Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ? 

Advertisement
માનવવિકાસ સામેના પડકારો જણાવો. 

માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી – પુરુષ સમાનતા), (3) મહિલા સશક્તીકરણ.

(1) સ્વાસ્થ્ય (આરોગ્ય) : વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ – સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે.

ભારતનાં બાળ – રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ-વિરોધ રસીઓ આપવાની બાળ – આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે.

સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના – મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે.

આમ છતાં, પાણીજન્ય્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે.

મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્ત્વોની ખામી, મૂળભૂત ખનીજ તત્ત્વો અને વિટામિન્સની ઊણએ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે.

બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઊણપ જવાબદાર છે.

પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે.

વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે.

2.લૈગિંક સમાનતા( સ્ત્રી – પુરુષની સમાનતા) : ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યાં છે.

ઈ. સ. 2011 ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46 % સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.

ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.

સ્ત્રીઓમાં સક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે.

ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે.

ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી – પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે.

3. મહિલા સશક્તીકરણ : ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચાં પદો, ઈંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે.

ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

ઉદ્યોગો, સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે.

સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે.

ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.

કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી.

અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈગિંક ભેદભાવ રાખવામાં આવે છે.

સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું વેતન આપતાં, ઓછી જવાબદારીવાળાં અને તેઓ નિપુણ ન બને એવાં કામો ફાળવવામાં આવે છે.

સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શિક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતી આવી છે.

સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.


Advertisement
માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ? 

ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ? 

‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.


Advertisement