GUJCET Information

ગુજરાત કૉમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે GUJCET એ રાજ્યકક્ષાની તબીબી ક્ષેત્રોમાં (મેડિકલ અને પેરા મિડીકલ) પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા છે. ગુજરાત રાજ્યની સરકારી તેમજ ખાનગી તબીબી કૉલેજોમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપવી અનિવાર્ય છે. BDS, MBBS, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગ, ઓપ્ટ્રોમેટ્રી વગેરે તબીબી ક્ષેત્રોમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ જો ગુજરાતમાં તબીબી ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ GUJCETની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિષયના સૈદ્ધાંતિક કુલ ગુણમાંથી મેળવેલ ગુણ અને કૉમન એન્ટરન્સ ટેસ્ટ (GUJCET)ના મેળવેલ ગુણને ગણતરીમાં લઈને પ્રવેશ સમિતિ નક્કી કરે તે રીતે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે.

advertisment