Press "Enter" to skip to content

મેડિકલ અભ્યાસ અને ગુજરાતી વિદ્યાર્થીઓ

Pankaj Patel 0

મેડિકલ અભ્યાસ ક્ષેત્રે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અગાઉ કરતાં જુદી સ્થિતિ ઊભી થઈ છે.

આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓમાં મેડિકલનું આકર્ષણ અગાઉ કરતાં પણ વધ્યું છે.

કારણો સ્પષ્ટ છે. સારી આવક, મોભાદાર ધંધો, સામાજિક પ્રતિષ્ઠા અને સેવાનો મોકો આ બધુ જ એમાં છે.

મેડિકલ અભ્યાસ

NEET પરીક્ષાથી પ્રવેશ

છેલ્લા થોડાક વર્ષોથી હવે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પરીક્ષાનું મેરીટ ધ્યાનમાં લેવામાં આવે છે.

આ પરીક્ષા હવે અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ લેવાય છે અને ધોરણ 11 અને 12ના સિલેબસનો એમાં સમાવેશ થાય છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજયમાં પ્રાપ્ય બેઠકોમાથી 85% બેઠકો ડોમિસાઈલના ધોરણે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અનામત છે.

બાકીની 15% બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટાથી ભરાય છે.

તે જ રીતે બીજા રાજયોની 15% બેઠકો માટે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે છે.

ગુજરાતમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે ફીની 50% રકમ સુધી સરકારી સહાય કેટલાક નિયમોને આધીન મળે છે.

આમ, દેશભરમાં એકસમાન પ્રવેશ પદ્ધતિના કારણે એકરૂપતા આવી છે અને સરળતા વધી છે.

અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ

દેશના ઘણા રાજ્યોમાં શરૂઆતથી જ અખિલ ભારતીય પ્રવેશ પરિક્ષાના ધોરણે મેડિકલમાં પ્રવેશ મળતો પણ ગુજરાતમાં અલાયદી ગુજકેટ પરીક્ષા લેવાતી.

GUJCET પરીક્ષામાં માત્ર ધોરણ 12નો અભ્યાસક્રમ સમાયેલો હતો. તથા 12મા ધોરણની બોર્ડની પરિક્ષાના ગુણ પણ પ્રવેશના મેરિટમાં ગણાતા હતા.

હવે, ધોરણ 11 અને 12 બંનેનો CBSE અભ્યાસક્રમ પ્રવેશ પરીક્ષામાં સમવાયો છે, ઉપરાંત ધોરણ 12મા બોર્ડની પરિક્ષાના ગુણ મેરિટમાં ધ્યાને લેવાતા નથી.

આ બદલાયેલી સ્થિતિમાં વિદ્યાર્થી NEET પરિક્ષાની તૈયારી કરી સારા ગુણ મેળવે અને ધોરણ 12 માં 50% જેટલા ગુણ હોય તો પણ પ્રવેશ મેળવી શકે.

આ સ્થિતિ ઉપરથી તો સારી લાગે છે, પણ વાસ્તવિક સ્થિતિ અલગ જ છે.

અન્ય રાજ્યોમાં ધોરણ 12 પાસ કરી એક વર્ષ NEET પરિક્ષાની તૈયારી કરીને જ પ્રવેશ પરીક્ષા આપવાનું વલણ જૂનું છે.

તેનાથી વિપરીત ગુજરાતમાં જે વર્ષે ધોરણ 12 ની પરીક્ષા આપી હોય તે જ વર્ષે NEET પરીક્ષા આપવાનું ચલણ છે.

આ સંજોગોમાં આખો 11 અને 12 ધોરણનો સિલેબસ તૈયાર કરવા બોર્ડ પરીક્ષા બાદ માત્ર 40-50 દિવસનો જ સમય મળે છે.

વળી, બોર્ડની પરીક્ષા લેખિત સ્વરૂપે અને NEET પરીક્ષા MCQ સ્વરૂપે લેવાય છે. આથી વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી કરી શકતા નથી.

ગ્રામીણ અને શહેરી વિદ્યાર્થીઓ વચ્ચેનો તફાવત

ઉપરની સ્થિતિ દરેક જગ્યાએ સરખી નથી. કારણ કે શહેરી વિસ્તારમાં NEET કોચિંગ માટેના અલગ સેન્ટરો છે. જે ગ્રામીણ વિસ્તારોમાં નથી. અથવા જેવી જોઈએ તેવી ગુણવત્તાવાળા નથી.

શહેરી વિદ્યાર્થીઓ 11 અને 12 ધોરણના અભ્યાસ દરમિયાન આવા કોચિંગ સેન્ટરોના સવાર-સાંજ વર્ગો ભરી શકે છે.

જ્યારે ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે માત્ર બોર્ડ પરીક્ષા પત્યા પછીનો સમય જ મળે છે. જે ખૂબ ટૂંકો પડે છે.

વળી, ખાનગી કોચિંગ સેંટરોની તગડી ફી ચૂકવવાની દરેકની શક્તિ પણ હોતી નથી.

આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં તો વિદ્યાર્થીઓ અડધું 11 મુ ધોરણ ભણી રહે ત્યાં સુધી આ બધી જાણકારી પણ પામતા નથી.

જે વિદ્યાર્થીઓ બધી સગવડ પામે છે અને સંભવત: બોર્ડ પરિક્ષાના બીજા વર્ષે પ્રવેશ પરીક્ષા આપે છે તે ખૂબ સારા માર્ક્સ લાવે છે.

બેઠકોની ઉપલબ્ધતા ઓછી હોવાથી મેરીટ દર વર્ષે ઊંચુને ઊંચું જતું જાય છે અને મેડિકલમાં પ્રવેશ મેળવતા ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટતું જાય છે.

બીજા દેશોમાં મેડિકલ અભ્યાસ

આપણા ત્યાં માંગ અને પુરવઠાની અસમાનતા મેડિકલ અભ્યાસ ક્ષેત્રે પણ અન્ય ક્ષેત્રો જેટલી જ છે.

આથી જે અહી મેડિકલમાં પ્રવેશ ના મેળવી શકે તેમને ડોકટર બનવું જ હોય તો  બીજા દેશમાં પ્રવેશ મેળવી શકે છે.

ચીન, રશિયા, યુક્રેન, ફિલિપાઈન્સ જેવા ઘણા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ કરવા જાય છે.

બહારથી MBBS કરનાર વિદ્યાર્થીએ અભ્યાસ બાદ MCA (મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા) ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે અને તેમાં પરિણામ ખૂબ નીચું આવતું હોય છે.

આથી બહારથી MBBS કરીને આવેલા વિદ્યાર્થીઓને  ઘણી વખત MCI ટેસ્ટ પાસ કરવામાં 2-3 વર્ષ બગાડવા પડે છે.

તો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ દરેકે હવે મેડિકલ અભ્યાસ માટે શરૂઆતથી જ કમર કસી લેવાની છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *