Chapter Chosen

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

Advertisement
ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપયોની સમીક્ષા કરો.

1 નાણાકીય પગલાં: ભારતની મધ્યસ્થ બૅન્ક-રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે છે. તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતાં તેમની કિંમતોમાં ક્રમશ: ઘટાડો થાય છે.

મધ્યસ્થ બૅન્ક-RBI બૅન્ક ધિરાણનીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતાં મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતાં સંગ્રહખોરી અને કાળાબજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે. તેમજ નફાખોરી અંકુશિત બને છે.

વ્યાપારી બૅન્કો પણ ધિરાણ દર વધારતાં ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજદર વધતાં સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી મૂડીસર્જનનો દર વધે છે. નવા ધંધા-રોજગારનાં ક્ષેત્રો ખુલે છે.

રિઝર્વ બૅન્ક સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે.

2 રાજકોષીય પગલાં : સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સબસિડીમાં ઘટાડો, જાહેર પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચુકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવાં પગલાં ભરે છે.

સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપમાં વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખસગવડની વસ્તુઓ પર વધારે કરવેરા નાખે છે, જેથી એ વસ્તુઓ મોંઘી બનતાં ખરીદી ઘટે છે. આમ, માંગ ઘટતાં ભાવો ઘટે છે.

જાહેરઋણની નીતિ અનુસાર સરકાર ‘ફરજિયાત બચત યોજના’ જેવી સ્કીમ જાહેર બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજવસ્તુઓની માંગ ઘટતાં ભાવો ઘટે છે.

3. મૂડીરોકાણ પર અંકુશ: બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્વતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગોનાં ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે.

4. ભાવનિયમન અને માપબંધી: સમાજના ગરીબીરેખાની નીચે જીવતા લોકોને અને આર્થિક દ્વષ્ટિએ નબળા વર્ગના લોકોને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડવા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સસ્તા અનાજની કે વાજબી ભાવની દુકાનો ખોલવામાં આવે છે.

ઉત્પાદકો અને વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી અને કાળાબજાર કરી મનફાવે તેમ ભાવવધારો કરે છે, તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે.

ભાવવધારાની પરિસ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવનધોરણને ટકાવી રાખવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે.

5. ભાવનિર્ધારણ તંત્ર: સંગ્રહખોરી અટકાવવા, આવશ્યક વસ્તુઓના ભાવોને વાજબી સ્તર પર ટકાવી રાખવા અને એ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ બને એ માટે સરકાર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નક્કી કરે છે અને એ જ ભાવોએ ચીજવસ્તુઓ વેચવા સરકાર વેપારીઓને જણાવે છે.

સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે ‘આવશ્યક ચીજવસ્તુઓ અંગેનો ધારો-1955’ અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકારે નિર્ધારિત કરેલ ભાવો મુજબ પોતાની ચીજવસ્તુઓ વેચતા ન હોય તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે.

આ ધારા મુજબ વેપારીઓએ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનાં સ્ટૉકપત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરીને તેનું નિયમન કરવું પડે છે.

સંગ્રહખોરી, સટ્ટાખોરી, નફાખોરી, કાળાબજાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા જરૂર પડે સરકાર ‘પાસા’ કાયદાનો ઉપયોગ કરી વેપારીઓની અટકાયત કરે છે.

આમ, કડક કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા સરકાર ભાવવધારાને અંકુશિત કરવા પ્રયત્નો કરે છે.

અત્યાર સુધીમાં સરકારે ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગૅસ, કેરોસીન, ખાંડ, ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ, રેલવેનૂર, જીવનરક્ષક દવાઓ વગેરેના ભાવો ભાવનિર્ધારણ તંત્ર દ્વારા નક્કી કર્યા છે.

6. અન્ય ઉપાયો: બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જાળવવા સરકાર કેટલીક વખત એ ચીજવતુઓની અન્ય રાજ્ય કે પરદેશમાંથી આયાત કરે છે. ખાદ્ય તેલ, ખાંડ, ડુંગળી, ચોખા, કઠોળ, ઘઉં વગેરેની અછત સર્જાઈ હોય ત્યારે સરકારે આ રીતે પુરવઠો વધારીને ભાવો અંકુશમાં રાખ્યા છે.


Advertisement
ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.

ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.

Advertisement