Press "Enter" to skip to content

Samaj Shastra Dhoran 11 Prasnottar [સમાજશાસ્ત્ર ધોરણ 11]

Dinesh Patel 0

સમાજશાસ્ત્ર ધોરણ 11 એ ઉચ્ચત્તર માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનોમાં ભણાવાતો સૌથી મહત્વનો અને પાયાનો વિષય છે. અત્યારે ગુજરાત બોર્ડના નવીન પરીરૂપ પ્રમાણે જે પાઠ્યપુસ્ત તૈયાર કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓમાં સમાજશાસ્ત્રના અભ્યાસ ઉપરાંત સામાજિક વિજ્ઞાનોના અભ્યાસની પાયાની જરૂરિયાતોને સમજીને તૈયાર કરવામાં આવેલું છે. સમાજશાસ્ત્ર એ ઉચ્ચત્તર માધ્યમિકના વિષય તરીકે માત્ર શાળા કક્ષાએ જ નહી પરંતુ સ્નાતક અને સ્નાતકોત્તર અભ્યાસ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટે પણ વિદ્યાર્થીને વિષયની સમજ અને અભ્યાસનું ક્ષેત્ર તથા વિષય વસ્તુ અંગે પાયાનો જ્ઞાન મેળવે તે અનુસાર ગોઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરાયેલ સમાજશાસ્ત્ર ધોરણ 11 નું પાઠ્યપુસ્તક ખુબ કાળજી અને મહેનતના અંતે તૈયાર થયેલું છે. જેમાં સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ, વિષયનો વિકાસ તેમજ પાયાની વિભાવના અને સંકલ્પનાઓનો સમાવેશ કરાયેલ છે. વળી, પર્યાવરણ અને સમાજ એ પ્રકરણનો સમાવેશ કરી આધુનિક વિશ્વની સમસ્યાઓ સાથે વિદ્યાર્થીઓ એકરૂપતા અને સભાનતા કેળવે તેનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. આમ, એકદંરે ખુબ રસ પૂર્વક અભ્યાસ કરાય તેવું પાઠ્યપુસ્તક છે.


સમાજશાસ્ત્ર ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં સમાવેલ તમામ ટોપીક અને પ્રકરણોનો અભ્યાસ થઈ શકે તેમજ વિદ્યાર્થીઓની ઉત્સુકતા અને જિજ્ઞાશા સંતોષાય તે માટે પ્રશ્નોત્તર સ્વરૂપે વિપુલ સાહિત્ય Zigya Resource Center માં ગુજરાતી માધ્યમમાં સમાવવામાં આવ્યું છે જેનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભલે તેવી આશા છે. આ પુસ્તકના નીચે મુજબના પ્રકરણો સમાવવામાં આવ્યા છે. અને તે પ્રકરણ મુજબ અભ્યાસ સાહિત્ય અમારે ત્યાં વિનામૂલ્યે ઉલપબ્ધ છે.


સમાજશાસ્ત્ર ધોરણ 11 [Samaj Shastra Dhoran 11]

1 સમાજશાસ્ત્ર : પરિચય [Samajashastra : Parichay]

2 સમાજશાસ્ત્રના મુળભૂત ખ્યાલો [વિભાવના] [Samaj Shastra na Mulabhut Khyalo] [Vibhavana]

3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર [Samajik Vyavastha ane Samajik Rachanatantra]

4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન [Samajik Prakriyao ane Samajik Parivartan]

5 સંસ્કૃતિ અને સમાજિકીકરણ [Sanskruti ane Samajikikaran]

6 ભારતની મુળભુત સામાજિક સંસ્થાઓ [Bharat ni Mulbhut Samajik Sansthao]

7 સમાજશાસ્ત્રીય સંશોધન-પદ્વતિઓ [Samajshastriy Sanshodhan-Paddhatio]

8 પર્યાવરણ અને સમાજ [Paryavaran ane Samaj]


ગુજરાતી વિદ્યાર્થીઓ અને તેમાં એ ખાસ કરીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ Online અભ્યાસમાં અન્યોની સરખામણીએ ઓછા પ્રવૃત્ત છે. મિત્રો આ જના સમયમાં ઈન્ટરનેટ એ જ્ઞાનનો સંચય અને સંગ્રહ નહી પરંતુ સરળતાથી અને પોતાની અનુકુળતા મુજબ અભ્યાસ કરવાનું માધ્યમ છે. જેનો મહત્તમ ઉપયોગ આવકાર્ય જ નહી, આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *