Chapter Chosen

ભૂલી ગયા પછી

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નરેન મનીષાને આવકારતાં શું કયું?

નરેનને મનીષાને આવકારતાં કયું, “આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તેં એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન.”


નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો?

નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવહ્રદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબિ હતી, પણ તેના જીવનમાં અચાનક એક અણધારી ક્ષણ આવી અને તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહી. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબિના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહી. આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું.


મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું?

મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યું. તેમણે મુસાફરો, આરામ માટે આવેલા, દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાર્ત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. આકાશના તારાને એ ફુલની જેમ વીણી શકે છે.


મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો?

મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કર્યો :તેમણે બસસ્ટૅન્ડ પર જ તેને ઉંચકી લીધી. બધા પૅસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધાં ભેગાં થઈ ગયાં એટલે એ સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને સાર્ત્રનો હવાલો આપી ભાષણ આપતાં કહ્યુ, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે.


‘ભુલી ગયા પછી’ એકાંકીનું રહસ્ય જણાવો.

‘ભૂલી ગયા પછી’ એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમસંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનનાં લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેનાં લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભુલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ આવાક્ થાઇ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમપ્રવાહને રજુ કરતાં સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે છે અને તેઓ બંનેનાં લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે, એટલું જ નહી બંનેને આર્શીવાદ આપે છે:"તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો!"

પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પોતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય!!