zigya એ વિશિષ્ટ અભિગમ અપનાવ્યો છે. જેમાં ભણાવવાનું નહી પણ શિખવાનું અથવા જાણવાનું મહત્વ છે.

Zigya એવી રીતે બનાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી જ્યારે જરૂર હોય ત્યારે તેના મનમાં ઉદભવતાં પ્રશ્નોના જવાબ સ્વત: મેળવી શકે. જેથી તેની જીજ્ઞાશા સંતોષાય. Zigya નો પ્રયત્ન શૈક્ષણિક જગતમાં એવું પ્લૅટફૉમ ઉભું કરવાનો છે, કે જ્યાં લોકો પારસ્પરિક આપ-લેનો લાભ મેળવી સમૃદ્ધ થાય.

Zigya નો ઉદ્દેશ દરેકના માટે ઉપયોગી એવું Resource Centre પુરું પાડવાનો છે, જ્યાં વિદ્યાર્થી જાતે પોતાની પદ્ધતિથી ભણે. જ્યાં જરૂરિયાત વાળા વિદ્યાર્થી અને કેળવણીકારોની જરૂરિયાત સંતોષાય એવું તદ્દ્ન વિનામૂલ્યે અને સાર્વત્રિક શિક્ષણનું Resource Centre પુરું પાડવાનો Zigya નો ધ્યેય છે.

Recent Posts

International Day of Yoga
International Day of Yoga

June 21 is celebrated as International day of yoga. On December 11th, 2014, the United Nations General Assembly declared June 21st as the International Yoga day.

Yoga is a Sanskrit word which means to connect. It connects mind, soul and body.Yoga in India is considered to be around 5,000-year-old mental, physical and spiritual practice. Yoga was originated in India in ancient time when people were used of meditation to transform their body and mind.

Yoga is a part of our Indian culture that runs over the centuries. In Hinduism, Buddhism and Jainism, yoga is associated with meditation.

The Idea of an international day of yoga was first proposed by the prime minister of India, Mr.Narendra Modi during his address to UN General Assembly on, September 27, 2014, wherein he stated: "Yoga is an invaluable gift of India's ancient tradition. It embodies the unity of mind and body; thought and action; restraint and fulfilment; harmony between man and nature; a holistic approach to health and well-being. It is not about exercise but to discover the sense of oneness with yourself, the world and nature.

yoga-zigya-1

OBJECTIVES OF WORLD YOGA DAY

International Day of Yoga has been adopted to fulfil the following objectives:

To let people know the amazing and natural benefits of yoga.
To connect people to nature by practicing yoga.
To make people get used of meditation through yoga.
To draw the attention of people worldwide towards the holistic benefits of yoga.
To reduce the rate of health challenging diseases all over the world.
To bring communities much closer to spend a day for health from a busy schedule.
To enhance growth, development and spread peace all through the world.
To help people in their bad situations themselves by getting relief from stress through yoga.
To strengthen the global coordination among people through yoga.
To make people aware of physical and mental diseases and its solutions through practicing yoga.
To protect unhealthy practices and promote and respect the good practices to make health better.
To let people know their rights of good health and healthy lifestyle to completely enjoy the highest standard of physical and mental health.
To link between protection of health and sustainable health development.
To get a win over all the health challenges through regular yoga practice.
To promote better mental and physical health of people through yoga practice.

21st June is also celebrated as the longest day of the year in the Northern Hemisphere and it has great significance in many parts of the world.

રાષ્ટ્રપતિ - ચૂંટણી અંગે જાણવા જેવુ.
રાષ્ટ્રપતિ - ચૂંટણી અંગે જાણવા જેવુ.

વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ તરીકે શ્રી પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂર્ણ થવામાં છે અને ભારતના આગામી રાષ્ટ્રપતિની ચુંટણી માટે રાજકીય ગતિવિધી તેજ છે. તે સંજોગોમાં સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ધોરણ 8 થી ધોરણ 12 ના નાગરિકશાસ્ત્રના અભ્યાસું વિદ્યાર્થીઓ જ નહી, પણ ભારતના દરેક નાગરિકે રાષ્ટ્રપતિની ચુંટણી અને રાષ્ટ્રપતિના પદ અંગે જાણકારી મેળવવી જોઈએ. અહીં ગુજરાત બોર્ડના સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ના અભ્યાસક્રમ અનુસાર રાષ્ટ્રપતિની ચુંટણીની કેટલીક રસપ્રદ માહિતી રજૂ કરેલ છે.


રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા છે અને તે દેશના પ્રથમ નાગરિક ગણાય  છે. ભારતીય બંધારણના અનુચ્છેદ-52માં કરેલ જોગવાઇ મુજબ રાષ્ટ્રપતિ એ ભારત રાષ્ટ્રના પ્રમુખ છે. ભારત એ સંસદીય લોકશાહી છે. સંસદ દ્વારા ચુંટાયેલ વડાપ્રધાન એ ભારતના વહીવટી વડા છે.

