Chapter Chosen

ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભાવવૃદ્વિનાં કારણોની વિગતે ચર્ચા કરો.

ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

Advertisement
ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો.

સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો – 1986 અનુસાર ‘કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરી છે. એ જ રીતે રાજ્યકક્ષાએ ‘રાજ્ય ઉપભોક્તા આતોગ’ની રચના કરવામાં આવી છે. આ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટે નિયમો બનાવવામાં આવ્યા.

‘રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે’ જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમની, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનની રાષ્ટ્રીયકક્ષાએ રાષ્ટ્રીય કમિશનની રચના કરી છે.

1 જિલ્લા ફોરમ (જિલ્લા મંચ): તે દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે.

તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 20 લાખની રકમ સુધીના દાવા થઈ શકે છે.

જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે રૂ 25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપૉઝિટ જમા કરવાની હોય છે.

2 રાજ્ય કમિશન (રાજ્ય ફોરમ): આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે.

તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 20 લાખથી રૂ 1 કરોડ સુધીની રકમના દાવા થઈ શકે છે. દાવાનો નિકાલ અરજી કર્યા તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા રૂ 35,000 ડિપૉઝિટ ભરીને રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે.

3 રાષ્ટ્રીય કમિશન (રાષ્ટ્રીય ફોરમ):

તે ગ્રાહક સુરક્ષા કાયદાની સૌથી મોટી અદાલત છે. તે દિલ્લીમાં આવેલી છે.

આ અદાલતમાં 5 સભ્યોની એક બૅન્ચ હોય છે.

તેમાં નિર્ધારિત ફી સાથે રૂ 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે.

રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અપીલ પૂર્વે પક્ષકારે વળતરના દાવાની રકમના 50% અથવા રૂ 50,000 બંનેમાંથી કે ઓછી હોય તે રકમ ડિપૉઝિટ પેટે કોર્ટમાં જમા કરવી ફરજીયાત છે.

આ ત્રણેય અદાલતી પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમોનું પાલન ન કરવાને સજા અથવા દંડ કે બંને શિક્ષા થઈ શકે છે.

ગરીબીરેખા હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટિઝન્સ અને વિકલાંગ વ્યક્તિઓને કેટલી શરતોને આધીન ફ્રી ભરવામાંથી મૂક્તિ આપવામાં આવે છે. તેમને ‘જિલ્લા મફત કાનૂની સેવા’ માર્ગદર્શન કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે.


Advertisement
ભાવનિયંત્રણ માટેના મુખ્ય બે ઉપયોની સમીક્ષા કરો.

ભાવવધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

Advertisement