Press "Enter" to skip to content

16 September એમ એસ સુબ્બુલક્ષ્મીનો જન્મ દિવસ

Pankaj Patel 1

16 September એ ભારતીય સંગીત પ્રેમીઓ માટે વિશિષ્ટ દિવસ છે. ભારતીય શાસ્ત્રીય સંગીતને ઊંચાઈના શિખરો પર પહોચડનાર એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ આ દિવસે થયો હતો. 16/09/1916 ના દિવસે મદુરાઈમાં તેમનો જન્મ થયો. દક્ષિણમાં પ્રચલિત દેવદાસી પરિવારમાં જન્મ્યા. પોતાની કલાના માદયમથી સંગીત ક્ષેત્રે સર્વોચ્ચ શિખરો સર કર્યા. 11 December 2004 ના રોજ દેવલોક પામ્યા. 88 વર્ષની જીવન સફરમાં અનેક ક્ષેત્રે નામના મેળવી.

16 September

પ્રારંભિક જીવન:

દેવદાસી પરિવારમાં જન્મ થવાથી સંગીત વારસામાં મળેલું. માતા સંગીત પ્રસ્તુતિ કરતાં હતાં. આમ, માતા પ્રથમ ગુરુ બન્યા. 11 વર્ષની ઉમરે પ્રથમ સ્ટેજ પ્રોગ્રામમાં પ્રસ્તુતિ આપી. સ્થાનિક સંગીતજ્ઞો દ્વારા સહકાર અને શિક્ષણ મળ્યું. 1936 માં મદ્રાસ આવ્યા. અહી તેમણે ફિલ્મો માટે પણ કામ કર્યું. કેટલીક તામિલ ઉપરાંત મીરા હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. 13 વર્ષની ઉમ્મરે મદ્રાસ મ્યુજિકલ એકેડેમી સમક્ષ પ્રથમ રજૂઆત કરી. તેઓ ભારત ઉપરાંત યુએસ, બ્રિટન અને અન્ય દેશોમાં પણ ગયા. દરેક સ્થળે પોતાની અને દેશની કિર્તિ વધારી.

 

16 September

UN ખાતે સંગીત પ્રસ્તુતિ:

1966માં UN સામાન્ય સભા સમક્ષ સંગીત પ્રસ્તુત કરનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા. આમ, તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને નવી દિશાઓ આપી. પારંપારિક સંગીત ઉપરાંત તેમણે પોતાની રચનાઓ પણ રચી. ખાસ ભજનો માટે તેઓ ખૂબ લોકપ્રિય થયા.

16 September

 

મહાનુભાવોના ઉદગારો:

એમ. એસ. સુબ્બુલક્ષ્મીએ જીવનમાં શું મેળવ્યું તે જાણવા તેમના માટે અન્યોએ શું કહ્યું તે જાણીએ.

નહેરુજી એ કહેલું. ‘ એ સંગીત સામ્રાજ્ઞી સમક્ષ હું એક માત્ર વડોપ્રધાન જ છુ.’

લતા મંગેશકારે તેમણે ‘તપસ્વિની’ કહેલાં.

ઉસ્તાદ બડે ગુલામ અલી ખાઁને તેમને ‘સુસ્વરલક્ષ્મી’ કહ્યા છે.

કિશોરી અમોનકરે કહ્યું. ‘આઠવા સ્વર.’ સપ્ત સૂરથી ઉપર આઠમો સૂર.

સરિજીની નાયડુએ ‘Nightingale of India’ થી નવાજયા છે.

 

16 September

 

એવોર્ડ્સ અને સન્માન:

સુબ્બુલક્ષ્મીજીનું કાર્ય અને તેનું મહત્વ સમજવા તેમને મળેલા સન્માન અને એવોર્ડ પણ જાણીએ. નાના મોટા અનેક સન્માન ઉપરાત કેટલાક વિશિષ્ટ એવોર્ડ આ મુજબ છે.

પદ્મભૂષણ (Padma Bhushan in 1954)
સંગીત નાટક અકાદમી એવોર્ડ (Sangeet Natak Akademi Award in 1956)
સંગીત કલાનિધિ (Sangeetha Kalanidhi in 1968)
રોમન મેંગ્સેસે એવોર્ડ  (Ramon Magsaysay award (often considered Asia’s Nobel Prize) in 1974)
પ્દ્મવિભૂષણ (Padma Vibhushan in 1975)
સંગીત કલાનિધિ (Sangeetha Kalasikhamani in 1975 by The Indian Fine Arts Society, Chennai)
કાલિદાસ સન્માન (Kalidas Samman in 1988)
ઇન્દિરા ગાંધી પુરસ્કાર (Indira Gandhi Award for National Integration in 1990)
ભારતરત્ન  (Bharat Ratna in 1998)

 

16 September

 

એમ. એસ. સુબ્બુલક્ષ્મી અંગે ખૂબ ટૂંકમાં જાણવા આ વિડીયો જુઓ.

http://https://www.youtube.com/watch?v=tBQD44DHuhc

 

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. I conceive this site contains some rattling superb info for everyone. “Variety is the soul of pleasure.” by Aphra Behn.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *