Press "Enter" to skip to content

માઈકલ ફેરાડે વીજળીનો શોધક Michael Faraday

Pankaj Patel 2

22 September:

માઈકલ ફેરાડે નો જન્મ 22 સપ્ટેમ્બર 1791 ના દિવસે લંડનના પરા વિસ્તારમાં થયો હતો. આધુનિક જીવનને આધુનિક બનાવનાર વીજળી (electricity) ના શોધક તરીકે ફેરાડેના આપણે સૌ હમેશાં ઋણી રહીશું.

માઈકલના પિતા લુહારીકામ કરતા હતા.

ગરીબાઈના કારણે ફેરાડે ઉચ્ચ શિક્ષણ પામી શકેલા નહીં.

14 વર્ષની ઉમ્મરે સ્થાનિક બુક બાઈન્ડરને ત્યાં કામ શરૂ કર્યું.

પુસ્તકોના વાંચન દ્વારા પોતાની જાતે ભણતા ગયા.

અહીથી જ તેઓ વિજ્ઞાન તરફ આકર્ષાયા. પુસ્તકોથી પ્રભાવિત થઈ ઇલેક્ટ્રિસિટીના અભ્યાસમાં રસ પડ્યો.

આમ, ફોર્મલ શિક્ષણ નહિવત હોવા છતાં એક મહાન વિજ્ઞાની ઘડાતો ગયો. આ બાબત દરેકના માટે પ્રેરક છે.

આપણે કોલેજ કરીને કારકુન બનવા માગતા હોય તો જુદી વાત છે.

બાકી શોધ અને સંશોધન અંદરથી ઉદભવે છે.

જ્ઞાનની ભૂખ ઊઘડે તો અશિક્ષિત પણ કમાલ કરી શકે છે.

થોમસ અલ્વા એડિસન અને ફેરાડે બંનેએ ફોર્મલ શિક્ષણ સીમિત હોવા છતાં મહાન શોધો કરી.

જે શિક્ષણથી વંચિત પણ મહાન કાર્ય કરવા ઇચ્છુક દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે.

માઈકલ ફેરાડે

માઈકલ ફેરાડેનું પૂતળું. ફોટો વિકિપીડિયા માંથી

શોધ અને સંશોધન:

માઈકલ ફેરાડે ઇલેક્ટ્રિસિટી અંગેના કાર્યથી જાણીતા છે.

તેમણે સૌપ્રથમ ઇલેક્ટ્રીક જનરેટર બનાવ્યું.

જેના આધારે સમય જતાં ઇલેક્ટ્રીક મોટર બની.

આ એક એવી શોધ હતી જેણે દુનિયાને આધુનિક બનવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે.

આજે આપણે વીજળી વિનાનો કલાક પણ કાઢી શકતા નથી. દરેક ક્ષેત્રે વીજળી અનિવાર્ય થઈ ગયી છે.

જે ફેરાડેની શોધનું મહત્વ સમજાવવા પૂરતું છે.

માઈકલ ફેરાડે

ફેરાડેનું ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટીઝમ ક્ષેત્રે મોટું પ્રદાન છે. ડાયમેગ્નેટિઝમ એ તેમની શોધ છે. એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોડ, આયન જેવા શબ્દો તેમણે પ્રચલિત કર્યા. ઊંચા તાપમાને કામ કરી શકે તેવા કાચના સંશોધનમાં પણ તેમનું પ્રદાન છે. રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ કામ તેમણે કર્યું છે. વાયુના પ્રવાહીકરણ માટે પણ કામ કર્યું. કાર્બન અને ક્લોરીનના સંયોજન બનાવ્યા. આમ, વિવિધ ક્ષેત્રે માઈકલ ફેરાડે એ કામ કર્યું છે.

માઈકલ ફેરાડે

રોયલ સોસાયટી:

ફેરાડે એ રોયલ ઇન્સ્ટીટ્યુટ સાથે ખૂબ કામ કરેલું. તેઓને રોયલ સોસાયટીના પ્રેસિડેંટ બનવા ઓફર થયેલી. જે તેમણે અસ્વીકાર કરેલી.

માઈકલ ફેરાડે

મહાન માણસોને તેમના જીવનમાથી મળતા સંદેશ માટે યાદ રખાય છે. ફેરાડેના જીવનનો એક પ્રસંગ છે. જે પ્રેરણાદાયી છે. તેઓ એક પ્રયોગનું નિદર્શન કરવાના હતા. ઘણા લોકો જોવા આવેલા. એક સ્ત્રી પોતાના નાના બાળકને તેડીને આવેલી. પ્રયોગ સાધારણ હતો. માત્ર એક મીટરની સોય વીજળીથી હાલી શકે તેવું બતાવવામાં આવ્યું. પેલી સ્ત્રી અકળાઈને બોલી કે, આટલું બતાવવા અમને બધાને બોલાવ્યા છે? કોઈ કાર્ય થયેલું તો દેખાતું નથી. એ સમયે હજુ વીજળી શોધાઈ નહોતી. એટલે એ સ્ત્રીને શું ખબર કે, એક મીટરની સોય હલવી એ અભૂતપૂર્વ છે એવું તે નહોતી જાણતી. ફેરેડેએ શાંતિથી કહ્યું, કે ‘તમારું બાળક અત્યારે કશું કરી શકતું નથી. તે રીતે મારો પ્રયોગ પણ કોઈ કામ કરતો દેખાતો નથી. પણ તમારું બાળક જેમ મોટું થઈને ઘણું બધુ કરશે, તેવી રીતે મારો પ્રયોગ મહાન કામ કરશે.’ આમ, નાની વાતોમાથી પ્રેરણા લઈએ તો જીવન ઉન્નત બનાવવા ઉપયોગી બને.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Pankaj Patel Pankaj Patel

    thanks a lot

  2. I need to to thank you for this fantastic read!! I absolutely enjoyed every bit
    of it. I have you saved as a favorite to look at new things
    you post…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *