Press "Enter" to skip to content

રાષ્ટ્રપતિ – ચૂંટણી અંગે જાણવા જેવુ.

Pankaj Patel 2

વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ તરીકે શ્રી પ્રણવ મુખર્જીનો કાર્યકાળ પૂર્ણ થવામાં છે અને ભારતના આગામી રાષ્ટ્રપતિની ચુંટણી માટે રાજકીય ગતિવિધી તેજ છે. તે સંજોગોમાં સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ધોરણ 8 થી ધોરણ 12 ના નાગરિકશાસ્ત્રના અભ્યાસું વિદ્યાર્થીઓ જ નહી, પણ ભારતના દરેક નાગરિકે રાષ્ટ્રપતિની ચુંટણી અને રાષ્ટ્રપતિના પદ અંગે જાણકારી મેળવવી જોઈએ. અહીં ગુજરાત બોર્ડના સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ના અભ્યાસક્રમ અનુસાર રાષ્ટ્રપતિની ચુંટણીની કેટલીક રસપ્રદ માહિતી રજૂ કરેલ છે.


રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા છે અને તે દેશના પ્રથમ નાગરિક ગણાય  છે. ભારતીય બંધારણના અનુચ્છેદ-52માં કરેલ જોગવાઇ મુજબ રાષ્ટ્રપતિ એ ભારત રાષ્ટ્રના પ્રમુખ છે. ભારત એ સંસદીય લોકશાહી છે. સંસદ દ્વારા ચુંટાયેલ વડાપ્રધાન એ ભારતના વહીવટી વડા છે.

 
ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને દર 5 વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી થાય છે. ભારતીય રાષ્ટ્રપતિ બંધારણ અનુસાર સર્વોચ્ચ પદ છે. તથા તેઓ વહીવતી સત્તા, નાણાંકીય સત્તા, લશ્કરી સત્તા, રાજધ્વારી સત્તા, ધારાકીય સત્તા, કટોકટીની સત્તા, ન્યાયીક સત્તા અને એ બધાથી ઉપરાંત વિટોપાવરની સત્તા ધરાવે છે. આમ છતાં વ્યવહારમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ અનુસાર વહીવટ ચલાવે છે. એનો અર્થ એ કે તમામ સત્તા રાષ્ટ્રપતિના નામે હોવા છતાં વહીવટ પ્રધાનમંડળ અને તેના વડા વડાપ્રધાન ચલાવે છે.

 
ઉમેદવારી માટેની લાયકાત:

 • ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારની લાયકાત નીચે પ્રમાણે હોવી જરૂરી છે: 
 • ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
 • ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ.
 • ઉમેદવાર લોકસભાના સભ્ય તરીકેની ચુંટણી લડવાની તમામ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
 • ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્યસરકારમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ.
 • ભારતના બંધારણના અનુચ્છેદ-59 મુજબ ઉમેદવાર પોતે સંસદ કે વિધાનસભાનો સભ્ય હોવો જોઈએ નહી.

રાષ્ટ્રપતિ પદ માટે :

 • રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ઉમેદવારી માટે બંધારણથી નક્કી થયાં મુજબ મતદાન મંડળનાં સભ્યોનો દરખાસ્ત મુકનાર તરીકે ટેકો હોવો જોઈએ.
 • રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે રૂ 15,000 રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા(RBI)માં ડીપોઝીટ જમા કરાવવાની થાય. જો કુલ મતના 1/6 મત ન મળે તો ડીપોઝીટ જપ્ત થાય છે. 
 • રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં અનુપાતિક પ્રતિનિધિત્વ અનુસાર મતમૂલ્ય નક્કી કરવામાં આવે છે. એટલે કે મત આપનાર સંસદ સભ્ય કે વિધાનસભાના સભ્યના મતનું મૂલ્ય અલગ અલગ હોય છે. 

રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા:

 • ભારતીય બંધારણના અનુચ્છેદ-54 અનુસાર ભારતના રાષ્ટ્રપતિની ચુંટણી કરવામાં આવે છે.
 • રાષ્ટ્રપતિની ચુંટણીમાં સાંસદ એટલે કે રાજ્યસભા અને લોકસભા એમ બંને ગૃહોમાં ચુંટાયેલા સભ્યો, તથા રાજ્યોની વિધાનસભામાં ચુંટાયેલા સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાન સભામાં ચુંટાયેલા સભ્યો ભાગ લે છે. 
 • રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાયેલા લોકસભાના બે સભ્યો અને રાજ્યસભ્યાના 12 સભ્યો તેમ જ રાજ્યપાલ દ્વારા નુમણૂક પામેલ એક એન્ગલો ઇન્ડિયન સભ્ય અને વિધાનપરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લઈ શકતા નથી. 
 •  ભારતીય બંધારણના અનુચ્છેદ-59 અનુસાર રાષ્ટ્રપતિને ભારતની સંચિત નિધિમાંથી સંસદ કાયદાથી નક્કી કરે તે પગાર મળે છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિને દરમાસે રૂ 1,50,000 પગાર મળે છે અને નિવૃત્તિ બાદ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અડધા પગાર જેટલું પેન્શન આપવામાં આવે છે. રાષ્ટ્રપતિના અવસાન બાદ પરિવારને અડધું પેન્શન આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિનો હોદ્દો કેવા સંજોગોમાં ખાલી પડે છે?

 • રાષ્ટ્રપતિ પોતે રાજીનામું આપે ત્યારે
 • ચાલુ કાર્યકાળે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય તો,
 • રાષ્ટ્રપતિના કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારે,
 • રાષ્ટ્રપતિના ચાલુ કાર્યકાળમાં મહાભિયોગની દખાસ્ત કાયદાનુસાર પસાર થાય તો,
 • રાષ્ટ્રપતિની ચુંટણી સુપ્રિમ કોર્ટ દ્ધારા અયોગ્ય જાહેર કરી રદ્ કરવામાં આવે ત્યારે,

ભારતના રાષ્ટ્રપતિ ચુંટાયા બાદ બંધારણના અનુચ્છેદ-60 મુજબ હોદ્દો સંભાળતા પહેલાં શપથ લે છે. રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય નાયાધિશ શપથ લેવડાવે છે. કોઈ કારણ સર મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો વરિષ્ઠત્તમ ન્યાયાધિશ શપથ લેવડાવે છે.

 1. Atit patel Atit patel

  Pls guide me how I operate this site for teach my child is a student of 9 th CBSE.thanks.

 2. Atit patel Atit patel

  Pls guide me for how I operate this site for teach my child is STD 9 in cbsc.thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *