Press "Enter" to skip to content

પુરક પરીક્ષા જુલાઇ 2017

Pankaj Patel 2

માર્ચ 2017માં જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેવાં વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષા નો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે. જેની લાગતાં વળગતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓએ નોંધ લેવી ઘટે. 

પુરક પરીક્ષા 

વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષાએ આગળના અભ્યાસ માટે તેમજ જીવનઘડતર માટે ખુબ અગત્યનો પડાવ છે. અને કોઈ કારણસર તેમાં નાપાસ થવાય તો આગળની શૈક્ષણિક યાત્રા અટકી જાય છે. પુરક પરીક્ષા એ વર્ષ બગાડયા વગર રેગ્યુલર પરીક્ષામાં રહી ગયેલી ઉણપ અથવા ખામીઓને સુધારવાની અંતિમ તક હોય છે. રેગ્યુલર પરીક્ષાના સમયે તૈયારીમાં કચાસ રહેવી, કોઈ આકસ્મિક કારણ બનવું, બીમારી આવવી જેવાં કારણો થી ઘણી વખત હોશિયાર વિદ્યાર્થી પણ નાપાસ થઈ જતાં હોય છે. તેમનાં માટે પુરક પરીક્ષા આર્શિવાદરૂપ છે.

અભ્યાસક્રમ 

પુરક પરીક્ષામાં વિદ્યાર્થીએ જે અભ્યાસક્રમ સાથે રેગ્યુલર પરીક્ષા આપી હોય તે અભ્યાસક્રમ મુજબ જ પરીક્ષા લેવાતી હોવાથી શૈક્ષણિક વર્ષ બદલાવાથી અભ્યાસક્રમ બદલાયો હોય તો પણ જુના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની આખરી તક હોય છે. એટલે કે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી જે પદ્વતિ અને પેપર સ્ટાઇલ માટે અભ્યાસ કરેલ છે તે અનુસાર પરીક્ષા લેવાય છે. વધારાનો બે-ત્રણ માસનો તૈયારી માટેસમય મળવાથી રહી ગયેલી ખામીઓ સુધારવાની તક મળે છે. 

કમર કસો

આમ તો આખા વર્ષના અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓ આખરી બે-ત્રણ માસ સખત મહેનત કરી ઉત્કૃષ્ટ પરીણામ મેળવતા હોય છે. પુરક પરીક્ષા માટે અંતિમ તૈયારીના સમય જેટલો સમય તો મળે જ છે. આથી  કમર કસીને મહેનત કરવામાં આવે તો કશું અશક્ય નથી. વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારું વર્ષ બચાવવાની આ તકનો લાભ ઉઠાવો. પરીક્ષાર્થી માટે હવે માત્ર રીવિઝન કરવાની જરૂર હોય તેથી સમયનો સદઉપયોગ કરવામાં આવે તો વર્ષ બગડતું બચાવી શકાય.

ઓનલાઈન તૈયારી 

વિદ્યાર્થી મિત્રો હવે, એક વખત રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થવાથી તમારા મિત્રો આગળના વર્ષમાં જતાં રહ્યા હશે.

શાળામાં સંપૂર્ણ અભ્યાસક્રમનું શિક્ષણ કાર્ય આટલા સમયમાં શક્ય નથી.

આ સંજોગોમાં online શિક્ષણ દ્વારા તમારા પુરા અભ્યાસક્રમને આવરી લઈ રીવિઝન કરવાનો વિકલ્પ ઉત્તમ પરીણામ આપી શકે.

ઇન્ટરનેટ ઉપર અનેક વેબસાઇટ વિનામૂલ્યે અથવા ઓછા ચાર્જમાં આવો અભ્યાસક્રમ આપતા હોય છે.

વધુમાં વિષય નિષ્ણાંતોના વિડિયો પણ મળી શકે છે.

આ તમામ અથવા પસંદગીનાં કોઈ વિકલ્પનો ઉપયોગ કરી પરીક્ષાની તૈયારી કરી શકાય.  

જેનો મહત્તમ લાભ લેશો.

આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પુરક પરીક્ષા ના કાર્યક્રમની PDF જોડેલ છે: 

પૂરક પરીક્ષા 2017 PDF 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. minecraft free download 2018 minecraft free download 2018

    Hi there to every one, the contents existing at this site are truly remarkable for people experience,
    well, keep up the good work fellows.

  2. MabelSmall MabelSmall

    I have checked your page and i have found some
    duplicate content, that’s why you don’t rank high in google, but
    there is a tool that can help you to create 100% unique articles, search for; Boorfe’s
    tips unlimited content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *