Chapter Chosen

સામાજિક પરિવર્તન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. 

સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો. 

ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 

Advertisement
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. 

કેન્દ્ર સરકારે ઈ.સ. 2009માં 6 થી 14 વર્ષની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધિન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012’ અમલમાં મુક્યાં હતા.

બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.

6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ અપાવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકશે નહિ.

14 વર્ષ પૂરાં થયાં હોય તો પણ બાળકના પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલું રાખીને મફત શિક્ષણ આપવું.

શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.

કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.

પ્રવેશ માટે બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનો ઈન્ટરવ્યૂ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.

બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઈન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહિ.

3 થી 5 વર્ષના વયજૂથના બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કુલનું શિક્ષણ માટે પ્રી-સ્કૂલનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામંથી 25%ની મર્યાદામાં ફરજીયાત પ્રવેશ આપવનો રહેશે.

શાળાન શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.

શાળાના લઘુ લાયકત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.

બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરુ ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહિ.

ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગોના પછાત વર્ગોનાં અને ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.

આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.

આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.


Advertisement
Advertisement