 
ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી થાય છે. ભારતીય રાષ્ટ્રપતિ બંધારણ અનુસાર સર્વોચ્ચ પદ છે. તથા તેઓ વહીવતી સત્તા, નાણાંકીય સત્તા, લશ્કરી સત્તા, રાજધ્વારી સત્તા, ધારાકીય સત્તા, કટોકટીની સત્તા, ન્યાયીક સત્તા અને એ બધાથી ઉપરાંત વિટોપાવરની સત્તા ધરાવે છે. આમ છતાં વ્યવહારમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ અનુસાર વહીવટ ચલાવે છે. એનો અર્થ એ કે તમામ સત્તા રાષ્ટ્રપતિના નામે હોવા છતાં વહીવટ પ્રધાનમંડળ અને તેના વડા વડાપ્રધાન ચલાવે છે.

 
ઉમેદવારી માટેની લાયકાત:

 • ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારની લાયકાત નીચે પ્રમાણે હોવી જરૂરી છે: 
 • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.
 • ઉમેદવાર લોકસભાના સભ્ય તરીકેની ચુંટણી લડવાની તમામ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
 • ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્યસરકારમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ.
 • ભારતના બંધારણના અનુચ્છેદ-59 મુજબ ઉમેદવાર પોતે સંસદ કે વિધાનસભાનો સભ્ય હોવો જોઈએ નહી.

રાષ્ટ્રપતિ પદ માટે :

 • રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ઉમેદવારી માટે બંધારણથી નક્કી થયાં મુજબ મતદાન મંડળનાં સભ્યોનો દરખાસ્ત મુકનાર તરીકે ટેકો હોવો જોઈએ.
 • રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રૂ 15,000 રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)માં ડીપોઝીટ જમા કરાવવાની થાય. જો કુલ મતના 1/6 મત ન મળે તો ડીપોઝીટ જપ્ત થાય છે. 
 • રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં અનુપાતિક પ્રતિનિધિત્વ અનુસાર મતમૂલ્ય નક્કી કરવામાં આવે છે. એટલે કે મત આપનાર સંસદ સભ્ય કે વિધાનસભાના સભ્યના મતનું મૂલ્ય અલગ અલગ હોય છે. 

રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા:

 • ભારતીય બંધારણના અનુચ્છેદ-54 અનુસાર ભારતના રાષ્ટ્રપતિની ચુંટણી કરવામાં આવે છે.
 • રાષ્ટ્રપતિની ચુંટણીમાં સાંસદ એટલે કે રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોમાં ચુંટાયેલા સભ્યો, તથા રાજ્યોની વિધાનસભામાં ચુંટાયેલા સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાન સભામાં ચુંટાયેલા સભ્યો ભાગ લે છે. 
 • રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાયેલા લોકસભાના બે સભ્યો અને રાજ્યસભ્યાના 12 સભ્યો તેમ જ રાજ્યપાલ દ્વારા નુમણૂક પામેલ એક એન્ગલો ઇન્ડિયન સભ્ય અને વિધાનપરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લઈ શકતા નથી. 
 •  ભારતીય બંધારણના અનુચ્છેદ-59 અનુસાર રાષ્ટ્રપતિને ભારતની સંચિત નિધિમાંથી સંસદ કાયદાથી નક્કી કરે તે પગાર મળે છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિને દરમાસે રૂ 1,50,000 પગાર મળે છે અને નિવૃત્તિ બાદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અડધા પગાર જેટલું પેન્શન આપવામાં આવે છે. રાષ્ટ્રપતિના અવસાન બાદ પરિવારને અડધું પેન્શન આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિનો હોદ્દો કેવા સંજોગોમાં ખાલી પડે છે?

 • રાષ્ટ્રપતિ પોતે રાજીનામું આપે ત્યારે
 • ચાલુ કાર્યકાળે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો,
 • રાષ્ટ્રપતિના કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારે,
 • રાષ્ટ્રપતિના ચાલુ કાર્યકાળમાં મહાભિયોગની દખાસ્ત કાયદાનુસાર પસાર થાય તો,
 • રાષ્ટ્રપતિની ચુંટણી સુપ્રિમ કોર્ટ દ્ધારા અયોગ્ય જાહેર કરી રદ્ કરવામાં આવે ત્યારે,

ભારતના રાષ્ટ્રપતિ ચુંટાયા બાદ બંધારણના અનુચ્છેદ-60 મુજબ હોદ્દો સંભાળતા પહેલાં શપથ લે છે. રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય નાયાધિશ શપથ લેવડાવે છે. કોઈ કારણ સર મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો વરિષ્ઠત્તમ ન્યાયાધિશ શપથ લેવડાવે છે.

વૈષ્ણવજન તો તેને કહીએ
વૈષ્ણવજન તો તેને કહીએ

વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને રે કહીએ..... આ ગુજરાતી ભજન અથવા પદ એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સૌથી પ્રિય ભજન છે. ગુજરાત બોર્ડના ગુજરાતી ધોરણ 10 ના પ્રકરણ 1 તરીકે વૈષ્ણવજન પદને અભ્યાસક્રમમાં દાખલ કરીને ખરેખર પુસ્તકને મુલ્યવાન બનાવ્યું છે તેવું લાગ્યા વગર રહેતું નથી. વૈષ્ણવજન પદ એ ગુજરાત અને ગુજરાતીના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું ભજન છે.

નરસિંહ મહેતા : 
સૌપ્રથમ આપણે નરસિંહ મહેતાનો પરિચય મેળવીએ. ઇ.સ.ની 15 મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતા જુનાગઠના રહેવાસી અને નાગર બ્રાહ્મણ હતા. કૃષ્ણભક્તિમાં  તરબોળ નરસિંહ મહેતાએ અનેક  પદો,ભજનો, પ્રભાતિયા વગેરેની રચના કરેલ અને આજે પણ દરેક ગુજરાતી ઘર અને મંદિરોમાં તેમના ભજનો કે કાવ્યો ગવાય છે. દરેક ભજનમંડળી કે સંત્સગમાં પણ નરસિંહ મહેતાની રચનાઓ ગવાય છે. “કુંવરબાઈનું મામેરૂ”, “મારી હુંડી સ્વીકારો મહરાજ”, વગેરે જેવી અનેક નરસિંહ મહેતાની રચનાઓ આજે પણ લોકપ્રિય છે.

મહાત્મા ગાંધી :  
મહત્મા ગાંધીજીને આ ભજન અતિપ્રિય હતું અને તેમણે “આશ્રમ ભજનાવલી” માં તેનો સમાવેશ કરેલો. આથી પણ માત્ર ગુજરાત અને ભારતમાં જ નહી પરંતું દુનિયાભરમાં આ પદ ખુબ જ પ્રસિદ્વિ પામેલ છે. આ પદમાં સરળ ભાષા અને રાગબધ્ધ ગાઈ શકાય એવી રચના હોવાથી સદીઓથી તે ગવાતું અને સંભળાતું રહ્યું છે. 

કાવ્યસાર : 
આ સમગ્ર પદમાં કવિએ વૈષ્ણવજન એટલે કે વિષ્ણુની ઉપાસના કરનાર “વૈષ્ણવ” કેવો હોય છે અથવા કેવો વ્યક્તિ વૈષ્ણવજન કહેવાય તેનો આબેહુબ ચિતાર આપ્યો છે. ક્રમબધ્ધ કાવ્યની પંક્તિઓ વાંચતા જઈએ તેમ તેમ કવિ તેના લક્ષણો કે ખાસિયતો જણાવતા જાય છે. સમગ્ર રીતે જોઈએ તો પારકાની પીડા જાણી શકનાર, બીજાનું ભલું કરે પણ તેનું અભિમાન ન કરનાર, બીજાની નિંદા ન કરે તેવો, નિર્મળ મનવાળો, અસત્ય ન બોલે અને પારકાની સ્ત્રીને માતાતુલ્ય માને, લોભ, કામ, કપટ, ક્રોધ જેવા દુર્ગુણો ના ધરાવતો વ્યક્તિ કવિના મતે વૈષ્ણવજન કહેવાય છે. અને આવી વ્યક્તિ એ પોતે જ તીર્થરૂપ હોય છે. જેના દર્શન કરવાથી આપણો પણ બેડો પાર થઈ જાય એમ કવિ માને છે.

પરિક્ષાલક્ષી :

આ કાવ્ય ખુબ જુના સમયમાં રચાયેલું હોવાથી તેમાં કેટલાક તળપદા શબ્દો છે જેનો અર્થ વિદ્યાર્થીઓએ સારી રીતે સમજી લેવો જોઈએ, વળી, સરળ પ્રકારના સમાનાર્થી અને વિરૂદ્ધાર્થી શબ્દો પણ સમજી લેવા જોઈએ જેથી પરીક્ષાની દ્રષ્ટિએ પણ તૈયારી થઈ રહે. વિદ્યાર્થીઓએ કાવ્યની પ્રત્યેક પંક્તિ કંઠસ્થ કરવી જોઈએ અને દરેક પંક્તિનો અર્થ સમજવો જોઈએ. જેથી કાવ્યપંક્તિ સમજાવવાના પ્રશ્નોનો પણ સરળતાથી ઉત્તર આપી શકાય અને સારાં ગુણ મેળવી શકાય.

વિશેષ : 
આ કાવ્યને ખુબ સરસ રીતે ગાઈ શકાય તેમ છે. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર - લતાજીના અવાજમાં આખું પદ સાંભળવા માટે અહીં લીંક આપેલ છે જે સાંભળી યાદ રાખવામાં ઉપયોગી થશે. શાળાઓમાં પ્રાર્થનામાં પણ આ કાવ્ય ગવડાવી શકાય. વધુમાં zigya સાથે અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ કાવ્યના Book Question અને વધારાના zigya Question ના ઉત્તરો સાઇટ પરથી જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે જોઈ શકે અને અભ્યાસ કરી શકે તે માટે મુકેલાં છે.

[embed]https://www.youtube.com/watch?v=rKAhRsqvZqo[/embed]