સુરેખ બહુપદી p(x) = 3x - 6 નાં શૂન્ય શોધો તથા તેને આલેખ દ્વારા દર્શાવો.
અહીં, p(x) = 3x - 6
p(x) નાં શૂન્યો શોધવા માટે, p(x) = 0 લઈએ.
∴ 3x - 6 = 0
∴ 3(x-2) =0
∴ x = 2 કારણ કે, 3 # 0.
∴ 2 એ p(x) નું શુન્ય છે.
આપણે આલેખ દ્વારા પણ p(x) નાં શૂન્યોયો મેળવી શકીએ.
આલેખ દોરવા માટે,
p(x) માં x = 1 લેતા, p(1) = 3(1) - 6 = 3 - 6 = - 3
P(x) માં x = 2 લેતાં, P(2) = 3(2) - 6 = 6 - 6 = 0
p(x) માં x = 3 લેતાં, p(3) = 3(3) - 6 = 9 - 6 = - 3
∴ કોષ્ટક નીચે પ્રમાણે મળે :
આલેખ પરથી આપણે કહી શકીએ કે, (x, P(x)) એક રેખા દર્શાવે છે. સુરેખ બહુપદી p(x)નો આલેખ એ x-અક્ષને અનન્ય બિંદુ (2, 0) આગળ છેદે છે. તેથી 2 p(x)નું શુન્ય છે.