Chapter Chosen

ઉત્પાદન ઉદ્યોગો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ખાંડ અને ખાંસસરીનાં કારખાનાં કયાં સ્થપાયાં છે? શા માટે?

ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાનાં કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે.

શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે. કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સકારનું પ્રમાણ ઘટવા લાગે છે. આથી કપાયાના 24 કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે. આ કારણે ખાંડનાં કારખાનાં શેરડી-ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે.


પર્યાવણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો.

ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત્ત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદુષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાથી ઘટના ‘પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.

પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો:

(1) ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા: પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રજેણાક વિસ્તારથી દુર યોગ્ય સ્થાને સ્પાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વિસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદુષણ ઘટાડી શકાય છે.

(2) ઈંધણની યોગ્ય પસંદગી: ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદુષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ઘુમાડો રોકી શકાય છે.

(3) હવામાં ઉત્સર્જિત થતા પ્રદુષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.

(4) ઉદ્યોગો દ્વારા પ્રદુષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્વીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.

(5) ઉદ્યોગોના પ્રદુષિત પાણીએને વિવિધ પ્રક્રિયાઊ દ્વારા શુદ્વ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.

(6) જમીન અને ભૂમિનું પ્રદુષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્વની છે : (1) વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, (2) પુન:ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને (3) બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.


સુતરાઉ કાપડ ઉદ્યોગ વોશે નોંધ લખો.

ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ ૩.૫ કરોડ લોકોને રોજગારી આપે છે.

ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઊ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ.

શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતાં. વળી, અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવાહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ 100 શહેરોમાં આવેલી છે.

આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહેવાય છે. આ ઉપરાંત, પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઈમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્વિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઉટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મહત્વનાં કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઊ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.

આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂનાં યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ-પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યૂ.કે., યુ.એસ.એ, સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે.

સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વ ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.


ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગ વિશે ટુંક નોંધ લખો.

ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપી ઉદ્યોગ છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના-મોટા ભાગો બનાવવામાં આવે છે.

ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સીરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુંમાં પોર્ટોનોવા નામના સ્થળે 1830માં સ્થાપવામાં આવ્યું હતું, પણ કેટલાંક કારણોસર તે બંધ પડી ગયું. ત્યારપછી 1864માં પશ્વિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે.

લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું. ત્યારપ્છી પશ્વિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદનાં કારખાનાં સ્થપાયાં.

સ્વાતંત્ર્ય બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકીલા, દુર્ગાપુર, વિશાખાપટ્નમ, સેલમ વગેરે સ્થળે આધુનિક અને મોટાં કારખાનાં સ્થપાયાં.

લોખંડ-પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહાયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મૅંગેનીઝની કાચીએ ધાતુ વપરાય છે.

ગુજરાતમાં હજીરા પાસે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

ટાટા સિવાયનાં ભારતનાં લોખંડ-પોલાદનાં બધાં કારખાનાંનો વહીવટ ‘સ્ટીલ ઑથોરીટી ઑફ ઇન્ડિયા લિમિટેડ’ હસ્તક છે.

લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે.


ઉદ્યોગોના મહત્વ પર ટુંક નોંધ લખો.

ઉદ્યોગોનું મહત્વ:

દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે.

ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાચી શકાતો નથી.

ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દા. ત. યુ.એસ.એ, રશિયા, જાપાન, દક્ષિઅ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્વ અને વિકસિત દેશો બન્યા છે.

જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એ દેશોએ પોતાનાં કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદવી પડે છે. પરિણામે તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. તેમનો આર્થિક વિકાસ રુંધાઈ જાય છે.

દેશમાં ઉદ્યોગો સ્થાપવાની ઉત્પાદનમા વધારો થાય છે અને લોકોનું જીવનધોરણ ઊંચું આવે છે.
ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનિકી જ્ઞાન વધે છે. તે સાથે તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદશક્તિ પણ વધે છે.આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે.

ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો લગભગ 20% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્વ દર્શાવે છે.