Press "Enter" to skip to content

પુસ્તક જ્ઞાનની પરબ છે

Pankaj Patel 5

પુસ્તક જ્ઞાનની પરબ છે.

આ એક હિન્દીની કહેવત છે.

પુસ્તકનું મહત્વ દુનિયાની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે.

નામી – અનામી અનેક મહાનુભાવો પોતાના જીવનના અનુભવના નિચોડ સ્વરૂપે લખેલા કેટલાક વાક્યો અહી ચિત્રો સહિત રજૂ કર્યા છે.

પુસ્તક

સુભાષિત

મનની શાંતિ માટે હું ચારે ય દિશામાં ફરી વળ્યો પરંતુ

કોઈ એક ખૂણામાં બેસીને સારું પુસ્તક વાંચવામાં

જે વિશ્રાંતિ મળી તે ક્યાંય ના મળી.

પુસ્તકજીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.

– કલાપી

કલાપી – રાજવી કવિથી ગુજરાતમાં કોઇ અપરિચિત ના જ હોય.

ટૂંકાણમાં એક જ વાક્ય દ્વારા તેમણે પોતાના માટે પુસ્તકોનું મહત્વ બતાવી દીધું છે.

જે તેમના માટે સત્ય છે તે બીજા માટે પણ પ્રેરણારૂપ બની જ શકે ને!!

 

પુસ્તક
આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા

માટે પણ પુસ્તકો વાંચવાં પડે છે.

– રવિન્દ્રનાથ ટાગોર

રવિન્દ્રનાથ ટાગોર ખૂબ સરસ વાત કહે છે.

આપણે ઘણી વખત ‘હું જાણું છુ’ ના ભ્રમમાં હોઈએ છીએ.

કવિવર ટાગોર સમજાવે છે કે,

જ્ઞાન આપણે માનીએ છીએ તેટલું સરળતાથી સમજાતું નથી. પુસ્તકોનું વાંચન જ્ઞાન અને સમજણ વ્યાપક બનાવે છે.

પુસ્તક

 અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે, અમુક પુસ્તકો ગળી જવા માટે છે

પરંતુ અમુક જ પુસ્તકો ચાવવા અને પચાવવા માટે હોય છે,

– ફ્રાન્સિસ બેકન

અંગ્રેજ વિજ્ઞાની, તત્વવેત્તા અને રાજકારણી ફ્રાન્સિસ બેકન

પુસ્તકોના પ્રકાર અને તેમાથી કેવા પુસ્તકો પચાવવા માટે હોય છે તેનો ખ્યાલ આપે છે.

તેમના મતે બધા નહીં પણ અમુક જ પુસ્તકો વાગોળવા અને પચાવવાના હોય છે. તેની ઓળખ કરી લીધી એટલે બેડો પાર!!

પુસ્તક

 મા – બાપ સ્નેહ અને ઉલ્લાસ આપે છે પણ પુસ્તકો ખોલીએ

ત્યારે માલૂમ પડે છે કે આપણને પાંખો ફૂટી છે.

– હેલન હેઈઝ

અમેરિકન કલાકાર અને અનેક સન્માનોથી વિભૂષિત થઈ ‘ફર્સ્ટ લેડી ઓફ અમેરિકન થિયેટર’ ના નામથી જાણીતા હેલન હેઈઝ

મા-બાપના પ્રેમ અને પુસ્તકના જ્ઞાનની તુલના કરતાં કહે છે,

પુસ્તક આપણને પાંખ ફૂટી હોય તેવો અહેસાસ કરાવે છે. !!!

જ્ઞાન ગગનમાં વિહરવા અને ઉંચી ઉડાન માટે ખરેખર એ પાંખો જરૂરી છે.

 

પુસ્તક

 

 જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો

તો તમને જીવનમાં રસ, કુતૂહલ અને નવજીવન પ્રાપ્ત થશે.

– મોન્ટેગ્યૂ

મોન્ટેગ્યૂ ખૂબ સરસ વાત કરે છે. કંટાળેલ માણસને કશું ગમતું ના હોય તે સ્વાભાવિક છે.

આવા સમયે જો તમે પુસ્તક વાંચો (સારું પુસ્તક) તો તમને જીવનમાં રસ જાગે અને નવજીવન પ્રાપ્ત થાય.

અહી પુસ્તકનો મહિમા ગાયો છે. તમને ગમે તો ચિત્રો શેર કરશો. આખી પોસ્ટ શેર કરો તો વધુ ઉચિત છે. પણ કોઈ ખાસ ચિત્ર પણ શેર કરશો તો સુવિચાર ફેલાવવામાં સહાયક થશો. પુસ્તકોને લગતી જ બીજી પોસ્ટ પણ આ જ કેટેગરીમાં મળશે. ઇચ્છુક વાચકોને  તે પણ જોવા આગ્રહ છે.

 1. Valuable information. Lucky me I discovered your web site
  accidentally, and I am surprised why this coincidence didn’t came about earlier!
  I bookmarked it.

 2. Very nice blog post. I absolutely appreciate this site.
  Thanks!

 3. What’s up to every one, for the reason that
  I am actually eager of reading this website’s post to be updated regularly.
  It includes good stuff.

 4. Pankaj Patel Pankaj Patel

  we are a company. but images and materials for blogs is done by me. website is designed by more special people working with zigya

 5. I love your blog.. very nice colors & theme. Did you design this website yourself or did you hire
  someone to do it for you? Plz answer back as I’m looking to
  design my own blog and would like to know where u got this from.
  thank you

Leave a Reply

Your email address will not be published.