Press "Enter" to skip to content

અક્ષરધામ મંદિર હુમલો 2002

Pankaj Patel 5

અક્ષરધામ મંદિર એ ગાંધીનગરની ઓળખ છે. 2002 ના વર્ષની ઘણી બધી યાદો ગુજરાત અને દેશ માટે દુખદ છે. 24 September 2002 ના દિવસે થયેલો આતંકી હુમલો દેશના જધન્ય હુમલા પૈકી એક છે.


ગાંધીનગર અક્ષરધામ ખાતે આતંકી હુમલામાં 30 નિર્દોષ શ્રદ્ધાળુઓના મોત થયા અને 80 ઘાયલ થયેલા.

આ હુમલો માત્ર મંદિર પરનો હુમલો નહોતો.

ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને શાંતિને હુમલાખોરોએ નિશાન બનાવેલ.

મુખ્યમંત્રી અને રાજ્યપાલના નિવાસથી થોડા મીટર દૂર થયેલા હુમલાએ સુરક્ષાના લીરા ઉડાડી દીધા.


અક્ષરધામ મંદિર

આતંકી હુમલા વખતે સુરક્ષા જવાનો

 

અક્ષરધામ મંદિર

અક્ષરધામનો રાત્રિ દેખાવ

24 સપ્ટેબર 2002 ની સાંજે પાંચ વાગ્યાની આસપાસ બે શસ્ત્રધારી આતંકીઓ મંદિર પરિસરમાં દાખલ થયા. અંધાધૂધ ગોળીબાર કરી મહત્તમ જાનહાનિ કરવાનો તેમનો ઇરાદો હતો. નિર્દોષ લોકો ઉપર ગોળીબાર થતાં જ 2-3 મિનિટમાં મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી. તુરંત સ્થાનિક પોલીસ અને સ્ટેટ કમાન્ડો ઘટના સ્થળે પહોચી મોરચો સાંભળી લીધો.


મંદિર વહીવટી તંત્ર અને સ્વયંસેવકોએ મંદિરનુ મુખ્ય દ્વાર બંધ કરી દેતાં આતંકીઓ મુખ્ય મંદિરમાં પ્રવેશી શક્યા નહીં અને મોટી જાનહાનિ ટાળી શકાઈ. તેમ છતાં, ઘણા શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હાજર હતા તે હુમલાખોરોની ઝપટે આવી ગયા. સાંજ સુધી હુમલાખોરો સ્થળ બદલી ગોળીબાર કરતાં રહ્યા. 5:30 વાગ્યે સાંજે NSG બોલાવવા વિનંતી કરાઇ અને રાત્રે 10:00 વાગ્યે NSG એ પોઝિશન સાંભળી પણ લીધી.


પૂરી રાત સુરક્ષા દળોએ આતંકીઓને મંદિરના એક જ વિસ્તારમાં રોકી રાખ્યા. NSG અને રાજ્ય સુરક્ષા દળની બહુસ્તરીય વ્યુહ રચના દ્વારા વહેલી સવારે બંને આતંકીઓને મારી દેવામાં આવ્યા. સમગ્ર ઓપરેશન પૂરું થયું પણ ઘટનાના ઊંડા ઘા હજુ આપણે અનુભવીએ છીએ.

 

અક્ષરધામ મંદિર

અક્ષરધામ મંદિર – ગાંધીનગર, ગુજરાત

2002 પછી સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા.

પણ કરોડો લોકોની આસ્થાના પ્રતિક અક્ષરધામ ઉપરનો હુમલો આજે ય ગુજરાતી લોકમાનસમાં ભૂલાય તેમ નથી.

આ હુમલાના આરોપીઓ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં નિર્દોષ છૂટયા.

રાજકારણ અને પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવે જ.

ઘાયલ થયેલ NSG કમાન્ડો મહિનાઓ સુધી દવાખાને રહેવા છતાં તેની ખબર લેનાર કોઈ નહોતું !


અંતે આ હુમલામાં જીવ ખોનાર નિર્દોષ શ્રદ્ધાળુઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. આવી ઘટના ફરી ક્યારેય ના બને તેની તકેદારી દરેક સ્તરે રખાય અને ગુજરાતની શાંતિ અને સલામતી જળવાય. ગાંધીનું ગુજરાત સમૃદ્ધ અને ભાઈચારનું પ્રતિક બને એ જ અભ્યર્થના.


આતંકવાદ દુનિયામાં દરેક માટે ખતરો જ છે.

દરેક દેશ અને પ્રજા આ સ્વીકારે એ જરૂરી છે.

ભારત બીજું મધ્ય-પૂર્વ ના બને એ જોવું રહ્યું.

સરકારો અને રાજકીય પક્ષો આ બાબતે તો એકમત થશે જ એવી આશા.

 1. If some one needs to be updated with most recent technologies then he must
  be visit this web site and be up to date all the time.

 2. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets
  I could add to my blog that automatically tweet my newest
  twitter updates. I’ve been looking for a plug-in like
  this for quite some time and was hoping maybe you would have some experience with
  something like this. Please let me know if you run into
  anything. I truly enjoy reading your blog and I look
  forward to your new updates.

 3. Hi, i think that i saw you visited my website thus i came to
  “return the favor”.I am attempting to find things
  to improve my web site!I suppose its ok to use a few
  of your ideas!!

 4. Pankaj Patel Pankaj Patel

  thanks for following. I think your profile is without your photo on our site. send me one … I would like to attach it with your profile .. you know number of your blogs are doing good even today ..

 5. Yogesh Patel Yogesh Patel

  Superb Blog Pankajkaka…………

Leave a Reply

Your email address will not be published.