Press "Enter" to skip to content

પંડિત દીનદયાલ ઉપાધ્યાય Pandit Dindayal Upadhyay

Pankaj Patel 3

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતીય વિચારક, સમાજસેવક અને રાજકારણી તરીકે જાણીતા છે.

મથુરા પાસે ચંદ્રભાણ નામના ગામે 24 September 1916 ના રોજ તેમનો જન્મ થયેલો.

ભારતીય જનસંઘના નેતા અને પછીથી અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જીવનભર સંકળાયેલ રહ્યા અને સંઘના કાર્યોમાં સતત સક્રિય રહ્યા.

બાળપણમાં માં – બાપ ગુમાવતાં મામા પાસે રહી અભ્યાસ કર્યો.

અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા, પ્રવેશ પરીક્ષા પાસ કરવા છતાં નોકરીની જગ્યાએ સંઘના સેવક બની સેવાકાર્ય અપનાવ્યું.

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાય

અભિન્ન માનવતાવાદ:

ઉપાધ્યાયે અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી.

અભિન્ન માનવતાવાદ દરેક વ્યક્તિના શરીરિક, માનસિક અને આત્મિક એ ત્રણેના અભિન્ન વિકાસનો વિચાર કરે છે.

આ સંકલ્પના ભૌતિક અને આત્મીક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે.

તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેંદ્રીય અને સ્વાવલંબી અર્થવ્યસ્થાની કલ્પના કરી હતી.

દીન દયાલ ઉપાધ્યાયનો મત હતો કે એક સ્વતંત્ર દેશ તરીકે ભારત પશ્ચિમી વ્યવસ્થાઓ જેમ કે એકવાદ, લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ પર આધાર રાખી શકે નહિ અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજનીતિ તે આધારવિહીન વ્યવસ્થા તરફ વળી રહી હતી.

આ કારણે પારંપારિક ભારતીય મૂલ્યો નાશ પામતા હતા.

તેઓ મનતા કે પશ્ચિમિ વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ ગૂંગળાઈ છે.

જેને કારણે મૂળ ભારતીય વિચારધારા ખીલી નથી.

તેઓ કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાય

RSS (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ):

જ્યારે ૧૯૩૭ના વર્ષ દરમ્યાન તેઓ કાનપુરની સનાતન ધર્મ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમના મિત્ર બાલુજી મહાશબ્દે દ્વારા  તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર. એસ. એસ.)નો પરિચર થયો.

તે દરમ્યાન તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી. હેગડેવાર સાથે થઈ.

તેમની સાથે તેઓ સંઘની કોઈ એક શાખામાં બૌદ્ધિક ચર્ચામાં ઉતર્યા. સુંદરસિંહ ભંડારી પણ તેમના એક વર્ગ મિત્ર હતા.

આગળ વધી તેમણે પૂરો સમય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા કરવાનો નિર્ણય કર્યો.

તેમણે નાગપુરમાં સંઘની ૪૦ દિવસીય ઉનાળુ શિબિરમાં ભાગ લીધો અને સંઘ સંબંધે તાલીમ લીધી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બે વર્ષની તાલીમ પુરી કરી તેઓ આજીવન સંઘના પ્રચારક બન્યા. તેઓ લખમીપુર જીલ્લાના પ્રચારક રહ્યા.
ત્યાર બાદ એઓ ઉત્તરપ્રદેશના (પ્રાંતીય આયોજક) બન્યા.

તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે જોવામાં આવતા. કેમકે તેમની રહેણી-કરણી વગેરે સંઘની વિચારધારાને એકદમ અનુકુળ હતી.

 

પંડિત દીનદયાલ ઉપાધ્યાય

ભારતીય જનસંઘ:

૧૯૫૧માં જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાલની વરણી કરી.

આ પક્ષને સંઘ પરિવારની વિચારધારાને અનુકુળ બનાવવાની કામગિરી તેમને સોંપાઈ.

તેમને ઉત્તરપ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યાર બાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૫૩માં મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દીનદયાલ પર આવી.

તેઓ ૧૫ વર્ષ સુધી જનસંઘના સેક્રેટરી રહ્યા.

તેમણે ઊત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડી પણ જીતી શક્યા નહિ.

યાદગીરી:

પંડિત દીનદયાલ ઉપધ્યાય ની યાદમાં આજે દેશમાં અનેક સંસ્થાઓ અને સરકારી યોજનાઓ ચાલે છે.

સિકર, મથુરા અને ગોરખપુરમાં તેમના નામે વિવિધ યુનિવર્સિટી ચાલે છે.

ગુજરાતમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં આવેલી છે.

ગરીબો અને વાંચીતો માટે સૌથી વધુ જરૂરી ‘સસ્તા અનાજની દુકાનો’ તેમના નામથી ચાલે છે.

ઉત્તર પ્રદેશનું વ્યસ્ત અને ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ‘મુગલ સરાઈ જંકશન’ હવે ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન’ નામકરણ પામ્યું છે.

દેશના વિવિધ રાજ્યોમાં તેમના નામે અનેક રસ્તા અને બગીચાનું નામકરણ કરાયું છે.

મૃત્યુ:

પંડિત દીનદયાલ ઉપાધ્યાય નું અવસાન 11 ફેબ્રુઆરી, 1968 ના રોજ મુઘલ સરાઈ સ્ટેશન પાસે થયેલું.

તેમનું મૃત્યુ  ખૂન કરવાથી થયેલું અને તે ખૂબ વિવાદોમાં રહેલું.

તેઓ લખનૌથી પટણા જતાં રસ્તામાં તેમનું ખૂન થયેલું અને મૃતદેહ મુઘલ સરાઈ રેલ્વે યાર્ડમાં મળી આવેલો.

CBI તપાસમાં તેમના ખૂનનું કારણ ચોરીના ઇરાદે ખૂન થયાનું જણાયું હતું.

તેમના શંકાસ્પદ મૃત્યુની તપાસ માટે તપાસ સમિતિ પણ નિમાઈ, જોકે કોઈ વિશેષ માહિતી એમાં  પણ મેળવી શકાઇ  નહીં.

 

 

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

 1. I couldn’t resist commenting. Well written!

 2. Hello just wanted to give you a quick heads up. The text in your article seem to
  be running off the screen in Internet explorer. I’m not sure if this
  is a formatting issue or something to do with internet browser compatibility but
  I figured I’d post to let you know. The style and design look great though!
  Hope you get the issue solved soon. Cheers

 3. Can I simply say what a comfort to uncover someone that actually knows what they’re discussing
  over the internet. You actually realize how to bring a problem to light and make it important.
  More and more people have to read this and understand this side of the story.
  I was surprised you’re not more popular because you definitely
  possess the gift.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *