Chapter Chosen

આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. 

ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો. 

ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલઓની વિગતે ચર્ચા કરો

Advertisement
ગરીબી નિવરણના વિવિધ ઉપાયો વર્ણવો. 

ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વ્યૂહરચના અપનાવી હતી :

દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશએ ‘ગરીબી હટાવો’ના સુત્રો સથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. દેશમાં ‘હરિયાળી ક્રાંતિ’ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. આમ, છતાં, દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લભોને અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ બન્યા !

સરકારે આવકની સમાન વહેંચણી કરવા માટે કેટલાંક ઉપાયો હાથ ધર્યા, જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે (1) ધનીક વર્ગ અને મધ્યમવર્ગ પર કરવેરા નાખ્યા. (2) ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજશોખની, ભોગવિલાસની અને સુખસગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊચા કરવેરા નાખવામાં આવ્યાં. (3) ગરીબ લોકોની રોજિંદા વપરાશની વર્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી તેમજ એ વસ્તુઓ બજારભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને ‘વાજબી ભાવની દુકાનો’ દ્વારા નિયત જથ્થામાં રાહતદરે જીવનજરૂરીયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો વ્યુહ અપનાવ્યો.

જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની જોગવાઈઓ ધરાવતો ગણોતધારો, જમીન ટોચમર્યાદાનો કાયદો, ફાજલ પડતર જમીનની ભૂમિહિન ખેડૂતોને વહેંચણી, ગણોતનું નિયમન, ખેડહકની સલામતી, જમીનની હદનું સીમાંકન વગેરે જમીનધારાના સુધારાના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડુતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીનવિહોણા, ખેતમજૂરો કે ગણોતીયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહ અપનાવ્યો છે.

સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિપેદાશો પર આધારિત ઉદ્યોગો, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો, વનીકરણ, નાનીમોટી સિંચાઈ યોજનાઓ, ગૃહૌદ્યોગો, લગૂદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરે શ્રમપ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી. આ ઉપરાંત, સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહૌદ્યોગો અને લઘૂદ્યોગો પૂરતૂ અનામત રાખ્યું.

(1)સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબનિયોજન, સંદેશાવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યાં. બિયારણો, ખાતરો અને ટ્રૅક્ટર માટે સસ્તી બૅન્ક લોનની સગવડ કરી. (2) શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલિમકેન્દ્રો ખોલ્યાં. (3) યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કૉલરશીપ, ફી-માફી, પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા.


Advertisement
ગરીબીનિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. 

Advertisement