CBSE
ગર્ભાવસ્થા અટકાવીને માનવવસતિ-નિયંત્રણ માતે વિવિધ વૈજ્ઞાનિક ઉપાયો છે. આ કૉન્ટ્રાસેપ્ટિવ(કુટુંબ-નિયોજન)ની પદ્વતિઓ વ્યાપક રીતે નીચેના ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરાય છે:
(1) યાંત્રિક અંતરાયો: આ અંતરાયો દ્વારા શુક્રકોષોને જનનમાર્ગમાં જતા અટકાવાય છે. તેથી અંડકોષનું ફલન થઈ શકતું નથી.
પુરુષ શિશ્ન પર નિરોધ પહેરીને જાતીય સમાગમ કરે, તો આ હેતુ સિદ્વ થઈ શકે છે.
સ્ત્રીઓમાં યોનિમાં પડદો પહેવાથી ફલન અટકાવી શકાય છે.
સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભાવરોધક સાધન કૉપર કે આંકડી મૂકવામાં આવે છે. આ સાધન નિષ્ણાત ડૉક્ટર દ્વારા મૂકવામાં આવે છે. તે ગર્ભાશયમાં ગર્ભસ્થાપન થતું અટકાવે છે.
(2) રાસાયણિક પદ્વતિ: આ પદ્વતિમાં સ્ત્રી માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરાય છે.
મોં દ્વારા લેવાતી ગોળીઓમાં અંત:સ્ત્રાવો(મુખ્યત્વે પ્રોજેસ્ટૅરોન)નું સંયોજન કરેલું હોય છે. તેની અસરથી અંડપિંડમાં અંડકોષનું પરિપક્વન અટકાવાય છે અને અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતા નથી.
સ્ત્રીના યોનિમાર્ગની ગોળીઓ સ્પર્મીસાઇડ નામનું રસાયણ ધરાવે છે. તે શુક્રકોષોનો નાશ કરે છે. આથી ફલન શક્ય બનતું નથી.
(3) શસ્ત્રક્રિયા: શસ્ત્રક્રિયા વડે પુરુષની બંને શુક્રવાહિનીને કાપી કે બાંધી દેવામાં આવે છે. આ શસ્ત્રક્રિયાને નસબંધી કહેવામાં આવે છે. સ્ત્રીમાં આવી શસ્ત્રક્રિયામાં બંને અંડવાહિનીને કાપી કે બાંધી દેવામાં આવે છે અને કપાયેલા ખુલ્લા છેડા બંધ કરી દેવામાં આવે છે. આ શસ્ત્રક્રિયાને ટ્યૂબેક્ટોમી કહે છે.
વસતિ-નિયંત્રણ માટેની કોઈ પણ પદ્વતિનો અમલ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ખોરાકનાં પોષક તત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્વિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે.
પરાવલંબી પોષણ:
બધા જ સજીવો તેમના પર્યાવરણમાં અનુકૂલિત થયેલા હોય છે. પરાવલંબી પોષણ પદ્વતિ સજીવોની ખોરાકની પ્રાપ્તિ અને તેઓ ખોરાક કેવી રીતે મેળવે છે તેના આધારે જુદી પડે છે. પરાવલંબી પોષણમાં સજીવો પોતાના ખોરાકનું કાર્બન ડાયૉક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણીના ઉપયોગથી સંશ્લેષણ કરી શકતા નથી. સજીવો વનસ્પતિ અને પ્રાણીમાંના કાર્બનિક પદાર્થોના પાચન દ્વારા પરાવલંબી પોષણ મેળવે છે. આ પ્રકારના પોષણમાં ખોરાક લીધા પછી તેનું પાચન સરળ સ્વરૂપમાં થાય છે અને સજીવ તેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે બધા પ્રાણીઓ, બેક્ટેરિયા અને ફુગ.
પરાવલંબી પોષણના પ્રકાર:
(1) મૃતોપજીવી પોષણ:
મૃત અને સડી ગયેલા સેન્દ્રિય પદાર્થોનું શોષણ સજીવો તેની શરીરદીવાલ દ્વારા કરે છે. સજીવો સંપૂર્ણપણે નિર્જીવ પદાર્થો પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે બૉક્તેરિયા અને ફુગ.
(2) પરોપજીવી પોષણ:
પોષણ માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખતા હોય તો તેવા પ્રકારના પોષણને પરોપજીવી પોષણ કહે છે. સજીવ જેમાંથી ખોરાક મેળવે છે તેને 'યજમાન' કહે છે. પરોપજીવી યજમાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તેમાંથી ખોરાક મેળવે છે. યજમાનને કોઈ ફાયદો નથી નુકશાન થાય છે. બૅક્ટેરિયા, ફુગ, અમરવેલ જેવી વનસ્પતિ અને પટ્ટીકૃમિ, કરમિયા વગેરે પ્રાણીઓ પરોપજીવી તરીકે જીવે છે.
(3) પ્રાણીસમ પોષણ:
આ પ્રકારના પોષણમાં વનસ્પતિ અથવા પ્રાણીઓના ભાગો અથવા આખા સજીવને ખોરાક તરીકે લેવામાં આવે છે અને પછી ઉત્સેચકોની મદદથી તેનું પાચન થઈ સરળ પદાર્થોમાં ફેરવાય છે. પ્રાણીના શરીરના કોષો દ્વારા તેનું શોષણ થાય છે. અપાચિત ખોરાક પ્રાણીશરીરની બહાર મળોત્સર્જન દ્વારા ફેંકાય છે.
કાચી ધાતુમાંથી શુદ્વ ધાતુ મેળવવાની પ્રક્રિયા પાંચ તબક્કામાં વહેચાયેલી છે:
1 કાચી ધાતુમાંથી પાઉડર
2 કાચી ધાતુનું સંકેન્દ્રણ
3 ભુંજન, કૅલ્શિનેશન અને પિગલન
4 રિડક્શન
5 ધાતુનું વિશુદ્વિકરણ
કૉપરના શુદ્વિકરણ માટેની વિદ્યુતવિભાજન પદ્વતિ :
આ પદ્વતિમાં અશુદ્વ ધાતુનો સળિયો ઍનોડ (ધન ધ્રઉવ) અને શુદ્વ ધાતુનો સળિયો કૅથોડ (ઋણ ધ્રુવ) તરીકે લેવામાં આવે છે. ધાતુના ક્ષારના જલીય દ્વાવણનો ઉપયોગ વિદ્યુતવિભાજ્ય તરીકે કરવામાં આવે છે. વિદ્યુતવિભાજ્યમાં વિદ્યુતપ્રવાહને પસાર કરતાં ઍનોડ વિદ્યુતવિભાજ્ય ઓગળે છે. ઍનોડ ઓગળવાથી જેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુતવિભાજ્યમાં ઉમેરાય છે તેટલા પ્રમાણમાં ધાતુ વિદ્યુતવિભાજ્ય કૅથોડ પર જમા થાય છે. કૅથોડ પર જમા થતી આ ધાતુમાં અશુદ્વિ ન હોવાથી તે અતિશુદ્વ હોય છે. ઍનોડ ઓગળવાથી વિદ્યુતવિભાજ્યમાં ઉમેરાયેલ અતિશુદ્વિઓ પૈકીની દ્વાવ્ય અશુદ્વિ વિદ્યુતવિભાજ્યમાં અને અદ્વાવ્ય અશુદ્વિઓ ઍનોડના તળિયે એકઠી થાય છે. તેને ઍનોડિક પંક કહે છે.
જો કૉપરનું શુદ્વિકરણ આ પદ્વતિ દ્વારા કરીએ તો, અશુદ્વ કૉપરનો સળિયો ઍનોડ તરીકે અને શુદ્વ કૉપરનો સળિયો કૅથોડ તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. કૉપર સલ્ફેટનું જલીય દ્વાવણ વિદ્યુતવિભાજ્ય તરીકે લેવામાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ ઉમેરવામાં આવે છે. વિદ્યુતવિભાજ્યમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઍનોડમાંથી જેટલા પ્રમાણમાં કૉપર, કૉપર સલ્ફેટના જલીય દ્વાવણમાં ઓગળે છે તેટલા પ્રમાણમાં કૉપર, સલ્ફેટના જલીય દ્વાવણમાંથી કૅથોડ પર જમા થાય છે. આ રીતે કૅથોડ પર જમા થતું કૉપર લગભગ 100% શુદ્વતા ધરાવે છે.
ઍનોડ (ધનધ્રુવ) : (ઑક્સિડેશન)
કૅથોડ (ઋણધ્રુવ) : (રિડક્શન)
કુલ પ્રક્રિયા :