Chapter Chosen

સામાજિક પરિવર્તન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. 

ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 

સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો. 

Advertisement
માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. 

માહિતી મેળવવાના અધિકારના હેતુઓ : બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005’ બનાવવામાં આવ્યો છે.

માહિતી મેળવવાની પ્રક્રિયા : માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ રૂ. 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.

અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેક કાગળમાં કે ઈ-મેઈલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબીરેખા હેઠળના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયાં કારણોસર માહિતી માંગવામાં આવી છે, તેના કારણો જણાવવાનાં હોતાં નથી.

અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એ નમૂના પર અરજીનો ક્રમાંક લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાનાં પત્રવ્યવહારનો HD ક્રમાંક પણ લખવાનો હોય છે.

માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદારે કોઈ નકલ કે નમુના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે.

જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઈન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દીવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરે શકે છે.


Advertisement
Advertisement