Chapter Chosen

ભારતનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો.

આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગત આપો. 

સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. 

Advertisement
‘ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ સવિસ્તર સમજાવો. 

ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વિય સ્થળો : લોથલ (ધોળકા તાલુકો), રંગપુર(લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો), ધોળાવીરા(કચ્છ જિલ્લો), રોઝડી અથવા શ્રીનાથગઢ (રાજકોટ જિલ્લો) વગેરે મુખ્ય છે.

ઐતિહાસિક સ્થળો : વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જુનાગઢમાં ગિરનાર પર્વત તળિટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મનસુર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરાં, સરખેજનો રોજો, રાણી સિપ્રિની મસ્જિદ, નગીના વાડી વગેરે, પાટણનું શસ્ત્રીલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહલ, જુનાગઢનો મહોબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતનાં ઐતિહાસિક મહત્વના ધરાવતાં સ્થળો છે.

ધાર્મિક સ્થળો : દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકારાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો) બહુચરાજી (મહેસાણા જિલ્લો), મહાકાલિનું મંદિર (પાવગઢ – પંચમહાલ જિલ્લો‌), મીરા દાતાર (ઉનાવા – પાટણ જિલ્લો), જૈનતીર્થ પાલિતાણા (ભાવનગર જિલ્લો), રણછોડરાયજીનું મંદિર (ડાકોર, ખેડા જિલ્લો), શામળાજી (અરવલ્લી જિલ્લો) વગેરે ગુજરાતનાં ધાર્મિક મહત્વ ધરાવતાં તીર્ગસ્થાનો છે.

સંસ્કૃતિક મહોત્સવો : પોળો (વિજયનગર – સાંબરકાંઠા જિલ્લો), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉત્તરાર્ધ – નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે ગુજરાતના જાણિતાં સાંસ્કૃતિક – પ્રવાસન સ્થળો આવેલા છે. 

મેળાઓ : મેળાઓ મોઢેરાનો મેળો (મોઢેરા – મહેસાણા જિલ્લો), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી – બનાસકાંઠા જિલ્લો‌), ભવનાથનો મેળો ) ગિરનાર – જુનાગઢ જિલ્લો), તરણેતરનો મેળો (તરણેતર – સુરેન્દ્રનગર જિલો) અને વૌઠાનો મેળો (ધોળકા – અમદાવાદ જિલ્લો) મુખ્ય છે.

બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ : ગુજરાતમાં વડનગર, તરંગા, ખનાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે.


Advertisement
પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી, ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

Advertisement