Chapter Chosen

ઍસિડ, બેઈઝ અને ક્ષાર

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

રૉબર્ટ બૉઈલના મત મુજબ ઍસિડ અને બેઈઝના ગુણધર્મો લખો.


ઍસિડ અને બેઈઝ શેમાંથી અને કેવી રીતે બને છે ?


Advertisement

સમજાવો : દ્રાવણ અને તેની સાંદ્રતા


દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિણમતી પ્રણાલીને દ્રાવણ કહે છે.

દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક અને દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે.

દા. ત., મીઠાના જલીય દ્રાવણમાં મીઠું દ્રાવ્ય છે અને પાણી દ્રાવક છે અહીં, મીઠાના દ્રાવણની ખારાશ દ્રાવક અને દ્રાવ્ય બંનેના સાપેક્ષ જથ્થા પર આધાર રાખે છે.

આમ, “દ્રાવણમાં દ્રાવકના જથ્થાના પ્રમાણમાં દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે.”

દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે સપ્રમાણતા (નોર્માલિટી), મોલારિટી, મોલાલિટી, ફૉર્માલિટી, ppm અને ટકાવાર પ્રમાણ જેવા એકમો વપરાય છે.

દ્રાવણની મોલારિટી એટલે મોલ/લિટરમાં સાંદ્રતા.

1 લિટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય ઓગળેલો હોય, તો તે દ્રાવણની સાંદ્રતા 1 મિલારિટી (1M) છે એમ કહેવાય.

દા. ત., 2 M, મીઠું (NaCI)નો અર્થ 1 લિટર દ્રાવણમાં 2 મોલ NaCI છે.

આ જ પ્રમાણે, 500 મિલિ પાણીમાં 1 મોલ ગ્લુકોઝને ઓગાલતાં તે દ્રાવણની સાંદ્રતા 2 M ગણાય છે.

bold મ ો લ bold space bold equals fraction numerator bold space bold દળ bold left parenthesis bold ગ ્ ર ા મમ ાં bold right parenthesis bold space over denominator bold આણ ્ વ ી યદળ end fraction સૂત્ર મુજબ આણ્વીય દળનો એકમ ગ્રામ/મોલ થશે.

આમ, ઉપરોક્ત સૂત્ર મુજબ “ કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો લેવો હોય, તો તેના ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો લેવો પડે.”

જો પદાર્થ તત્ત્વ કે આયનરૂપે હોય, તો આણ્વીય દળને બદલે પરમાણ્વીય દળને ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે વીજભારની સંખ્યાને કારણે તેના દળમાં કોઈ ફેરફાર થતો નથી.

ટૂંકમાં, 1 મોલ Na = 1 મોલ Na+ = 23 ગ્રામ Na તથા
1 મોલ CI =1 મોલ CI- =35.5 ગ્રામ CI
આમ, 3 M NaCI નું જલીય દ્રાવણ બનાવવા 3 X 58.5 = 175.5 ગ્રામ NaCl લેવો પડે. 

175.5 ગ્રામ NaCl લઈ તેને થોડા પાણીમાં ઓગાળી દીધાં બાદ વધારાનું પાણી ઉમેરી દ્રાવણનું કુલ કદ 1 લિટર કરે 3 M NaCI નું દ્રાવણ બનાવી શકાય.

જો આ દ્રાવણ 1 લિટરને બદલે 250 મિલિ બનાવવું હોય, તો 175.5/4 = 43.88 ગ્રામ NaCI ના જથ્થાને પાણીમાં ઓગાળી દ્રાવણનું કુલ કદ 250 મિલિ કરવું પડે.

Advertisement

સમજાવો : દ્રાવણની pH અને pH માપક્રમ


આપણા રોજિંદા જીવનમાં વપરતાં ઍસિડ, બઈઝ અને ક્ષારનાં નામ લખી તેમનાં જલીય દ્રાવણોની અગત્ય લખો.


Advertisement