Chapter Chosen

આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલઓની વિગતે ચર્ચા કરો

બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. 

ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો. 

ગરીબી નિવરણના વિવિધ ઉપાયો વર્ણવો. 

Advertisement
ગરીબીનિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. 

ભારત સરકારે ગરીબીનિર્મૂલન માટે પાંચ પ્રકારના કાર્યક્રમો બનાવ્યા : 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, 2. સ્વરોજગારીના કાર્યક્રમો, 3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને 5. શહેરી ગરીબીનિવારણના કાર્યક્રમો.

1.કૃષિવિકાસ માટેન કાર્યક્રમો અથવા યોજનાઓ :

1.પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના : આ યોજના દ્વારા કૃષિઉત્પાદનના દરમાં વધારો થાય, કૃષિ સંંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સવલતોમાં વધારો થાય, જળસંકટ નાથવા માટે નાનાં-મોટા ચૅકડેમો બાંધવા વગેરે હેતુઓ સિદ્ધ કરીને ખેડુતોને ખેતીનાં જોખમો અને દેવાથી બચાવવાનો તેમજ રોજગારી પૂરી પાડીને તેમને ગરીબીમાંથી ઉપર લવવાનો પ્રયાસ છે.

2.પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના : આ યોજના ખેતસુરક્ષા વીમા યોજના મુજબ કુદરતી આફતોથી ખેતીના ઉભા પાકને થતા નુકશાન માટે ખેડુતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, ટકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવમાં આવે છે. કૃષિપેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ; ક્ષતિમુક્ત કૃષિભાવ પંચ’ની રચના કરી છે.

3.રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠલ સરકારે દરેક ખેતરને પાણી, હયાત કૅનાલનાં માળખાં સુધારવાં, જમીન-ધોવાણ અટકાવવું. અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે ટુબવેલ બનાવવા, ક્ષાર-પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત તળાવોનું ખોદકામ, વૉટર શૅડ વિકાસ, ટાંકી-નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરોનું બાંધકામ, બગાયત કામ, ચૅકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.

4. ઈ-નામ યોજના : આ યોઝનાનો મુખ્ય હેતું કૃષિપેદાશોના વેચાણ્ના વચેટિયાઓ અને દલાલોથી ખેડુતોને થતું આર્થિક નુકશાન અટકાવવાનો તેમજ ખેડુતોને તેમની પેદાશોની હરીફાઈથી વધુ લાભ અપાવવાનો છે. આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિબજાર ઊભુ કર્યું છે. તેમાં ખેડુતો પોતાની પેદાશોને ઓનલાઈન સુચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોની કોઈ પણ જગ્યાએથી બોલી લગાવી શકે છે.

ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘ગ્રામોદયથી ભારતૌદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલાં નીચે પ્રમાણે છે :

(2).ગ્રામોદયથી ભારતઉદય : આ કાર્યક્રમમાં રાષ્ત્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતાં તમામ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાનાં કામોમાં ગરીબોને ન્યૂનત્તમ વેતન આપવામાં આવે છે.

આ કાર્યક્રમ વન્ય પ્રાણીઓથી પાકોનું રક્ષણ કરવા તારની વાડ બાંધવા આર્થિક સહય, અછત કે દુષ્કકળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ-ઉત્પાદન તથા પશુ-શેલ્ટર બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલૉજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકૉર્ડ રાખવાની જોગવાઈ, ખેતીનાં યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લૅબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે.

(3).દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના : આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે વિના અવરોધે 24 X 7 રાત-દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો., ઘરોમાં અને ખેતરોમાં રાહતદરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાનાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા નવી લાઈનો અને નવાં વીજ સબસ્ટેશનો સ્થાપવાં તથા કૃષિક્ષેત્રેનાં વીજળીનાં સાધનો ખરીદવાં તેમજ સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા અને સોલાર માટે ટેકનિક-સાધનો ખરીદવાં સબસિડીરૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારવા પ્રયાસો કરવામાં આવે છે.

4. આદિવાસી મહિલાઓને પશુપાલન માટે ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ : આ યોજના હેઠળ કૃષિવિષયક અને બગાયતી ખેતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રડિંગ અને પૅકેજિંગની સવલતો દ્વારા ગરીબ ખેડુતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

5. સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન : આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી માટે ઓછા દરે દિરાણ, ખેડુતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા, ખેતપેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા, પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડુતોના ખર્ચમાં ઘટાડો કરવનો પ્રયાસ કરવામાં આવે છે.

6. પ્રધાનમંત્રી સડક યોજના : આ યોજના હેઠળ ગામડાંને નજીકના નાનાં-મોટા શહેરો સાથે જોડવા ઍપ્રોચ રોડ બનાવવામાં આવે છે.

7. મા અન્નપૂર્ણા યોજના : આ યોજના હેઠળ રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબીરેખા નીચે જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમવર્ગન ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિદીઠ 5 કિલોગ્રમ અનાજ, જેમાં ઘઊં રૂ. 2 પ્રતિકિલો, ચોખા રૂ. 3 પ્રતિકિલો અને જાડું અનાજ રૂ 1 પ્રતિકિલોના ભાવે આપવામાં આવે છે.

8. સાંસદ આદર્શ ગ્રામ યોજના : આ યોજના હેઠળ દરેક સંસદસભ્યે પોતાના મતવિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરીને તેને ‘આદર્શ ગામ’ બનાવવાનું હોય છે.

9. મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNRGEA) : ‘આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વાજબી દામ’મા સૂત્ર અમલી બનેલી આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબદીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દીવસને વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ પૂરું પાડવામાં નિષ્ફળતા મળે, તો નિયમ મુજબ તેને ‘બેકારી ભથ્થું’ પણ ચૂકવવામાં આવે છે.

10. મિશન મંગલમ : આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની મહિકા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને, તેમને તાલીમ આપીને, પાપડ-અથાણાં-અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે.

દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના : આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટિર ઉદ્યોગોના કરીગરોને કાચા મલની ખરીદી માટે ઓછા વ્યાજની બૅન્ક-લોનની સગવડ પૂરી પાડે છે. 

13. બાજપાઈ બૅન્કેબલ યોજના : આ યોજના હેઠળ જેમની ઉંમર 18થી 65 વર્ષની હોય અને ઓછ્હામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરિજગારી દ્વારા ગરીબીનિવારણ માટે પ્રયાસો કરવામાં આવે છે.

14. ઍગ્રો બુઝનેસ પૉલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસોમાં મદદ કરવાની તેમજ ઍગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે.


Advertisement
Advertisement