Press "Enter" to skip to content

કુટુંબ – પાયાની સામાજિક સંસ્થા

Pankaj Patel 0

આજે અત્ર-તત્ર-સર્વત્ર સમાજ, રાજકારણ, વિકાસ, પ્રગતિ, આર્થિક નવીનતા જેવા વિષયોની ચર્ચા થાય છે. નાના સમૂહોથી શરુ કરી મીડિયા અને સોશિયલ મીડિયામાં આવી ચર્ચાઓ થતી રહે છે ત્યારે સમાજની પાયાની સંસ્થા તરીકે કુટુંબનું સ્થાન, તેના પ્રકારો, તેના પરિવર્તનો વગેરેની ચર્ચા કરવાનું વ્યાજબી ગણાય. આપણી વ્યવસ્થાના કેન્દ્રમાં કુટુંબ ખુબ જ અગત્યની સંસ્થા છે.

કુટુંબ એ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. કુટુંબસંસ્થા દ્વારા બાળકોનું પ્રજનન અને બાળઉછેર જેવાં મહત્વનાં કાર્યો થાય છે. વ્યક્તિના સામાજિક જીવનનો પ્રારંભ કુટુંબમાંથી થાય છે. વ્યક્તિના જીવન પર કુટુંબની સૌથી વિશેષ અસર જોવા મળે છે. કુટુંબ સમાજ અને સંસ્કૃતિના સાતત્યમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે.

કુટુંબનો અર્થ : કુટુંબ સાર્વત્રિક હોવા છતાં તેનાં સ્વરૂપ, રચના અને કાર્યમાં તફાવત હોય છે. દા. ત., સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, માતૃસત્તાક કુટુંબ, પિતૃસત્તાક કુટુંબ વગેરે.

કુટુંબ સગપણના સંબંધોનું જૂથ છે. પતિ-પત્ની વચ્ચે જોડાણનો સંબંધ છે અને માતા-પિતા તથા ભાઇ-બહેન વચ્ચે લોહીનો સંબંધ છે.

મિકાઇવર અને પેજના મત મુજબ, “કુટુંબ પ્રજનન ને બાળઉછેર માટે ચોક્કસ અને લાંબા ગાળા સુધી રહેતા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે.”

ઓગબર્નના મત મુજબ, “કુટુંબ એ બાળકોવાળા  કે બાળકો વગરના પતિ-પત્નીનું બનેલું લાંબા ગાળાનું જૂથ છે.”

કિંગ્સલે ડેવિસના મતે, “કુટુંબ એક એવું સામાજિક જૂથ છે, જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.”

કુટુંબ જૂથ લગ્ન, લોહી અથવા દત્તકના સંબધો દ્વારા અસ્તિત્વમાં આવે છે.

કુટુંબના સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયનાં સામાજિક ધોરણો દ્વારા નક્કી થયેલા હોય છે.

કુટુંબના સભ્યો વચ્ચે જેટલી શારીરિક અને માનસિક નિકટતા તથા લોહીના સંબંધો હોય છે, તેટલી નિકટતા અને તેવા સંબંધો બીજા કોઈ પણ જૂથમાં જોવા મળતા નથી.

કુટુંબના પ્રકાર : કુટુંબના જુદા જુદા પ્રકારો, વંશ, સત્તા, સ્થાન અને સહનિવાસના આધારે નીચે પ્રમાણે દર્શાવેલ છે :

  • 1.માતૃસત્તાક કુટુંબ : માતૃસત્તાક કુટુંબમાં માતા સર્વોપરી સત્તા ભોગવે છે. કુટુંબમાં મહિલાઓ ઉચ્ચ સ્થાને હોય છે. માતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે. સમાજજીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહિલાઓનું પ્રભુત્વ હોય છે. માતૃસત્તાક કુટુંબ મોટા ભાગે માતૃવંશી હોય છે. એટકે કે, કુટુંબમાં વંશગણના માતાથી થાય છે. બાળકોનાં નામ પાછળ માતાનું નામ હોય છે. સત્તા અને મિલકતનો વારસો માતા તરફથી મહિલા-બાળકને મળે છે. સત્તા અને મિલકતમાં પુરુષ-બાળકોને અધિકાર મળતો નથી. લગ્ન પછી યુવતી માતાના ઘરે રહે છે, જ્યારે પતિ લગ્ન પછી પત્નીના ઘરે રહે છે. આમ, માતૃસત્તાક કુટુંબ માતૃસ્થાનીય કુટુંબ હોય છે.
  •  માતૃસત્તાક કુટુંબમાં મહિલાઓને પ્રમાણમાં વિશેષ સ્વતંત્રતા અને અધિકારો પ્રાપ્ત થાય છે. પોતાના જીવનને લગતા નિર્ણયો લેવામાં મહિલાઓ સ્વતંત્રતા ભોગવે છે. આ પ્રકારના કુટુંબમાં મહિલાઓનો દરજ્જો પિતૃસત્તાક કુટુંબની સરખામણીમાં ઊંચો હોય છે.
  •  2. પિતૃસત્તાક કુટુંબ : પિતૃસત્તાક કુટુંબમાં પુરુષની સત્તા, સ્થાન અને દરજ્જો ઊંચો હોય છે. પિતાને કુટુંબનું મૂળ ગણવામાં આવે છે. સમાજજીવનના આર્થિક, ધાર્મિક, રાજકીય અને સમાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ હોય છે. પિતૃસત્તાક કુટુંબ મોટા ભાગે પિતૃવંશી અને પિતૃસ્થાની હોય છે. કુટુંબમાં વંશગણના પિતાથી થાય છે. બાળકોનાં નામ પાછળ પિતાનું નામ હોય છે. કુટુંબમાં પુત્રનું મહત્વ વિશેષ હોય છે અને પુત્ર જન્મને અનિવાર્ય માનવામાં આવે છે. પુત્ર ન હોય તેવા સંજોગોમાં નજીકના સગાસંબંધીમાંથી પુરુષ-સંતાનને દત્તક લેવામાં આવે છે. લગ્ન પછી પુત્ર પિતાના ઘરે રહે છે અને પત્ની પતિના ઘરે જાય  છે. આમ, પીતૃસત્તાક કુટુંબ પીતૃસ્થાનીય કુટુંબ હોય છે.
  • પિતૃસત્તાક કુટુંબમાં સમાજજીવનના તમામ ક્ષેત્રે પુરુષો વિશેષાધિકાર ભોગવે છે. પરિણામે મહિલાઓને અન્યાય અને શોષણના ભોગ બનવું પડે છે.
  • આજની વર્તમાન પરિસ્થિતિમાં જોવા જઈએ તો સામાન્ય રીતે માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા કેટલાક ખાસ સમાજોને બાદ કરતા કોઈ વ્યાપક અસ્તિત્વ ધરાવતી નથી. દુનિયામાં મોટાભાગના સમાજોમાં પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા વ્યાપક છે. વળી, મહિલા સ્વાતંત્ર્ય અને મહિલા અધિકારોની માંગ અથવા મહિલા શસસ્તીકરણની જરૂરીયાત પણ તેથી જ આજના સમાજોમાં અનિવાર્ય થયેલ છે.
  •  3. સંયુક્ત કુટુંબ : સંયુક્ત કુટુંબ કદની દ્વષ્ટિએ વિશાળ હોય છે. તેમાં બે કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે છે અને એક જ રસોડે ભોજન લે છે. તેઓ એકબીજા સાથે રક્ત, લગ્ન કે સગપણ સંબંધથી જોડાયેલા હોય છે. કુટુંબની તમામ મિલકતમાં કુટુંબના દરેક સભ્યોનો સમાન હક હોય છે. કુટુંબનો વહીવટ અને સંચાલન પિતા અથવા સૌથી મોટા પુરુષ કરે છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની સત્તાનો અને તેમણે લીધેલા નિર્ણયોનો સ્વીકાર કુટુંબના અન્ય સભ્યોએ કરવો પડે છે. કુટુંબના વડા સત્તા અને વર્ચસ્વ ધરાવતા હોય છે. સંયુક્ત કુટુંબમાં વૃદ્વ, વિધવા, અપંગ, અશક્ત વગેરે સભ્યોને સલામતી અને આશ્રય મળે છે.
  • 4. વિભક્ત કુટુંબ : વિભક્ત કુટુંબ કદની દ્વષ્ટિએ નાનું હોય છે. તેમાં પતિ-પત્ની અને તેમનાં અપરિણીત સંતાનોનો સમાવેશ થાય છે. આ કુટુંબમાં સત્તા, વહીવટ અને સંચાલન મુખ્ય જવાબદાર વ્યક્તિ પાસે હોય છે. કુટુંબજીવનના તમામ નિર્ણયો મોટા ભાગે સર્વસંમતિથી લેવામાં આવે છે. સભ્યસંખ્યા મર્યાદિત હોવાથી વ્યક્તિગત નિર્ણયને મહત્વ આપાય છે. આથી પરિવારમાં વિરોધ જોવા મળતો નથી. વિભક્ત કુટુંબમાં મહિલાઓ અને બાળકોને સ્વતંત્રતા મળતી હોવાથી એમાં વ્યક્તિગત પ્રગતિ અને વિકાસને વધુ તક મળે છે.

આમ જોવા જઈએ તો, સાથે સાઆધુનિક સમયમાં કુટુંબ વ્યવસ્થા પોતે જ ખતરામાં છે તેમ કહીએ તો ય અતિશયોક્તિ નહી ગણાય. કારણ કે, સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ વ્યવસ્થા તરફની દોટ ઝડપી બની છે. સાથે સાથે લીવ-ઇન-રિલેશનશિપ જેવી સમૂહ જીવનની નવી પધ્ધતિ તરફ લોકો વળ્યા છે. સંઘ એ શક્તિનો સ્ત્રોત છે તો સામા પક્ષે વ્યક્તિ-સ્વતંત્રતા માટે નાનું કુટુંબ આદર્શ ગણાવા લાગ્યું છે. પરિવર્તન સંસારનો નિયમ છે અને સમાજ તેમાં અપવાદ કેવી રીતે રહે? આમ છતાં વિકાસ  ઊર્ધ્વગામી  હોય તેવી આશા વ્યક્તિ અને સમાજ બંનેમાં જળવાઈ રહે તો સકારાત્મક પરિણામ મળે તે સર્વવિદિત છે. આ અંગે વધુ અભ્યાસ અર્થે આપ https://goo.gl/slGBTA પર log on કરી શકો છો 

( ધોરણ 11 સમાજશાસ્ત્ર. www.zigya.com/gseb )

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *