CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પોષણ પદ્વતિ શું ? સ્વાવલંબી પોષણ ઉદાહરણો સહિત સમજાવો.
પોષણ : સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી, શરીરના વિવિધ ભાગોમાં આવેલા જીવિત કોષોમાં તેમનો કાર્યશક્તિ મેળવવા તેમજ વૃદ્વિ અને અન્ય જુદી જુદી ક્રિયાઓ ચાલુ રાખવા માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
સ્વાવલંબી પોષણ : ઑટો શબ્દનો અર્થ ‘પોતે’ અને ‘ટ્રોફે’ શબ્દનો અર્થ પોષક તત્ત્વો થાય છે. આથી પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્ત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણપદ્વતિને સ્વાવલંબી પોષણ કહે છે.
આમ, બધા પ્રકાશસંશ્લેષી સજીવો સ્વાવલંબી પોષણ ધરાવે છે.
ઉદાહરણ : લીલી વનસ્પતિઓ, યુગ્લિના, વૉલ્વૉક્સ, રંજકદ્રવ્ય ધરાવતા બૅક્ટેરિયા.
સ્વાવલંબી સજીવો સંશ્લેષિત કાર્બોદિતનો ઉપયોગ શક્તિ મેળવવા કરે છે. વપરાયા વગરના કાર્બોદિતનો વનસ્પતિ શરીરમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે.

જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.
પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?
શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન
આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.
પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.