Press "Enter" to skip to content

મત્સ્યાસન

Yogesh Patel 0

મત્યાસન : મત્સ્ય એટલે માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.

મૂળ સ્થિતિ : મૂલાયમ આસન પાથરી પદ્માસનની સ્થિતિમાં બેસવું.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
  • પીઠ પર હાથની કોણીનો ટેકો લઈને ચત્તા સૂઈ જાઓ.
  • બન્ને હાથની હથેળી કાન પાસે ગોઠવો.
  • હાથની હઠેળીના ટેકા વડે પીઠ અને છાતીને જમીનથી ઉપર ઉઠાવો.
  • આ સ્થિતિમાં માથું પીઠ તરફ આવશે.
  • હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડેલી રાખો.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
  • આસનમાંથી પાછા ફરતી વખતે બન્ને હાથ ફરી કાન તરફ ગોઠવી ધીમેથી ગરદન સીધી કરવી.
  • શરીર ઢીલું કરી બન્ને પગને વારાફરતી પદ્માસનમાંથી છોડી સીધા કરવા.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • હથેળીના કે કોણીના ટેકા વગર ગરદન ન વાળવી.
  • આસનમાંથી પાછા ફરતી વખતે હાથનો ટેકો લેવો.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા અને કોઈ ઉતાવળ કરવી નહિ.
  • કરોડની તકલીફવાળા વ્યક્તિઓએ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું.
  • છાતી અને ગળામાં વધુ દુ:ખાવો કે બીજા કોઈ રોગ હોવાની સ્થિતિમા આ આસન કરવું યોગ્ય નથી.
  • આ આસન ખૂબ જ સાવચેતી પૂર્વક કરવું કેમકે આ આસનમાં ગરદન મરડાઈ જવાની બીક રહે છે.

ફાયદા :

  • આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી તેના પણ ફાયદા આ આસન કરનારને મળે છે.
  • છાતીની આસપાસ જમા થતી બિનજરૂરી ચરબી અટકે છે.
  • ફેફસામાં ઑક્સિજન વધું પહોંચે છે.
  • શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે.
  • પાંસળીઓ મજબૂત બને છે.
  • ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છે.
  • ચેતાતંત્ર માટે ખૂબ જ લાભદાયક આસન છે.
  • કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
  • મગજના કોષો ઉત્તિજિત થાય છે.
  • આ આસનથી બુદ્ધિનો વિકાસ થાય છે.
  • કમરના દુઃખાવામાં આ આસનથી રાહત મળે છે.
  • દમના રોગીઓ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
  • પેટ માટે આ આસન ખૂબ જ લાભકારક છે.
  • આ આસનથી આંતરડાં વધુ સક્રીય થાય છે અને કબજીયાત મટે છે.
  • ગળામાંની ગ્રંથીઓ મજબુત થાય છે.
  • ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
  • મળ શુદ્ધિ માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.     
  • આ આસનથી પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
  • સ્ત્રીઓનાં માસિકનું દર્દ તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *