Press "Enter" to skip to content

20 September નારાયણ ગુરુ નિર્વાણ દિન Narayan Guru Nirvan Din

Pankaj Patel 1

20 September:  એ દક્ષિણના પ્રખ્યાત સંત નારાયણ ગુરુનો નિર્વાણ દિન છે.  1928 ની 20 September ના દિવસે  તેમણે દેહ ત્યાગ કરેલો. તેઓ ગુરુ ‘નાનુ’ તરીકે પણ જાણીતા છે. કન્યાકુમારી જિલ્લાના મારુતવન ની ગુફાઓમાં તેમણે સાધના કરેલી. તેઓ ત્યાં પરમ તત્વને પામેલા એમ મનાય છે.

20 September
રિઝર્વ બેન્કે ગુરુ નારાયણ દેવની યાદમાં બહાર પાડેલા સ્મારક સિક્કા

જ્ઞાતિ વિહીન સમાજ:

નારાયણ ગુરુ તેમની સમાજસુધારક પ્રવૃત્તિઓથી પણ જાણીતા છે. તેમણે જ્ઞાતિ વિહીન સમાજ માટે ખૂબ કામ કર્યું. દક્ષિણ કેરળના અરૂવીપ્પુરમ ખાતે તેમણે એક મંદિર બનાવડાવેલું. આજે તે અહી પ્રખ્યાત તીર્થ છે. અહી કોઈ પણ જાતિ કે ધર્મના ભેદ વિના દરેક પુજા કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ અને દલિતો સાથે ભેદભાવ ચરમ પર હતો ત્યારે તેમણે આ વિચારો ફેલાવ્યા. સમાજની ધરનાઓથી વિપરીત સાચી વાત કહેવી ખૂબ દુષ્કર હોય છે. જે તેમણે કર્યું. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર તેમના પ્રશંષકો હતા.

20 September
નારાયણ ગુરુ 60 વર્ષની ઉમરે

બધા મનુષ્ય એક સમાન:

નારાયણ ગુરુના સમયમાં કેરલ ત્રાવણકોર રાજ્ય ગણાતું.

નીચી જાતિઓ અને જાતિ બહારના લોકો પ્રત્યે બેદભાવ ખૂબ હતો.

સ્ત્રીઓને પુજા કરવામાં અડચણો હતી.

તેમણે સ્ત્રી-પુરુષ, ઊંચ-નીચના ભેદ મિટાવવા કાર્ય કર્યું.

તે કહેતા, “ઈશ્વર ના પૂજારીનો છે, ના ખેડૂતનો છે. તે દરેકમાં વસે છે.”

તેઓ એવો ધર્મ ઇચ્છતા હતા જેમાં માણસ-માણસનો સ્નેહ ખીલે.

નીચી જાતિના લોકો પણ સ્વમાનભેર જીવે. પૂજા દરેક કરી શકે.

અરુવિપ્પુરમ મંદિરનો તે સમયે બ્રાહ્મણોએ ખૂબ વિરોધ કરેલો.

કારણ કે ત્યાં કોઈ પણ પૂજા કરી શકતું. આજે તે તીર્થ ધામ છે.

સમય કરતાં આગળ વિચારનાર જ ચીલો પાડે છે. નાનું ગુરુ એવા માણસ હતા.

મુર્તિ વિહીન મંદિર:

તે મુર્તિ વિનાના મંદિર બનાવવા ઇચ્છતા હતા. તેમનો મૂર્તિપૂજાનો વિરોધ હતો. એ રાજા રમમોહન રાયની જેમ મૂર્તિપૂજાના વિરોધી નહોતા. તે દરેકને ઈશવાર સાથે જોડાવા માગતા હતા. આથી સહુનો સમાન ઈશ્વર ચાહતા. એટલે તેમણે મુર્તિ વિહીન મંદિર બનાવ્યું.

20 September
શિવગીરી ખાતેની નારાયણ ગુરુની સમાધિ.

આજે પણ આપણે જ્ઞાતિ વિહીન સમાજ રચી શક્યા નથી. જ્યારે અસ્પૃશ્યતા ચરમ પર હતી ત્યારે તેમણે આ કલ્પના કરેલી. દ્રષ્ટિ હોવી અને તે માટે કામ કરવામાં ફરક છે. હિન્દુ સમાજની સુધારણા માટે અનેક લોકોએ કાર્ય કર્યું છે. દરેક સફળ નથી થયા. નારાયણ ગુરુ પોતાના કાર્યમાં સફળ થયા તે આનંદની વાત છે. આપણે પણ એમના અધૂરા કાર્યો પૂરા કરીએ. એ જ મહાપુરુષોને સાચી શ્રદ્ધાંજલી કહેવાય.

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. My brother recommended I might like this website. He was entirely right.
    This post truly made my day. You cann’t imagine simply
    how much time I had spent for this information! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *