Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Long Answer Type

71. પોષણ એટલે શું ? આકૃતિ સાથે અમીબામાં પોષણની સમજૂતી આપો. 

72. શ્વસન એટલે શું ? મનુષ્યના શ્વસનતંત્રની સમજૂતી આપો. (આકૃતિ જરૂરી નથી) 

Advertisement
73.
કાચી ધાતુનું સંકેંદ્રણ એટલે શું ? સલ્ફાઈડ ખનીજવાળી કાચીધાતુનું સંકેંદ્રણ આકૃતિ દોરી વર્ણન કરો. 

કાચી ધાતુમાં રહેલી અશુદ્વિઓના પ્રકાર અને તેના ટકાવાર પ્રમાણને આધારે તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. પરિણામે તેમાંથી મોટા ભાગની અશુદ્વિઓ દૂર થવાથી કાચી ધાતુનું પ્રમાણ વધે છે. આ ક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહેવાય છે.

ફીણ-પ્લવન પદ્વતિ : ફીણ –પ્લવન પદ્વતિનો ઉપયોગ સલ્ફાઈડયુક્ત ખનિજોવાળી કાચી ધાતુઓ (જેવી કે કૉપર, ઝિંક અને લેડની સલ્ફાઈડયુક્ત કાચી ધાતુઓ) ના સંકેન્દ્રણ માટે થાય છે.

આ પદ્વતિમાં કાચી ધાતુનો બારીક પાઉડર, પાણી અને ટર્પેન્ટાઈન (અથવા પાઈન તેલ) ના મિશ્રણને એક મોટા પાત્રમાં ભરવામાં આવે છે. પરિણામે કાચી ધાતુમાંના સલ્ફાઈડના કણો ટર્પેન્ટાઈનથી ભીંજાઈને ચોંટી જાય છે, જ્યારે માટી અને રેતીનાં કણો ટર્પેન્ટાઈનથી ભીંજાતા નથી.

હવે, આ પ્રવાહી મિશ્રણમાં એક નળી મારફતે દબાણથી હવા પસાર કરવામાં આવે છે ત્યારે ફીણ ઉત્પન્ન થાય છે. ફીણની સાથે તેલયુક્ત સલ્ફાઈડના કણો સપાટી પર આવે છે. માટી, રેતી વગેરેના કણો પાણી વડે ભીંજાઈ પાત્રના તળિયે બેસે છે.

સલ્ફાઈડ ખનિજવાળા ફીણને બીજા પાત્રમાં લઈ પાણીથી ધોવામાં આવે છે. આમ કરવાથી કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય છે અને ખનિજમાંથી માટી, રેતી વગેરે દૂર થાય છે.


Advertisement
74.
ધાતુનું વિશુદ્ધિકરણ એટલે શું ? કૉપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. 

Advertisement