Press "Enter" to skip to content

અજમો – આપણા રસોડાનું ઔષધ

Pankaj Patel 0

અજમો (શાસ્ત્રીય નામ: ટ્રેચીસ્પરમમ એમ્મી – Trachyspermum ammi),

આ ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે.

તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે.

અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ (bishop’s weed) તરીકે ઓળખાય છે.

અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે.

તે સિવાય તેને કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે.

આના બીજનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે થાય છે.

અજમો

આપણા રસોડામાં અનેક ઔષધીઓ વપરાતી હોય છે. આપણે તેના પૂરતા ગુણ અને ઉપયોગો વિષે ઘણીવાર પૂરતી જાણકારી ધરાવતા હોતા નથી તેથી તેના ગુણોનો લાભ ઉઠાવી શકતા નથી. આવા મસાલાઓ પૈકી અજમો એક મહત્વની મસાલા વનસ્પતિ છે. અહી તેના કેટલાક ગુણો જોઈએ.

 • સામાન્ય રીતે દરેક ઘરમાં મસાલારુપે વપરાતો અજમો દરેક પ્રકારના અન્નને સરળતાથી પચવામાં મદદરુપ થાય છે.
 • આમ તો અજમો આખા દેશમાં થાય છે પણ બંગાળ, દક્ષીણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન વધારે છે.
 • અજમાના આશરે એકથી બે ફુટ ઉાંચા છોડ થાય છે.
 • એનો ઔષધમાં પુષ્કળ ઉપયોગ થાય છે.
 • આ અજમામાંથી એક પ્રકારનું સત્ત્વ કાઢવામાં આવે છે.
 • તેને અજમાના ફુલ કહે છે. જે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં બને છે.

લક્ષણો/ગુણો:

 • અજમો સ્વાદમાં તીખો,
 • સહેજ કડવો,
 • રુચી ઉત્પન્ન કરાવનાર,
 • ફેફસાની સંકોચ-વિકાસ ક્રીયાનું નિયમન કરનાર,
 • ઉત્તમ ઉત્તેજક, બળ આપનાર,
 • શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર,
 • દુર્ગંધનાશક,
 • વ્રણ-ચાંદા-ઘા મટાડનાર,
 • કફ, વાયુના રોગો મટાડનાર,
 • ગર્ભાંશયને ઉત્તેજીત કરનાર અને કૃમીનાશક છે.
 • એ ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર,
 • આહાર પચાવનાર, પીત્ત કરનાર,
 • તીક્ષ્ણ, લઘુ, હૃદય માટે હીતકર,
 • મૈથુન શક્તિ વધારનાર, મળને સરકાવનાર,
 • ગેસ મટાડનાર, વાયુથી થતા મસા-પાઈલ્સ, કફના રોગો, ઉદરશુળ, આફરો, સ્નાયુ ખેંચાવા,
 • કરમીયા, શુક્રદોષ, ઉદરના રોગો, હૃદયના રોગો, બરોળના રોગો અને આમવાતનો નાશ કરે છે.
 • અજમો મુત્રપીંડને ઉજાવ આપનાર અને શક્તિવર્ધક છે.

અજમો

ગુણધર્મો / સમાવિષ્ઠ તત્વો:

અજમામાં ૭.૪ ટકા ભેજ, ર૪.૬ ટકા કાર્બોહાઈડ્રેટ તથા ૨૧.૮ ટકા ક્ષાર હોય છે. તેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશીયમ, સોડીયમ, રીબોફ્લોવીન, નીકોટીનીક એસીડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્વ મળી આવે છે.

આયુર્વેદિક દ્રષ્ટિએ ઉપયોગો:

(૧) શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.

(૨) અજમાનું પા(૧/૪)થી અડધી ચમચી ચૂર્ણ અને તેનાથી અડધો સંચળ કે સિંધવ પાણી સાથે રોજ સવારે અને રાત્રે લેવાથી ઉપરની બધી તકલીફ મટે છે.

(૩) શરીરમાં કોઈ પણ જાતની દુર્ગંધ સડાથી ઉત્પન્ન થાય છે. દાંતના સડાને લીધે માંમાંથી, નાકમાંથી, વળી ફેફસામાં સડેલા કફને કારણે શ્વાસમાંથી, યોનીના સ્રાવમાંથી, અપાનવાયુની વાછુટથી કે કાનમાં સડો થવાથી આવતી કોઈ પણ દુર્ગંધ દુર કરવા અજમાનો ઉપયોગ કરી શકાય. સોપારી જેટલો ગોળ અડધી ચમચી અજમા સાથે જમ્યા પછી ખુબ ચાવીને ખાવાથી મોટા ભાગની દુર્ગંધ દુર થાય છે.

(૪) ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે.

(૫) જુની કબજીયાતને લીધે મળ સડવાથી દુર્ગંધ હોય, જેથી વાછુટ પણ દુર્ગંધ મારતી હોય છે. આમ મળ, વાછુટ, કફ, શ્વાસ કે દાંતની દુર્ગંધને દુર કરવા અડધી ચમચી અજમો રોજ રાત્રે મુખવાસની જેમ ખુબ ચાવીને ખાવો. પીત્તવાળાએ સાકર મેળવીને ખાવો. અજમા સાથે થોડો સંચળ લેવાથી ઉત્તમ પરીણામ મળે છે.

(૬) અડધી ચમચી અજમાનું ચૂર્ણ ફાકી ઉપર અડધો કપ નવશેકું પાણી ધીમે ધીમે પીવાથી શરદી-સળેખમ, કફના રોગો, મંદાગ્નિ, અરુચી, અપચો, ગેસ, ઉદરશુળ વગેરે મટે છે.

(૭) અજમાનું ચૂર્ણ કપડામાં બાંધી સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે, સુગંધ ન આવતી હોય તો ફરી આવવા લાગે છે અને માઈગ્રેનમાં ફાયદો થાય છે.

(૮) બહુમુત્રતાની તકલીફ હોય તો અડધી ચમચી અજમો એક ચમચી કાળા તલ સાથે ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.

(૯) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આાંતરીક ગરમી મટે છે.

(૧૦) પ્રસુતી પછીના જ્વરમાં અજમાનો ઉપયોગ અત્યંત હીતકારક છે.

(૧૧) શ્વાસરોગમાં અને કફની દુર્ગંધ તથા કફના જુના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

તમે માહિતીપ્રદ પોસ્ટ શોધતા હોવ તો ‘અખરોટ – ઉત્તમ આહાર અને રોગોમાં ઉપયોગી ઔષધ‘ તમને ગમશે.

Leave a Reply

Your email address will not be published.