Press "Enter" to skip to content

Samajik Vigyan Dhoran 9 Prasnottar [સામાજીક વિજ્ઞાન ધોરણ 9]

Dinesh Patel 0

ગુજરાત બોર્ડ ના અભ્યાસક્રમમાં ધોરણ 9 એ આમ જોવા જતાં માધ્યમિકનું પ્રથમ વર્ષ અને બોર્ડ પરીક્ષાના અગાઉનું વર્ષ ગણાય. મોટે ભાગે જ્યારથી પ્રાઈમરીમાં ધોરણ 8 ચાલુ થયું છે ત્યારથી ઘણા વિદ્યાર્થીઓ માટે આ હાઇસ્કૂલનું પ્રથમ વર્ષ હોય છે. બદલાતી અભ્યાસની જગ્યા, વાતાવરણ, પદ્ધતિ વગેરેને કારણે સળંગ અભ્યાસમાં અગાઉનું વર્ષ હોવા છતાં વિદ્યાર્થીઓને અહીં નવીનતા લાગે એ સ્વાભાવિક છે.


સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એ ઇતિહાસ, ભુગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પર્યાવરણ વગેરે જેવા ખુબ અગત્યના વિષયોનો સામુહિક એક વિષય તરીકે પાયાનો અભ્યાસક્રમ પુરો પાડે છે. ધોરણ 10 ના બોર્ડના વર્ષ માટે આ વિષય સ્ક્રોરિગ સબજેક્ટ હોવાથી અને ધોરણ 9 માં તેનો માળખાગત અભ્યાસ કરવાનો હોવાથી આ ખુબ અગત્યનો વિષય છે. વળી, રસપ્રદ વિષયવસ્તુ અને વર્ણનાત્મક પ્રશ્નો હોવાથી વિદ્યાર્થીઓ માટે આ વિષય રસનો વિષય બને છે.


સામાજિક વિજ્ઞાનમાં અનેક સામાજિક વિષયોનો સમન્વય હોવાથી પાયાના વિષય તરીકે એક વિદ્યાર્થી અને ભવિષ્યના નાગરિક બંને દ્વષ્ટિએ આ અગત્યનો વિષય છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માં હવે સિમેસ્ટર પદ્ધતિને બદલે આખા વર્ષનો અભ્યાસક્રમ છે. અહીં એકમ-1, એકમ-2 અને એકમ-3 મળીને કુલ 20 પ્રકરણોનો અભ્યાસક્રમ સમાવ્યો છે. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠ્ય પુસ્તક પ્રમાણભુત અને રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા 2005 અનુસાર NCERT ના ધોરણ 9 ના અભ્યાસક્રમ સાથે સમન્વય સાધવાના હેતુ થી ખુબ જ કાળજી પૂર્વક પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં સમાવિષ્ઠ પ્રકરણો પ્રશ્નોત્તર સ્વરૂપે નીચે મુજબ છે:


સામાજીક વિજ્ઞાન ધોરણ 9 [Samajik Vigyan Dhoran ]

1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય [Bharat ma British Sattano Uday]

2 પ્રથમ વિશ્વયુદ્વ અને રશિયન ક્રાંતિ [Pratham Vishv Yuddha ane Rashiyan Kranti]

3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ [Nutan Vishv Taraf Prayan]

4 ભારતની રાષ્ટ્રીય ચળવળો [Bharatani Rashtriy Chalvalo]

5 ભારત : આઝાદી તરફ પ્રયાણ [Bharat : Azadi Taraf Prayan]

6 1945 પછીનું વિશ્વ [1945 Pachinu Vishv]

7 સ્વાતંત્ર્યોત્તર ભારત [Svatantryotar Bharat]

8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો [Bharat na Rajybandharan nu Ghadatar ane Lakshano]

9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રજ્યનીતિના માર્ગદર્શક સિદ્વાંતો [Mulabhut Hako, Mulabhut Farajo ane Rajyanitina Margdarshak Siddhanto]

10 સરકારનાં અંગો [Sarkar na Ango]

11 ભારતનું ન્યાયતંત્ર [Bharat nu Nyaytantra]

12 ભારતીય લોકશાહી [Bharatiy lokashahi]

13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ -I [Bharat : Sthan, Bhustariy Rachna ane Bhrupushth – I]

14 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ -II [Bharat: Sthan, Bhustariy Rachna ane Bhrupushth – II]

15 જલ-પરિવાહ [Jal-Parivah]

16 આબોહવા [Abohava]

17 કુદરતી વનસ્પતિ [Kudarati Vanaspati]

18 વન્યજીવન [Vany Jivan]

19 ભારત : લોકજીવન [Bharat : Lokajivan]

20 આપત્તિ-વ્યવસ્થાપન [Apatti-Vyavasthapan]


વિદ્યાર્થીઓને પાયાની સમજ મળે, પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થાય અને રસ જળવાઈ રહે તે હેતુ સર સામાજિક વિજ્ઞાન વિષયનો પદ્ધતિ સરનો અભ્યાસ કરાવાય તે હિતાવહ છે. સાલવારી, નકશા, સ્થળોની ભૌગોલિક અને ઐતિહાસિક ઓળખ જેવા વિષયના અંતર્ગત પરંતુ, કેટલાંક પાઠ્યપુસ્તક બહારના મુદ્દાઓ પણ વર્ષ દરમિયાન સમજાવવામાં આવે તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય એ આશાએ અહીં વિષનો સમગ્ર ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે જે વિદ્યાર્થી આલમ અને શિક્ષકમિત્રો તેમજ વાલિઓને પણ ઉપયોગી થાય તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *