Chapter Chosen

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપયોની સમીક્ષા કરો.

ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.

ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.

Advertisement
ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

ગ્રાહકના અધિકારો: 

1 સલામતીનો અધીકાર: આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાનાં જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓ કે સેવાઓના ખરીદ-વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકનો જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાનો ગ્રાહકને અધિકાર છે.

2 માહિતી મેળવવાનો અધિકાર :

આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુઓની કિંમત, ગુણવત્તા, પ્રમાણમાપ, શુદ્વતા, ધોરણ વગેરે વિશે માહિતી મેળવી શકે છે, જેથી તે વેપારીની અયોગ્ય રીતરસનો અને વેચાણની યુક્તિ-પ્રયુક્તિઓથી સુમાહિતગાર રહે.

3. પસંદગી કરવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ-તપાસીને અને પોતાને મહત્તમ લાભ મળે એ રીતે તેમાંથી પસંદગી કરી શકે છે.

પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે.

એકહથ્થુ ઉત્પાદન અને વહેંચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે.

4. રજૂઆત કરવાનો અધિકાર: આ અધિકાર અન્વયે ગ્રાહકોનાં હિતો સાથે જોડાયેલી બિનરાજકીય સંસ્થાઓ કે સંગઠનો સમક્ષ ગ્રાહક પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે.

તદુપરાંત, એ સંસ્થાઓ કે સંગઠનોએ રચેલી જુદી જુદી સમિતિઓમાં ગ્રાહકોને પ્રતિનિધિત્વ મેળવવાનો પણ અધિકાર છે, જેથી તેઓ એ સમિતિઓમાં તેમની રજૂઆતો કરી શકે છે.

5. ફરિયાદ-નિવારણનો અધિકાર: આ અધિકાર અન્વયે ગ્રાહક પોતાને થયેલા શોષણ વિશે તેમજ વેપારીની અયોગ્ય રીતરસમોથી થયેલી હેરાનગતિ વિરુદ્વ કરેલ ફરિયાદનું નિવારણ અને તેનો યોગ્ય ચુકાદો મેળવી શકે છે.

6. ગ્રાહક શિક્ષણનો અધિકાર: આ અધિકાર અન્વયે ગ્રાહકનાં હિતો સાથે જોડાયેલી તમામ બાબતો અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને અબાધિત હક આપવામાં આવ્યો છે.

7. વળતર મેળવવાનો અધિકાર : આ અધિકાર મુજબ ગ્રાહક હલકી ગુણવત્તાવાળી અને ખામીયુક્ત સેવાઓને લીધે પોતાને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વેપારી કે ઉત્પાદન પાસેથી યોગ્ય વળતર મેળવી શકે છે. ગ્રાહક એકથી વધુ રાહતો વળતરરૂપે માગી શકે છે.

ગ્રાહક વળતર માગે કે ન માગે, છતાં તે રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે.

8. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્વનો અધિકાર: વેપારી કે ઉત્પાદક દ્વારા વસ્તુઓનાં વજન, પ્રમાણમાપ, કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવાઓ વગેરેમાં આચરવામાં આવતી ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકને થયેલા શોષણ વિરુદ્વ ન્યાય અને રક્ષણ મેળવવાનો અધિકાર છે.

9. જીવનજરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર: આ અધિકાર અન્વયે ગ્રાહક દાક્તરી સારવાર, ગૅસ, પાણી, વીજળી, ટેલિફોન, રેલવે-બસ, તાર-ટપાલ વગેરેની સેવાઓ સુલભતાથી અને સમયસર મેળવી શકે છે.

ગ્રાહકની ફરજો:

1 કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદતાં પહેલાં કે સાચી પસંદગી કરતી વખતે ગ્રાહકે તેની કિંમત, ગુણવત્તા, વેચાણ પછીની સેવા, ગૅરંટી વગેરે તપાસી લેવાં જોઈએ. શક્ય હોય ત્યાં તેનું ગૅરંટી કાર્ડ પર લેવું જોઈએ. ગ્રાહકે હંમેશાં બજારમાંથી બી.એસ.આઈ., આઇ.એસ.આઇ. કે એગમાર્કના માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદ્યુત કે ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે નામવાળી વસ્તુઓ જ ખરીદવી જોઈએ.

2 ગ્રાહકે ચીજવસ્તુની ખરીદી અંગેનો નિર્ણય લેતાં પહેલાં કે વસ્તુની સાચી પસંદગી કરતી વખતે તે વસ્તુ કે સેવા વિશેની તમામ માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. જાહેરાત મુજબ લેબલ વગેરે તપાસવાં જોઈએ.

3 ગ્રાહકે પોતાના વર્તન-વ્યવહાર દ્વારા પોતે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ છે તેની વિક્રેતાઓ કે ઉત્પાદકોને ખાતરી કરાવવી જોઈએ.

4 ગ્રાહકે ખરીદેલી વસ્તુ કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની અસલ રસીદ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વૉરંટી કાર્ડ ભરાવીને તેમાં દુકાનના સિક્કા સાથે વેપારી કે વિક્રેતાની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.

5 ગ્રાહકોએ બિનરાજકીય અને સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા મંડળ રચવાં જોઈએ. ગ્રાહકોની સમસ્યાઓના નિવારણ માટે સરકાર અને અન્ય સંસ્થાઓએ સ્થાપેલી વિવિધ સમિતિઓમાં એ મંડળોએ પ્રતિનિધિત્વ મેળવવું જોઈએ.

6 ગ્રાહકોએ તેમની સાચી ફરિયાદ માટે સંબંધિત અધિકારીને મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂઆત અવશ્ય કરવી જોઇએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ માટે તેણે ગ્રાહક મંડળીની અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી જોઈએ.

7 ગ્રાહકે મુખ્યત્વે ખાદ્ય પદાર્થો અને દવાઓ ખરીદતી વખતે તેમની કિંમત, પૅકિંગ, ચોખ્ખું વજન, અંતિમતિથિ, ઉત્પાદકનું નામ-સરનામું વગેરે જોઈ-તપાસીને ચકાસી લેવાં જોઈએ. વસ્તુની ખરીદીમાં ગ્રાહકે માલની સલામતીનાં ધોરણોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ.

8 ભળતા કે બનાવટી માલ તેમજ વજનમાં ઘટ વિશે શંકા જન્મે તો ગ્રાહકે તરત જ વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. વેપારી ફરિયાદના નિવારણમાં વિલંબ કરે તો સત્તામંડળો કે કોર્ટ સમક્ષ દાદ માગતી અરજી કરવી જોઈએ.

9 ગ્રાહકે આકર્ષક જાહેરાતોથી લલચાઇને દેખાદેખીથી કે ‘સેલ’માંથી બિનજરૂરી મોટી ખરીદી ન કરવી જોઈએ. પોતાની જરૂરિયાત પૂરતી જ વસ્તુ ખરીદવી જોઈએ. ભળતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ.

10 ગ્રાહકે તોલમાપનાં દરેક પ્રકારનાં સાચાં અને પ્રમાણિત સાધનોથી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વેપારીએ તોલમાપનાં સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલાં ન હોય તો તોલમાપ અધિકારીશ્રીનો સંપર્ક સાધી તેમનું ધ્યાન દોરવું કે લેખિત ફરિયાદ કરવી.

11 ગૅસ સિલિન્ડરમાં સીલ તપાસવું, રિક્ષા કે ટૅક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું, વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે સાધનમાં કેરોસીન પર 0000 ઝીરો મીટર રીડિંગ જોઈ લેવું તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો.

12 વીજળી, ટેલિફોન, વીમો, બૅન્ક, ટ્રાવેલિંગ, પંચાયત, ખાનગી દાક્તરી સારવાર વગેરેની સેવાઓ ખામીયુક્ત જણાય તો તેનાથી પોતાને થયેલા આર્થિક, શારીરિક અને માનસિક નુકસાનની માહિતી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા સંસ્થાને પહોંચાડવી. સેવાસંસ્થા વિરુદ્વ ફરિયાદ દાખલ કરવી. જાગ્રત ગ્રાહકે પોતાને થયેલા શોષણ અને અન્યાય વિશે વર્તમાનપત્રોમાં કે સ્થાનિક ચૅનલોમાં જણાવી બીજાને શોષણનો ભોગ બનતાં અટકાવવાં જોઇએ.

13 ગ્રાહકોએ ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમો, ઝુંબેશ, ગ્રાહકમંડળો દ્વારા યોજાતી કાર્યશિબિરો, પરિસંવાદો કે સેમિનારોમાં અવશ્ય ભાગ લેવો જોઈએ. સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં ગ્રાહકે યથાશક્તિ મદદ કરવી જોઈએ.


Advertisement
ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

Advertisement