Chapter Chosen

નેનોટૅકનોલોજીનો પરિચય

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નેનો ટેકનોલૉજી એટલે શું ?


આણ્વિક કે પરિમાણ્વિક સ્તરે કાર્યદક્ષ તંત્રની પુનઃ ગોઠવણી એન્જીનિયરીંગ એટલે જ નેનૉટેકનોલૉજી.


નેનોટેકનોલોજી વિજ્ઞાનની કઈ કઈ શાખાઓ આવરી લે છે ?


નેટેકનોલૉજી એકક્રતા વધુ વિજ્ઞાનની શાખાઓને આવરી લે છે. જેમકે ; ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, દ્રવ્યવિજ્ઞાન, મિકેનિકલ, ઈલેક્ટ્રિનિક અને ઍટોમિક એન્જીનિયરિંગ.


નેનો ટેકનોલૉજી શબ્દના અર્થ સમજાવો.


‘નેનો’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વામણું અર્થાત્ સુક્ષ્મ થાય છે.

નેનોનો ગાણીતીક અર્થ 1,000,000,000 મો (109)મો અંશ થાય છે.

‘ટેકનોલૉજી’ એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો ઉપયોગ કરી અવનવા પદાર્થો, સાધનો, ઉપકરણો અને પદ્ધતિઓ વિકસાવીને માનવીની સમૃદ્ધી અને સુખાકારી વધારવી તેમજ માનવજીવનને ઉત્કૃષ્ઠ બનાવવા માટેની પ્રક્રિયા.

વિજ્ઞાનના કયા અભ્યાસને નેનોટેક્નોલૉજીના અભ્યાસની જિજ્ઞાસા વધારી છે ?


જ્યારે ઘણા પદાર્થોનું પરિમાણ 100 nm કરતાં નાનું કર્વામાં આવ્યું ત્યારે તેઓએ મોટાકદના ગુણધર્મો કરતાં તદ્દન જુદા જ ગુણૅધર્મો દર્શાવેલ છે. 

ઉદાહરણ રૂપે વધેલી યાંત્રિક તાકાત, વધુ ઉષ્મીય અને વિદ્યુતકીય વાહકતા,, બદલાયેલા પ્રકાશીય ગુણધર્મો વગેરે. પરિણામે ‘નેનોદુનિયા’નું કલ્પના ચીત્ર ઉપસ્યું, જે બાબત નેનોટેકનોલૉજીના અભ્યાસની જિજ્ઞાસા ઘણી વધારી છે.

નેનોટેકનોલૉજી ભાષામાં કણ એટલે શું ? નેનોકણ કોને કહે છે ?


નેનોટેકનોલૉજી ભાષામાં ‘કણ’ એટૅલે એવો સુક્ષ્મ પદાર્થ કે જે તેના પરિવહન અને અન્ય ભૌતિક ગુણધર્મ માટે સમગ્રતયા એક ઘટક તરીકે વર્તતો હોય છે.

જે કણનું કદ 1 nm ની વચ્ચે હોય છે, તેને નેનોકણ કહેવામાં આવે છે.

(મોટા ભાગના અણુઓનું પરિમાણ આ હદમાં આવતું હોવા છતા તેમને સામાન્ય રીતે નેનોકણ કહેવામાં આવતા નથી, કારણ કે નેનોકણ એ વિશિષ્ટ કણ છે. તે સામાન્ય ગુણધર્મો ધરાવતા નથી.)