Chapter Chosen

નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો. 


પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ (1) Reduce (ઓછું કરવું), (2) Recycle (પુનઃચક્રીયતા) અને (3) Reuse (પુનઃઉપયોગિતા) છે.

(1) Reduce
(ઓછું કરવું) :

તે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે.

દા. ત.,

પાણીનો દુરુપયોગ અટકાવવો.

પાણી અને ગૅસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.

ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.

સૌર-ઊર્જાથી ચાલતાં વાસણો – સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.

પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ- LPG ) નો ઉપયોગ ઓછો કરવો.

જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વિચ બંદ કરીને વીજળીનો બચાવ કરવો.

ખનિજસ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું.

(2) Recycle
(પુનઃચક્રીયતા)

ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુઓને યોગ્ય ઈંચા તાપમાને ગરમ કરી, ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરવી કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃચક્રીયકરણ કહેવાય છે.

દા. ત.,

ઉદ્યોગોમાં ઉદભવતા મીણિયા, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓને ઊંચા તાપમાને ગરમ કરી, ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ ઉત્પન્ન કરી શકાય છે.

ધાતુમાંથી બનેલાં વાસણો કે ઘરેણાંને ઓગાળી તેનો ફરેથી વાસણો કે ઘરેણાં બનાવવા ઉપયોગ થઈ શકે છે.

પુનઃચક્રીયતા માટે કચરાને યોગ્ય રીતે અલગ કરવાની જરૂર છે, જેથી પુનઃચક્રીયકરણ માટેની ચીજવસ્તુઓ ફેંકાઈ ન જાય.

(3) Reuse
(પુનઃઉપયોગિતા)

પુનઃચક્રીયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. આથી તેની સરખામણીએ પુનઃઉપયોગની પદ્વતિ હંમેશા ઉત્તમ ગણાય છે.

દા. ત.,

દીવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડાઓ, ટાઈલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કપ, ડિશ-રકાબીનો ઉપયોગ કરવામાં આવે.

અથાણાં કે મુરબ્બાની પ્લાસ્ટિકની બરણીઓ ખાલી થયા બાદ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા માટે કરવામાં આવે.


ભારત અને ગુજરાતમાં જંગલ વિસ્તારની માહિતી આપી, જંગલોની અગત્ય જણાવો.

ભારતમાં 7,68,436 ચો કિમીજંગલ વિસ્તારો છે, જે કુલ જમીન વિસ્તારના 23.38% જ છે. ગુજરાતમાં કુલ 18,999 ચો કિમી જંગલ વિસ્તાર છે, જે કુલ જમીન વિસ્તારના 9.69% જ છે.

જંગલોની અગત્ય :

જંગલો ખૂબ જ કીમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝીન, કાથો, વાંસ વગેરે મળે છે.

જંગલમાંથી મળતા વાંસનો મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓના સંગ્રહ માટેની ટોપલીઓ બનાવવામાં થાય છે.

જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે.

જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ મહત્વનાં છે. યોગ્ય ઋતુચક્રોના સંચાલન, દ્રવ્યચક્રોની જાળવણી, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણીમાં અગત્યના છે.

ભારે વરસાદ અને ખૂબ ઝડપી પવનોની ગતિ ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે.


ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન


પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. માનવવસતિમાં થતા વધારાથી સ્ત્રોતોની જરૂરિયાતમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. આથી નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે નીચેનાં પગલાં લેવાં જરૂરી છે :

(1) નૈસર્ગિક સ્ત્રોતોનો સમજણપુર્વક ઉપયોગ કરવો જોઈએ.

(2) નૈસર્ગિક સ્ત્રોતોનું સરખા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે.

(3) મર્યાદિત સ્ત્રોતોના મર્યાદિત ઉપયોગ દ્વારા વધુ વિકાસનો લાભ મેળવવામાં આવે.

(4) નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતા નુકસાનના યોગ્ય વ્યવસ્થાપનનો નિર્દેશ કરીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવો. દા. ત., જો કોઈ કારણસર કેટલાંક વૃક્ષો કાપવા પડે, તો વૃક્ષારોપણ દ્વારા નવા છોડ ઉગાડવાથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાય.

(5) નૈસર્ગિક સ્ત્રોતોના પ્રદૂષણને અટકાવવામાં આવે.


ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce 


Reduce (ઓછું કરવું) : તે નૈસર્ગિક સ્ત્રોતોના ઓછામાં ઓછા ઉપયોગનું સૂચન કરે છે.

દા. ત.,

પાણીનો દુરુપયોગ અટકાવવો.

પાણી અને ગૅસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું.

ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન કરવું.

સૌર-ઊર્જાથી ચાલતાં વાસણો – સાધનો જેવાં કે સોલર કૂકર, સોલર હીટરનો ઉપયોગ કરવો.

પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ(લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ- LPG ) નો ઉપયોગ ઓછો કરવો.

જરૂર ન હોય ત્યારે લાઈટ અને પંખાની સ્વિચ બંદ કરીને વીજળીનો બચાવ કરવો.

ખનિજસ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું.


નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?


પર્યાવરણના એકમો વાતવરણ, જલાવરણ અને મૃદાવરણના ઘટકો જેવા કે હવા, પાણી, જમીન, ખનિજો, જંગલ, વનસ્પતિઓ, પ્રાણીઓ સૂક્ષ્મ જીવો વગેરેનો ઉપયોગ પૃથ્વી પરના બધા જ સજીવોના જીવન ટકાવી રાખવા માટે થાય છે. તેને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે.

નૈસર્ગિક સ્ત્રોતો કુદરતી રીતે બને છે. માનવ દ્વારા સર્જન કરી શકાતા નથી.

હજારો વર્ષોથી માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા, પ્રકાશ, વસવાટ, ખોરાક, વસ્ત્ર વગેરે પૃથ્વી જ પૂરી પાડે છે. સાંસ્કૃતિક વિકાસ અને કૃષિવિકાસ તેમજ તક્નિકી વિકાસની સાથે વધતી જતી ઊર્જાની માંગ પણ પૃથ્વી પૂરી પડાય છે.