નીચે આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો :
4 ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકો
4 ના તમામ ક્રમિક પ્રાકૃતિક ગુણકોની શ્રેણી 4, 8, 12, ........ છે, જે એક સમાંતર શ્રેણી રચે છે.
તે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ a = 4 અને સામાન્ય તફાવત d = T2 - T1 = 8 - 4 = 4 છે.