Chapter Chosen

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.

ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્યચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે.

ભારતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે, ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્વષ્ટિકોણ પણ ધરાવે છે.

આજના પાશ્વાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્વિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્વાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.

આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.


પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ:

નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધીઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.

નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુને ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.

પારાની ભસ્મ કરીને તેને ઓષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.

નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.

રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

બિહારના ભગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી bold 7 bold 1 over bold 2 ફુટ ઉંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાંની બુદ્ધપ્રતિમા પ્રાચીન ભારતમાં રાસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.

ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફુટ ઉંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.

અંદાજીત સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્વર્ચજનક બાબત છે.


વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

ભારતીય વૌદકશાસ્ત્રના પ્રણેતાઓ મષર્ષી ચરકે, મહર્ષી સુશ્રુતે અને વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અનૂતપૂર્વ સિદ્વિઓ મેળવી હતી.

વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યું છે.

મહાન વૈદકશાસ્ત્રી મહર્ષી સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્યચિકિત્સા માટેનાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.

પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.

ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઢુ અને મૂત્રાશયનાં ઑપરેશનો કરતા, તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂબ કરતા.

તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા.

તેઓ તુટેલા કાન કે નાકને સ્થને નવાં નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટીક સર્જરી’ જાણતા હતા.
 
તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તેઓ ચકાસતા નહી.

તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.

તેઓ રોગનાં કારણો અને ચોહનોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.

પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.

વૈદકશાસ્ત્રના મહાન લેખક વાગ્ભટ્ટે ‘અષ્ટાંગહ્રદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.


પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. 

પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ:

ભારતે વિશ્વને શુન્યની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.

મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શુન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ-પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં bold pi (પાઈ)ની કિંમત bold 22 over bold 7 (3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક bold pi પાઈ છે.

આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટેને 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવામાં આવે છે. આર્યભટ્ટે 'દસગીતિકા' અને 'આર્યસિદ્વાંત' નામના ગ્રંથો લખ્યા હતા. 'આર્યસિદ્ધાંત' ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મુળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યો હતો.

'ગૃત્સમદ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.

પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.

'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં 'દશાંશ-પદ્વતિ' હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં 'મેઘાતિથી' નામના ગણિતશાસ્ત્રીએ આપ્તો હતો.

ઇ.સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત, અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે + (સરવાળા) અને - (બાદબાકી)ની શોધો કરી હતી.

ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.

ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.

ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.


પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન:
 
પ્રાચીન ભારતની સિંધુખીણ સંસ્કૃતિનના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવે છે.

કૃષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.

10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.

આ સમયમાં તૈયાર થેયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઇના સંગ્રહાલયમાં સંગૃહીત છે.

ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.

ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મલી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.

ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્વનાં ગણાય છે.