Press "Enter" to skip to content

ગાંધીજી ની નજરે Quot Of Mahatma Gandhi 2

Pankaj Patel 0

ગાંધીજી ની નજરમાં અથવા દ્રષ્ટિએ કયા ગુણ કેવા હોવા જોઈએ તે તેમના કહેલાં ઉચ્ચારણોમાથી જાણી શકાય છે. અહી તેમના 5 અવતરણો મૂકેલા છે. જે આપ ઇચ્છો તો શેર પણ કરી શકશો.

ગાંધીજી

પ્રસન્નતા

‘પ્રસન્નતા એવું અત્તર છે, જે બીજા ઉપર છાંટવાથી આપણે પણ મહેકી ઊઠીએ છીએ.’ બોખું મોઢું ને હસતો ચહેરો એ ગાંધીજીનો પ્રચલિત દેખાવ હતો. હસતાં રહેવું અથવા પ્રસન્ન રહેવું એ વ્યક્તિત્વની ખૂબી છે. આજના સમયમાં માણસ હસવાનું ભૂલી રહ્યો છે. જે સમાજના તણાવ, અસહિષ્ણુતા અને લોકોના રોગોમાં વધારો કરે છે. પ્રયત્ન કરો કે બીજાને પ્રસન્ન રાખી શકો. બદલામાં તમને આનંદ અને ખુશી જરૂર મળશે.

ગાંધીજી

અંધવિશ્વાસ

વિશ્વાસ ક્યારે અંધવિશ્વાસ બની જાય એ જાણવું જરૂરી છે. બાપુ કહે છે, “વિશ્વાસને હમેશાં તર્કની કસોટીએ ચડાવવો જોઈએ, આંધળો વિશ્વાસ મૃત બની જાય છે.” અને એ જ અંધવિશ્વાસ બની જાય છે. વાસ્તવિકતાની કસોટીએ ખરો ઉતરે ત્યારે જ વિશ્વાસ સાચો. એમાં પણ જો અલૌકિક શક્તિઓ પર વિશ્વાસ કરવાની વાત આવે ત્યારે વિશ્વાસ અને અંધવિશ્વાસની ભેદ રેખા પાતળી હોય છે. અંધવિશ્વાસ સામાજિક પછાતપણું ફેલાવે છે. જે સમગ્ર લોકોનું જીવન દુષ્કર કરે છે.

ગાંધીજી

જીત

આ ક્વોટ ગાંધીજીના અવતરણોમાં ઉચ્ચ અગ્રતાનું સ્થાન ધરાવે છે.

ખૂબ પ્રચલિત તો છે જ પણ એટલું જ મર્મસ્પર્શી છે.

જ્યારે તમે કઈક નવું કરવાની શરૂઆત કરો અથવા નવી રીતે કાર્ય કરો ત્યારે જમાનો સૌથી પહેલા તમને ઇગનોર કરશે.

તમારી અવગણના કરશે.

આ સ્ટેજ વટાવી તમે લાગ્યા રહો તો લોકો તમારી હાંસી કરશે.

અવગણના કરતાં હાંસી વધરે દુખદાઈ હોય એ સ્વાભાવિક છે.

લોકો પોતાની માન્યતાઓમાં એટલા જડ બને છે કે તેનાથી જુદું થઈ જ ના શકે તેવું તમને ઠસાવવા પ્રયત્ન કરે છે.

હજુ પણ તમે તમારો માર્ગ પકડી રાખો તો એ તમારી સામે લડાઈ કરીને પણ તમને વિચલિત કરવા પ્રયત્ન કરશે.

અને સત્ય સામે લડાઈમાં તે પરાજિત થાય ત્યારે જ તમે જીત મેળવો છો.

આથી જ માન્યતાઓ અને માર્ગની કાળજીપૂર્વકના અભ્યાસ પછી પસંદગી કરવી.

અને એકવાર એવો રસ્તો મળે પછી નિર્ભયતા અને અડગતાથી તેને પકડી રાખી સતત ચાલવું એ જીત માટે જરૂરી છે.

ગાંધીજી

ઓળખ / પહેચાન

સારા હોવું અને સારા દેખાવું એ બંનેમાં ખૂબ ફરક છે. કપડાં અથવા બાહ્ય દેખાવ સારો હોવા છતાં અંદરના ગુણ સારા ના હોય તો તરત ખબર પડી જાય છે. માણસની સાથે બોલચાલ, વ્યવહાર, વર્તન, માન્યતાઓ એ બધુ જ તમારું ચરિત્ર નક્કી કરે છે. ચારિત્ર્યથી જે સંપન્ન હોય એને બાહ્ય દેખાવની જાજી જરૂર પડતી નથી. હીરો ખાણમાં પણ ચમકી ઊઠે છે. આમ, સમગ્ર સમાજનું ચારિત્ર્ય નિર્માણનું કામ કરવું જરૂરી છે. અંદરની સંપન્નતા બાહ્ય ખામીઓને ભરી દે છે. પણ આંતરીક અપૂર્ણતાને બાહ્ય દેખાવથી કદાચ થોડા સમય માટે ઢાંકી શકાય તો પણ લાંબે ગાળે એ ઉપસી જ આવે છે.

ગાંધીજી

ખુશી:

વિચાર, આચાર અને વ્યવહારમાં એકસમાનતા હોય એટલે એને ખુશી બીજે શોધવા ના જવું પડે.

વિચારો અને કાર્યની એકરૂપતા સાધ્યા પછી જેવા છીએ તેવા લોકો આગળ રજૂ થઈ જવામાં કશું છુપાવવાનું રહેતું નથી.

મોટી સમસ્યા એ છે કે લોકોને જે છે તેથી વિશેષ દેખાવું છે પણ વિશેષ બનવા પ્રયત્ન કરવો નથી.

ખોટો ભપકો અને ઉપરછલ્લો દેખાવ જાળવવો અઘરો છે.

વાસ્તવિકતા સામે આવે એટલે દુખનું કારણ બને છે.

આજે સામાજિક પ્રતિષ્ઠા, રાજકીય નીતિમત્તા, સુધારેલા દેખાવાનો મોહ, એ બધામાં સચ્ચાઈ કરતાં દેખાડો વધારે છે.

જે સબંધોને અવાસ્તવિક બનાવે છે.

‘બગલમે છુરી મુખમે રામ’ વાળી સ્થિતિમાં ખુશી, શાંતિ, આનંદ ના મળે.

વાસ્તવિકતાને સ્વીકારવી પડે અને તેમાં સુધારો કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે ત્યારે ખુશી મળે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *