વર્તુળના કેન્દ્ર Oમાંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને Qબિંદુમાં છેદે છે. સ્પર્શકનું સ્પર્શબિંદુ P છે. વર્તુળની ત્રિજ્યા 5 હોય અને OQ = 13 હોય, તો PQ શોધો.
from ગણિત વર્તુળ Class 10 GSEB - Gujarati Medium
એક વર્તુળનો વ્યાસ છે. સાબિત કરો કે, A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર છે.
Advertisement
વર્તુળના કેન્દ્ર Oમાંથી પસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શકને Qબિંદુમાં છેદે છે. સ્પર્શકનું સ્પર્શબિંદુ P છે. વર્તુળની ત્રિજ્યા 5 હોય અને OQ = 13 હોય, તો PQ શોધો.
O વર્તુળનું કેન્દ્ર છે અને સ્પર્શકનું સ્પર્શબિંદુ P છે.
∴ OP = વર્તુળની ત્રિજ્યા
∴ OP = 5, OQ = 13
અને ∠OPQ કાટ્ખૂણો છે, કારણ કે સ્પર્શકના સ્પર્શબિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય.
∴ ∆OPQ માં, OP2 + PQ2 = OQ2
∴ 52 + PQ2 = 132
∴ PQ2 = 132 - 52
= 169 - 25 = 144
∴ PQ = 12
Advertisement
એક વર્તુળ ∆ABCની બાજુઓ ને અનુક્રમે D, E, Fમાં સ્પર્શે છે. વર્તુળની ત્રિજ્યા 4 એકમ છે. જો BD = 8, DC = 6 હોય તો, AB અને AC શોધો.
(O, r1) અને ⊙(O, r2) બે સમકેન્દ્રીદ્રી વર્તુળો છે, જેમાં r1 > r2. ⊙(O, r2) ની જીવા એ ⊙ (O, r2) ને P બિંદુએ સ્પર્શે છે. સાબિત કરો કે, P એ નું મધ્યબિંદુ છે.
A અને B એક વર્તુળ પરનાં બે ભિન્ન બિંદુઓ છે, જેથી વ્યાસ નથી. A અને B બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો P બિંદુમાં છેદે છે. સાબિત કરો કે, ∠AOB અને ∠APB એકબીજાના પૂરકકોણો છે. ઉપરાંત સાબિત કરો કે, PA = PB.