Chapter Chosen

જન્મોત્સવ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણજન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા. ગોકુળમા કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. નજર ન લાગે એ માટે એના ગાલે મેશનું ટપકું કર્યું. આખું ગોકુળ ગામ ટોળે વળ્યું. ગોપાળબાપાના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી. સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પુરો કરી બહાર આવ્યો.

વાર્તાનું સમાપન સંકેત આપે છે?

વાર્તાનું સમાપન બંને વિરોધાભાસી પરિસ્થિતિ-વર્ગભેદનો સંકેત આપે છે. બપોરના ધોમધખતા તાપમાં માણેકની સાથે એના આંધળા પતિને પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગવી પડે એ તેમની લાચારી છે, જ્યારે ભગવાન મથુરાના રાજા થતાં સૌ સુખી છે.

“ટંકણખાર દીધોદીધો તોયે કાંઇ નો વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય છે?

“ટંકણખાર દીધો તોયે કાંઈ વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો આશય એ હતો કે ગરીબાઈ સામે ઝૂઝતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળક જન્મે તો એને શું ખવરાવવું? આથી ડોસીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવરાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો.

એક ઝુંપડામાં કેવો દીવો ટમટમતો હતો?
  • માટીનો

  • વીજળીનો 

  • ઝળહળતો

  • ફગફગિયો 


D.

ફગફગિયો 


ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું?
  • મધુસૂધન અને એની મિત્રમંડળી

  • અસિત અને રીટા 

  • વૃન્દાવનદાસ અને એમની મંડળી 

  • વિશાખા અને ધનંજય


C.

વૃન્દાવનદાસ અને એમની મંડળી