Press "Enter" to skip to content

સોમનાથ જ્યોતિર્લિંગોમાં પ્રથમ Somnath Mahadev

Pankaj Patel 1

સોમનાથ – સનાતન કાળથી આસ્થાનું પ્રતિક

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળમાં આવેલું ભવ્ય મંદિર છે.

ભગવાન શિવના 12  પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.

સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણના ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

 

સોમનાથ

 

અનાદિ કાળથી અડીખમ  (ઇતિહાસ)

ચંદ્રએ પોતાના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્તિ અર્થે ભગવાન શિવની આરાધના કરી. ભગવાને પ્રસન્ન થઈ ચંદ્ર (સોમ)ને શ્રાપ મુક્ત કર્યા. તેથી ચંદ્રએ ભગવાન શિવનું મંદિર બંધાવ્યું, જે સોમનાથ તરીકે ઓળખાયું.

ઋગ્વેદમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે.

આમ, પ્રભાસ ક્ષેત્રનું આ મંદિર વેદ-ઉપનિષદ કાળનું હોવાનું મનાય છે.

સોમનાથનું પહેલું મંદિર 2000  વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.

ઇ.સ. 649 ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું.

725 ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ 815 માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

1026 ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.

લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો.

1026 – 1042 ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું.

1299 ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.

1394 માં તેનો ફરીથી વિનાશ થયો. 1706 ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.

 

સોમનાથ

પુન: નિર્માણ પહેલા મંદિરના ભગ્નાવશેષ

વર્તમાન પુન: નિર્માણ

ભારતના લોખંડી પુરૂષ અને પ્રથમ  નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે

નવેમ્બર 13, 1947 નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી કાર્ય શરૂ કરાવ્યુ.

1951 માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે,

“સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”

આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત પુન: નિર્માણ થયું છે.

ડિસેમ્બર 1, 1995 ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે

તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે.

હાલમાં ટ્રસ્ટનાં ચેરમેન ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે જ્યારે સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં.

 

ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

કહેવાય છે કે, છેલ્લા 8૦૦ વર્ષમાં આવી શૈલીમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

સોમનાથ

મંદિરનુ રાત્રિ દ્રશ્ય

 

પ્રભાસથી દક્ષિણ ધ્રુવ સુધી સળંગ સમુદ્ર

મંદિરના પાછળના ભાગે સમુદ્રમાં એક સ્તંભ આવેલો છે. જેને બાણ સ્તંભ કહેવાય છે.

આ સ્તંભ ઉપર કોતરેલ શિલાલેખ અનુસાર, અહીથી દક્ષિણ ધ્રુવ સુધી સળંગ સમુદ્ર છે. કોઈ જમીની અવરોધ નથી.

આ હકીકત દર્શાવે છે કે, મંદિરનુ સ્થાન ભૌગોલિક રીતે પણ કેટલું અગત્યનું છે.

સોમનાથ

 

પ્રભાસ ક્ષેત્રના અન્ય નજીકના સ્થળો

મંદિરના પ્રાંગણમાં અનેક દેવી દેવતાના મંદિરો આવેલા છે.

આ ઉપરાંત, અહલ્યાબાઈ હોલકાર દ્વારા બનાવેલ  મંદિર છે.

પાસે આવેલું ‘ભાલકા તીર્થ’ ભગવાન શ્રી ક્રુષ્ણના નિજધામમાં પ્રયાણનું સ્થળ મનાય છે. અહી જ પ્રભુએ દેહત્યાગ કરેલો.

સોમનાથથી આશરે 200 KM  દૂર સમુદ્ર કિનારે દ્વારિકા નગરી આવેલી છે.

પ્રભાસ ખંડના વિવરણ અનુસાર, સોમનાથ મંદિરના જુદા-જુદા સમય કાળમાં શિવજીના 135, વિષ્ણુ ભગવાનના 5, દેવીઓના 25, સૂર્ય મંદિર 16, ગણેશજીના 5, નાગમંદિર 1, ક્ષેત્રપાલ મંદિર 1, કુંડ 11 અને નદીઓ 9 જણાવેલ છે.

એક શિલાલેખના લખાણ અનુસાર, મહમ્મદ ગઝનવીના આક્રમણ બાદ 21 મંદિરોનું પુન: નિર્માણ થયું છે. જોકે તે પછી પણ અન્ય મંદિરો બન્યા છે.

હાલમાં મંદિરને સુવર્ણથી મઢવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આંતરિક ભાગ અને શિખરનું ઘણું સુવર્ણ આચ્છાદન થઈ ગયું છે.

આસ્થાવાન દાતાઓનો સહકાર ચાલુ રહેશે તો ટૂંક સમયમાં જ પૂર્ણ સોને મઢયા સોમનાથ મંદિરના આપણે દર્શન કરી શકીશું.

 

 

 

 

  1. I got this site from my pal who shared with me on the topic
    of this website and at the moment this time I am visiting this web page and reading very informative
    articles here.

Leave a Reply

Your email address will not be published.