સુપ્રભાત – સારા વિચારો સાથે: આજ કાલ આપણે બધા સોશિયલ મીડિયા સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા રહીએ છીએ. પહેલા લોકો સવારની શરૂઆત માં-બાપ કે ઇષ્ટદેવના દર્શનથી કરતાં. હવે જાગતાની સાથે મોબાઈલ જોવાય છે. સમય સાથે પરીવર્તન આવકાર્ય છે. આથી અહી કેટલાક સુવિચારો રજૂ કર્યા છે. કેટલાક સુવિચાર મમળાવવા જેવા હોય છે.
તાળાની નાનકડી ચાવી પણ સાચી ચાવી લગાડવામાં આવે તો તાળું ખૂલી જાય છે, એમ જ આવા નાનકડા સૂત્રોમાથી કોઈના દિલનું તાળું ખૂલી જાય એ પણ સંભવ બને.
ખુશી:
ખુશીની આપણે
જેટલી લહાણી કરીશું,
તેટલી વધારે
તે આપણી પાસે આવશે.
પ્રતિષ્ઠા:
તમારી પ્રતિષ્ઠાનું
ખૂબ જ સારું ધ્યાન રાખો,
કારણ એજ છે,
જેનું આયુષ્ય
તમારાથી વધારે છે.
એકલો જાને રે !!
કૈંક અલગ કરવું હોય તો
ભીડથી થોડા દૂર જઈને ચાલો,
ભીડ સાહસ તો આપે છે
પણ ઓળખાણ છીનવી લઈને !!
ખાલી હાથ:
ગજબ નજારો છે
સાહેબ આ દુનિયાનો…
બધુ ભેગુ કરે છે, એ ફક્ત
ખાલી હાથે જવા માટે.!!!
“પારો” અને “અરીસો”
કાચ ઉપર “પારો” ચડાવો
તો “અરીસો” બની જાય છે.
અને
કોઈને “અરીસો” દેખાડો
તો “પારો” ચડી જાય છે.