Press "Enter" to skip to content

NEET – વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Pankaj Patel 0

Capture

મિત્રો,

NEET અંગે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. સાંપ્રત સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં કેટલાંક અગત્યના સમાચારો છે. જેનાથી તમને માહિતગાર કરવાનું મન છે. આપ વિદ્યાર્થી કે વાલી અથવા શિક્ષક ન પણ હોવ પરંતુ હાલના સમયે શિક્ષણને લગતી માહિતી તમામે જાણવા જેવી હોય છે. આપની આસપાસ પડોશમાં કે કુટુંબ અથવા સંબંધમાં કોઈ વિદ્યાર્થી ન હોય તેવું નથી. જો આપ શૈક્ષણિક માહિતીથી જાણકાર હશો તો જરૂરવાળા વિદ્યાર્થી કે વાલીને મદદરૂપ થઈ શકશો. વધુમાં હું એ પણ જાણું છું કે ધોરણ- 8 થી 12ના ઘણા વિદ્યાર્થીઓ ઈંટરનેટ કે કમ્પ્યુટર અથવા સ્માર્ટફોનથી સતત જોડાયેલા નથી હોતા તેવા વિદ્યાર્થીઓને આપ મદદરૂપ થઈ શકશો.

આ વર્ષે ધોરણ – 11,12 સાયન્સમાં ગુજકેટ, NEET વગેરેને લગતી ઘણી અસમંજસતા પ્રવર્તી છે. પરંતુ હવે ચાલુ વર્ષ એટલે કે 2016-17 માટે તે અંગે મોટાભાગની સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. તાજેતરમાં બોર્ડે અભ્યાસક્રમ અને પુસ્તકો અંગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડેલ છે. જે આ સાથે જોડેલ છે. વળી તારિખ 19/07/2016ના રોજ સંસદના લોકસભામાં ગત વર્ષે સરકારે બહાર પાડેલ વટહુકમ અંગે ચર્ચા થઈ જેમાં સરકાર દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે,

  1. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે NEETની પરિક્ષા રહેશે.
  2. NEETની પરિક્ષા ગુજરાતમાં ગુજરાતીમાં લેવાશે.
  3. NCERTના અભ્યાસક્રમ પ્રમાણે NEETનું પ્રશ્નપત્ર રહેશે.
  4. ગુજરાતની મેડિકલ કૉલેજોમાં અગાઉની જેમ જ 85% સિટો ગુજરાતી વિદ્યાર્થીઓથી ભરાશે. એટલે કે ગુજરાતી વિદ્યાર્થીઓએ NEETની પરિક્ષા આપવી પડશે પરંતુ સ્પર્ધા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે જ રહેશે.
  5. 15% સિટો અગાઉની જેમ ALL INDIA ધોરણે ભરાશે.

એટલે કે NEETની પરિક્ષા ફરજિયાત થવા છતાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેવાનું હોઈ ગુજરાતી વિદ્યાર્થીઓને કોઈ ખાસ તકલીફ પડશે નહિ. ઉપરાંતમાં અગાઉની જેમ જ ગુજરાતની મેડિકલ અને ડેન્ટલની સિટો (85%) ગુજરાતી વિદ્યાર્થીઓથી ભરાવાની હોઈ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને બીજા રાજ્યોમાં જવાની જરૂર ઊભી થશે નહિ. આ સંદર્ભે હવે વિદ્યાર્થીઓએ કોઈપણ જાતની ચિંતા કર્યા સિવાય અભ્યાસની તૈયારીમાં લાગી જવાનું છે.

  • ગુજરાત બોર્ડનો તારિખ 17/07/2016નો પરિપત્ર :

1

3

5

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *