Chapter Chosen

આર્થિક સમસ્યાઓ અને પડકારો: ગરીબી અને બેરોજગારી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગરીબીનિવારણ કાર્યક્રમ અન્વયે ‘કૃષિક્ષેત્રે’ તથા ‘ગ્રામોદયથી ભારત ઉદય’ કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલાં પગલઓની વિગતે ચર્ચા કરો

ગરીબી નિવરણના વિવિધ ઉપાયો વર્ણવો. 

ગરીબી એટલે શું ? ગરીબીરેખા હેઠળ જીવતા લોકોનાં લક્ષણો જણાવો. 

ગરીબીનિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. 

Advertisement
બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજના અને કાર્યક્રમો સવિસ્તર સમજાવો. 

ભારતમાં બેરોજગારી ઘટાડવાના પ્રયાસરૂપે સરકારી યોજનઓ અને કાર્યક્રમો નીચે મુજબ છે.

1.ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવાં જોઈએ.

આ માટે જાહેરે અને ખાનગી ક્ષેત્રે મૂડી રોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ.

ગૃહૌદ્યોગો અને કુટિર ઉદ્યોગોનો ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ.

2.શ્રમપ્રધાન ઉત્પાદન-પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વાગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ.

3.ગ્રમીણ ક્ષેત્રે ઓચા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય છે. એવી ખેતીવિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓ મહત્તમ અમલ કરવો જોઈએ.

જેમ કે, કૃષિક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિને વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરાં પાડવાં, નાની-મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યઉછેર, મરઘા-બતકાંઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી.

બગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે.

4. ગ્રામીણ ક્ષેત્રે લોકોએ તંદુરસ્ત વિકાસ : સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરાં પાડીને તેમજ બૅન્ક, વીમો, ઈન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહનવ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવી શકાય.

5. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમનામાં કૈશલનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી.

6. ઉત્પાદનક્ષેત્રે ટેકનોલૉજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોની માંગ વધી છે. આથી શ્રમિકોને જે-તે ક્ષેત્રનાં પ્રશિક્ષણ અને તાલીમ આપીને કાર્યક્ષમ બનાવવાથી તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે.

આમાટે (1) વ્યવસાયલક્ષી કે તકનીકી સિક્ષણ નીતિ અપનાવવી. (2) શાળા-કોલેજના અભ્યાસક્રમો સ્થનિક ઉદ્ય્ગોની માંગ પ્રમાણે રાખવા. (3) બજારની માંગ પ્રમાણે શ્રમિકોને વ્યાવસાયિક ટેકનિકલ શિક્ષણ અને તાલિમ આપવાં.(4) શ્રમિકોને સતત કામ મળી રહેશે એવું આસ્વાસન આપવું. (5) કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી અને શ્રમિકોને સક્ષમ બનાવી રોજગારી અપાવવી. (6) વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકો વૈશ્વિક કક્ષાએ તેમની સમકક્ષ ઊભા રહી શકે એવી પરિસ્થિતિ સર્જવી.

7. ભારત સરકારે યુવા બેરોજગારોને માટે ‘મેક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓનો વ્યાપ વધારીને બેરોજગારોને તેની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે, તો તે બેરોજગારે ઘટડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

8. શ્રમશક્તિનું આયોજન : રોજગારીનાં નવા ક્ષેત્રોમાં રજગારીની વિપુલ તકો રહેલી છે. એ ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમા6 રાખીને શાળા અને કૉલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.

આમ, શ્રમશક્તિનું આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટુંકા કે લાંબા સમયના સર્તિફિકેટ કે ડિપ્લોમા પ્રકારના તાલીમી સભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરાવવાથી શિક્ષિત બેરોજગારી ઘટાડી શકાય છે. આ ક્ષેત્રે ભારત સરકારે દેશનાં બધાં રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમી કેન્દ્રો તેમજ દરેક રાજ્યમાં એક IIT અને IIM જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે. ઉદ્યોગ-સાહ્સિકોને નવા ધંધા-ઉદ્યોગો કરવા માટે ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ અન્વયે સસ્તી લોનની સહાય આપવામાં આવે છે. જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

9. ઉદ્યોગસંબંધી વિકાસ : નવા વેપાર-ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારીની વધુ તકો ઊભી કરવામાં ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. આ માટે સરકારે ઓછા વ્યાજનાા દરે ધિરાણ, કાચો માલ અને યંત્રસામગ્રીની પ્રાપ્તિ, વેચાણ-વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધાં છે.

10. રોજગા વિનિમય કેન્દ્રો પોતાને ત્યાં નોંધયેલ બેરોજગારોને તેમની લાયકાત અને અનુભવ મુજબ કામ ક્યાં ક્યાં મળી રહેશે તેની પોતાનાં કદ અને કાર્ય્ક્ષત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે, તો તે બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.

આજે રોજગાર વિનિમય કેન્દ્રો ‘રોજગાર’, ‘કારકિર્દી’ જેવાં સામયિકો દ્વારા રોજગારીની માહિતી પૂરી પાડે છે.

તે ‘મૉડેલ કેરિયર સેન્ટર’ અને હેલ્પલાઈન નંબર 1800-425-1514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત, સરકાર રોજગાર મેળા પણ યોજે છે.


Advertisement
Advertisement