Press "Enter" to skip to content

આ છે આપણા શરીરની 8 અજાયબી

Yogesh Patel 0

મિત્રો, આપણે સૌ દુનિયાની અજાયબીઓ વિશે જાણીએ છીએ. કોઈ અજાયબી પ્રત્યક્ષ જોઈ હશે તો કોઈ ઈંટરનેટના માધ્યમથી જોઈ હશે. કોઈ વીડીયો કે ફોટા જોયા હશે. પરંતુ આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણું શરીર પણ એક અજાયબી છે અને આપણા શરીરમાં પણ ઘણા એવા અંગો છે અને એવી પ્રક્રિયાઓ થાય છે જે સૌને અચંબામાં મૂકી દે છે. તો મિત્રો, આજે આપણે આપણા શરીરમાંં આવેલી એવી જ આઠ અજાયબી વિશે માહિતી મેળવીએ. ​

1. આપણા શરીરના લોહીમાં સતત અબજો રક્તકણોનો જથ્થો જળવાઈ રહે છે. આ જથ્થો જાળવી રાખવા હાડકાનાં પોલાણમાં દર સેકંડે અઢી કરોડ જેટલાં રક્તકણો તૈયાર થાય છે.


2. આપણાં ફેફસાનું કુલ ક્ષેત્રફળ લગભગ ટેનિસના એક મેદાન જેટલું થાય છે. દરરોજ આપણે 20 લાખ લીટર જેટલી હવા શ્વાસમાં લઈને ઉચ્છશ્વાસમાં બહાર કાઢીએ છીએ.


3. આપણાં શરીરના જ્ઞાનતંતુઓમાં વહેલા સંદેશના તરંગોની ઝડપ એક સેકંડના 7 કિલોમીટર હોય છે. આપણે આંગળીથી કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તેનો સંદેશો મગજને માઈક્રો સેકન્ડમાં મળી જાય છે.


4. આપણી ચામડીના  દરેક ચોરસ ઇંચમાં 625 પ્રસ્વેદ ગ્રંથિ અને કુલ 72 કિલોમીટર લંબાઈના જ્ઞાાનતંતુઓ હોય છે. આપણા શરીરમાં ચામડી સૌથી મોટો અવયવ છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે.


5. આપણા હાથમાં ત્રણ મુખ્ય જ્ઞાાનતંતુઓ, લોહીની બે ધમનીઓ અને 27 હાડકાં હોય છે. કોઈપણ અંગ કરતાં હાથના સંચાલન માટે મગજ સૌથી વધુ કામ કરે  છે. 


 

6. આપણું હૃદય લગભગ 400 ગ્રામ વજન ધરાવે છે. મિનિટના સરેરાશ 72 વખત ધબકીને લોહીને આખા શરીરમાં ફેરવે છે. લોહી શરીરની ધમનીમાં લગભગ દોઢ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે. હૃદય માણસના શરીરમાં સૌથી કામ કરતો મજબૂત સ્નાયુ છે.


 

7. આપણી જીભ એ એક માત્ર હાડકાં વિનાનો અવયવ છે અને એકજ છેડેથી શરીર સાથે જોડાયેલો છે. જીભ ઉપર ઈજા થાય તો આપમેળે સાજો થઈ જતો અવયવ છે.


 

8. આપણી આંખમાં પ્રકાશ સંવેદન માટે એકથી દોઢ અબજ રીસેપ્ટર હોય છે. જેમાં 50 થી 70 લાખ રીસેપ્ટર રંગોને પારખવાના હોય છે. માણસની આંખ વિશ્વના સૌથી મોટાં ટેલિસ્કોપ કરતાં ય વધુ રંગોને પારખી શકે છે. આંખના સ્નાયુઓ શરીરમાં સૌથી વધુ ઝડપથી કામ કરનારાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *